Vivo V70 FE મિડ-રેન્જમાં ધમાકો , શક્તિશાળી ફીચર્સ અને આકર્ષક ઓફર્સ સાથે

Vivo V70 FE માં 120Hz રિફ્રેશ રેટ અને 1900 nits સુધીની પીક બ્રાઇટનેસ સાથે 6.83 ઈંચનું OLED ડિસ્પ્લે છે

Vivo V70 FE  મિડ-રેન્જમાં ધમાકો , શક્તિશાળી ફીચર્સ અને આકર્ષક ઓફર્સ સાથે

Photo Credit: Vivo

Vivo V70 FE મોન્સૂન બ્લુ અને નોર્ધન લાઇટ્સ પર્પલ કલરમાં ઉપલબ્ધ રહેશે .

હાઇલાઇટ્સ
  • 9 એપ્રિલથી વેચાણ માટે ઉપલબ્ધ
  • 120Hz રિફ્રેશ રેટ અને 1900 nits સુધીની પીક બ્રાઇટનેસ સાથે 6.83 ઈંચનું OL
  • ફોનમાં 200MP મુખ્ય સેન્સર સાથે OIS સપોર્ટ
જાહેરાત

Vivo કંપનીએ ગુરુવારે ભારતીય બજારમાં Vivo V70 FE ને મિડ -રેન્જ સ્માર્ટફોન તરીકે રજૂ કર્યો છે . આ સ્માર્ટફોનમાં પ્રીમિયમ ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે , જેમાં મોટો OLED ડિસ્પ્લે , શક્તિશાળી 200 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 7,000mAhની  મોટી બેટરીનો સમાવેશ થાય છે . આ ફોનમાં Media Tek Dimensity  7360 Turbo ચિપસેટ પર ચાલે છે અને તેમાં AI આધારિત સુવિધાઓ આપવામાં  આવી છે . આ ડિવાઇસ OriginOS 6 પર આધારિત  છે અને કંપની દ્રારા છ વર્ષ સુધી અપડેટ્સ આપવાની ખાતરી મળે છે .

Vivo V70 FE કિંમત અને ઉપલબ્ધતા :
Vivo V70 FE ની શરૂઆતની કિંમત 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે રૂપિયા 37,999 રાખવામાં આવી છે . જયારે આના બીજા વેરિઅન્ટ 8GB RAM + 256GB અને 12GB RAM + 256GB વિકલ્પોની કિંમત અનુક્રમે રૂપિયા 40,999 અને 44,999 રાખવામાં આવી છે . આ ફોન મોન્સૂન બ્લુ અને નોર્ધન લાઇટ્સ પર્પલ કલરમાં ઉપલબ્ધ રહેશે  . ગ્રાહકો આ ફોનને Vivoની વેબસાઈટ તેમજ Flipkart અને Amazon પરથી ખરીદી શકે છે .  આ હેન્ડસેટ  માટે પ્રી-ઓર્ડર શરૂ થઇ ગયા છે અને 9 એપ્રિલથી આનું વેચાણ શરૂ થશે .

હાલમાં ગ્રાહકોને નવી અને આકર્ષક ઓફર્સ પણ મળી રહી છે . કંપની તરફથી Vivo TWS 3e ઈયરબડ્સ ડિસ્કાઉન્ટમાં મળશે . SBI , American Express , Yes  Bank અને Bank Of Baroda કાર્ડ્સ પર 10 ટકા સુધી કેશબેક અથવા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે . સાથે જ નો-કોસ્ટ EMI અને એક્સચેન્જ બોનસ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે .

સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ :
Vivo V70 FE માં 6.83 ઈંચનું 1.5K OLED ડિસ્પ્લે છે , જે 120Hz રિફ્રેશ રેટ અને 1,900nits પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . આ સ્માર્ટફોન 4nm ના ઓક્ટા-કોર  ચિપસેટથી સંચાલિત છે અને 12GB સુધી RAM તથા 512GB સુધી સ્ટોરેજ સાથે આવે છે .

કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં 200MP મુખ્ય સેન્સર સાથે OIS સપોર્ટ કરવામાં આવ્યો છે , જયારે 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા અને 50MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . AI આધારિત ફોટોગ્રાફી ફીચર્સ જેમ કે AI મેજિક લેન્ડસ્કેપ અને 30x સુપર ઝૂમ પણ આપવામાં આવ્યા છે .

આ ફોનમાં ડયુઅલ સ્પીકર્સ , IP68/IP69 વોટર અને ડસ્ટ રેસિસ્ટંસ અને ગ્લો ટેક્નોલોજી છે . 7,000mAh બેટરી સાથે 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે , જે ફોનને  લગભગ 60 મિનિટમાં પૂર્ણ ચાર્જ કરી દે છે .કનેક્ટિવિટી માટે 5G , Wi-Fi , Bluetooth 5.4 અને USB Type-C  જેવા વિકલ્પો ઉપલબ્ધ છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Xiaomiએ Mijia Wireless Floor Cleaner 5C રજૂ કર્યો , 45 મિનિટની ક્લીનિંગ અને હોટ એર ડ્રાયિંગની સુવિધા
  2. આ અઠવાડિયે OTT પર રિલીઝ થયેલી નવી ફિલ્મો અને વેબ સિરીઝ
  3. Samsung Galaxy F70 Proએ Snapdragon 6 Gen 3, 8GB RAM સાથે જોવા મળ્યો Geekbench પર
  4. ક્યારે અને ક્યાં ફીચર્સ સાથે લોન્ચ થશે Lava Virat V1 5G અને Virat V1? બધું અહીં જાણો
  5. હવેથી નહીં રદ કરી શકે કેબ ડ્રાઈવરો એરપોર્ટ અને હોસ્પિટલની રાઈડ : મહારાષ્ટ્રમાં નવા નિયમો
  6. ડયુઅલ રિયર કેમેરા અને બે કલર વિકલ્પો સાથે 31 જુલાઈએ ભારતમાં લોન્ચ થશે OnePlus N6x
  7. Moto Pad 70 ની લોન્ચ તારીખ જાહેર , Dimensity 6400 ચિપસેટ અને Moto Pen સાથે આવશે
  8. Honda QC3 આવ્યું નવા અવતારમાં 3kWh બેટરી અને TFT ડિસ્પ્લે સાથે કરશે એન્ટ્રી
  9. Vivo S2 ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે , જાણો સંભવિત કિંમત અને ફીચર્સ
  10. જેક ડોર્સીના Bitchat એપ સામે કાર્યવાહી , GitHubને રિપોઝિટરી દૂર કરવા સરકારની સૂચના
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »