Realme નું નવું ફોન આવ્યું : મોટી બેટરી અને AMOLED ડિસ્પ્લે સાથે Realme 16 5G લોન્ચ

Realme 16 5G Media Tek Dimensity 6400 ટર્બો ચિપસેટ પર ચાલે છે

Realme નું નવું ફોન આવ્યું : મોટી બેટરી અને AMOLED ડિસ્પ્લે સાથે Realme 16 5G  લોન્ચ

Photo Credit: Realme

Realme 16 5G એ એર બ્લેક અને એર વ્હાઇટ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ કરાયું છે .

હાઇલાઇટ્સ
  • હેન્સેટ આકર્ષક એર બ્લેક અને એર વ્હાઇટ કલર વિકલ્પોમાં
  • Flipkart અને Realme ની ઓફિશિયલ વેબસાઈટ પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ
  • "સેલ્ફી મિરર " આપવામાં આવ્યું
જાહેરાત

Realme એ ભારતમાં તેનો નવો સ્માર્ટફોન Realme 16 5G લોન્ચ કર્યો છે . આ 5G હેન્સેટ આકર્ષક એર બ્લેક અને એર વ્હાઇટ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે . આ ફોનમાં Media Tek Dimensity 6400 ટર્બો ચિપસેટ આપવામાં આવ્યો છે , જે સારી પરફોર્મન્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે . Realme 16 5G માં 6.57 ઈંચનું ફૂલ HD + AMOLED ડિસ્પ્લે છે , જે 120Hz રિફ્રેશ રેટ અને 4,200 nits સુધીની પીક બ્રાઇટનેસ આપે છે . સ્મૂથ સ્ક્રોલિંગ અને બ્રાઇટ વિઝિબિલિટી માટે આ ડિસ્પ્લે બનાવવામાં આવ્યું છે .

કિંમત અને ઑફર્સ :
ભારતમાં Realme 16 5G ની શરૂઆતની કિંમત રૂપિયા 31,999 છે જે 8GB +128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે . પાછું 8GB +256GB સ્ટોરેજ વેરિઅન્ટ મોડેલની કિંમત રૂપિયા 33,999 રાખવામાં આવી છે , જયારે આના ટોપ મોડેલ 12GB +256GB  વેરિઅન્ટ માટેની કિંમત રૂપિયા 36,999 રાખવામાં આવી છે . 

આ ફોન હાલમાં Flipkart અને Realme ની ઓફિશિયલ વેબસાઈટ પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે અને 5 એપ્રિલથી વેચાણ માટે ઉપલબ્ધ કરાશે . લોન્ચ ઓફર હેઠળ ગ્રાહકોને રૂપિયા 2,000 સુધીનો બેંક ડિસ્કાઉન્ટ અથવા રૂપિયા 6000 સુધીનો એક્સચેન્જ બોનસ મળી શકે છે . સાથે જ 12 મહિના સુધી નો-કોસ્ટ EMI  વિકલ્પ પણ ઉપલબ્ધ છે .

realme 16 5g black Realme 16 5G

Photo Credit: Realme

સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ :
Realme 16 5G  Android 16 આધારિત Realme UI 7.0 પર ચાલે છે . કંપનીએ ત્રણ વર્ષ સુધી Android અપડેટ્સ અને ચાર વર્ષ સુધી સિક્યુરિટી અપડેટ્સ આપવાની ખાતરી આપી  છે .

ફોનમાં  Media Tek Dimensity 6400 ટર્બો  પ્રોસેસર સાથે આવે છે , જેમાં 12GB સુધી LPDDRx RAM અને 256GB સુધી UFS 2.2 સ્ટોરેજ મળે છે . થર્મલ મેનેજમેન્ટ માટે તેમાં  વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ આપવામાં આવી છે .

કેમેરા :
આ ફોનમાં ફોટોગ્રાફી માટે ફોનમાં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ છે જેમાં 50MP પ્રાઈમરી કેમેરા અને 2MP મોનોક્રોમ સેન્સર છે . આની ખાસ વાત એ છે કે તેમાં "સેલ્ફી મિરર " આપવામાં આવ્યું છે , જે રિયર કેમેરા સાથે સેલ્ફી લેવામાં મદદ કરે છે .  આ ફોનમાં આગળના ભાગમાં 50MP નો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે .

બેટરી અને અન્ય ફીચર્સ :
Realme 16 5G  માં મોટી 7,000mAh બેટરી છે , જે 60W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . એક જ ચાર્જ પર લાંબા સમય સુધી ઉપયોગ માટે આ ખૂબ જ સારી છે .  કનેક્ટિવિટી માટે આ ફોનમાં 5G, Wi-Fi 6, Bluetooth 5.3 , GPS અને  USB Type-C પોર્ટ આપવામાં આવ્યા છે . સિક્યુરિટી માટે ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ  સેન્સર અને ફેસ અનલોક પણ આપવામાં આવ્યા છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 0.7nm ચિપ સાથે IBMની મોટી સિદ્ધિ , વધુ ઝડપી અને ઊર્જા બચાવતી ટેક્નોલોજીનો દાવો
  2. Redmi Note 17 Proમાં Snapdragon 6 Gen 5 અને 9000mAh બેટરી મળવાની શક્યતા
  3. Spotify સાથે Vi ની ભાગીદારી , પસંદગીના પોસ્ટપેઈડ પ્લેનમાં મળશે ખાસ લાભ
  4. Realme 16, 16 Pro અને 16 Pro+ ખરીદવા હવે ચૂકવવા પડશે વધુ રૂપિયા , જાણો નવી કિંમત
  5. ફ્લિપકાર્ટ પર Oppo Find X9s સસ્તો થયો , બેંક ઓફરથી મળશે , રૂપિયા 4000 નું વધારાનું ડિસ્કાઉન્ટ
  6. Vivo X Fold 6ની એન્ટ્રી : 8.02 ઇંચ ડિસ્પ્લે , Dimensity 9500 ચિપ અને 1TB સ્ટોરેજનો સપોર્ટ
  7. 5,050mAh બેટરી અને Android 16 સાથે Vivo Y05eના ફીચર્સ આવ્યા સામે
  8. 50MP કેમેરા અને 120W ફાસ્ટ ચાર્જિંગ સાથે Realme GT 7T પર જબરદસ્ત ઓફર
  9. Google Financeમાં નવા પોર્ટફોલિયો ટૂલ્સ અને AI માર્કેટ બ્રીફિંગ્સની એન્ટ્રી
  10. Oppo Reno 16 અને Oppo Reno 16F રજૂ , Snapdragon 7 Gen 4 , 120Hz AMOLED ડિસ્પ્લે સાથે આવ્યા
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »