Amazon પર Realme નો નવો Narzo સ્માર્ટફોન આવ્યો , Narzo 90 Lite નો અનુગામી થશે લોન્ચ

આવનારા નવા ફોનની ડિઝાઇન Realme Narzo 80 Lite 5G જેવી જ દેખાય છે .

Amazon પર Realme નો નવો Narzo સ્માર્ટફોન આવ્યો ,  Narzo 90 Lite નો અનુગામી થશે લોન્ચ

Photo Credit: Realme

Realme ટૂંક જ સમયમાં Narzo 80 Lite 5 નો અગામી મોડલ લોન્ચ કરી શકે છે .

હાઇલાઇટ્સ
  • Amazon પર નવા Narzo સ્માર્ટફોનનું ટીઝર જાહેર
  • ઉપર ડાબા ખૂણામાં વર્ટિકલ ટ્રિપલ કેમેરા સેટઅપ
  • Android 15 આધારિત Realme UI 6.0 આપવામાં આવ્યું
જાહેરાત

Realme ભારતમાં તેના બજેટ 5G સ્માર્ટફોલિયોને વધારવા માટે આ દિશામાં આગળ  વધતા  Amazon પર નવા Narzo સ્માર્ટફોનનું ટીઝર જાહેર કયું છે . આ ટીઝર એક ખાસ માઈક્રોસાઈટ પર જોવા મળે છે . જ્યાં ફોનની ડિઝાઇનની પહેલી ઝલક આપવામાં આવ્યો છે જોકે તેની મુખ્ય માઈક્રોસાઇટ પર Realme Narzo 90 Lite 5G  નો પણ ઉલ્લેખ જોવા મળે છે , જે બતાવે  છે કે આ આવનારું ડિવાઇસ તેનો અપગ્રેડે વર્ઝન   હોઈ શકે છે .  આ  ફોન Realme  Narzo 80 Lite 5G  નો આગામી મોડેલ હોઈ શકે . આ ડિવાઇસ Narzo 90 સિરીઝ હેઠળ લોન્ચ  થવાની શક્યતા છે

ટીઝરમાં " Get Ready for the Next Level" ટેગલાઈન સાથે "Coming Soon " મેસેજ આપવામાં આવ્યો છે , જે લોન્ચ નજીક હોવાનું સંકેત આપે છે . હાલમાં કંપનીએ ફોનના નામની પુષ્ટિ કરી નથી  ,  એવું અનુમાન છે કે આ ડિવાઇસ  Realme Narzo 90  સિરીઝ હેઠળ  Narzo 90 Lite 5G  તરીકે આવી શકે છે . સાથે જ "Amazon Specials " ટેગ પણ બતાવે છે આ હેન્ડસેટ Amazon પર વેચાણ માટે ઉપલબ્ધ થઇ શકે છે .

realme narzo 90 lite 5g amazon narzo teaser

હવે વાત કરીએ આ ફોનની ડિઝાઈનની તો ટીઝરમાં આ ફોનનો પાછળનો ભાગ થોડો દેખાય છે જેમાં ઉપર ડાબા ખૂણામાં વર્ટિકલ ટ્રિપલ કેમેરા સેટઅપ છે . દરેક કેમેરા  અલગ અલગ ગોળાકાર રિંગમાં મુકાયેલો દેખાય છે , જેની ડિઝાઇન Realme  Narzo 80 Lite 5G જેવી જ લાગે છે . આથી સ્પષ્ટ છે કે કંપની ડિઝાઇનમાં મોટા ફેરફાર કરતા  રહે છે .

હાલમાં Realme  Narzo 80 Lite 5G  32MP GalaxyCore GC32E2 મુખ્ય કેમેરા આપેલ છે , જયારે આની Media Tek Dimensity 6300 પ્રોસેસર અને 6,000mAh ની બેટરી આપવામાં આવી છે . આ ફોનમાં 6.67 ઇંચનું 120Hz HD +ડિસ્પ્લે છે અને તે Android 15 આધારિત Realme UI 6.0 આપવામાં આવ્યું છે .  આ  ફોનની શરૂઆતની કિંમત રૂપિયા 10,499 છે .

હાલમાં આ ફોનની લોન્ચ તારીખ માટે કોઈ પણ સત્તાવાર જાહેરાત થઈ નથી , પરંતુ થોડા સમય જતા વધુ વિગતો સામે આવી શકે છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. DigiLocker અને mParivahanમાં આ રીતે સેવ કરો ડ્રાઇવિંગ લાયસન્સ , પાકીટ ભુલાય તો પણ નહીં પડે મુશ્કેલી
  2. ચિપની અછતને લઈને સેમસંગની ચેતવણી , ઇલેક્ટ્રોનિક ડિવાઇસોના ભાવ વધી શકે
  3. Nothing Phone (4a)ની કિંમતમાં થઈ શકે છે રૂપિયા 3,000નો વધારો , ખરીદી પહેલા જાણો નવી કિંમત
  4. બેભાન થઈને પડ્યા વ્યક્તિ , એપલ વોચના સ્માર્ટ ફિચરે સમયસર બોલાવી મદદ
  5. Oppo A7 Pro Maxનું પ્રી - ઓર્ડર શરૂ , 50MP સેલ્ફી કેમેરા અને મોટી બેટરી મળશે
  6. OnePlus N6માં મળશે 120Hz ડિસ્પ્લે અને AI ફીચર્સ , કિફાયતી કિંમતે થઈ શકે લોન્ચ
  7. UPI યુઝર્સની ગોપનીયતા વધશે , મોબાઈલ નંબરને બદલે યુઝરનેમ આધારિત IDને પ્રોત્સાહન
  8. Casio CRW-H001M-8માં સ્માર્ટ રિંગ અને સ્માર્ટવોચનો અનોખો મેળ , જાણો કિંમત અને ફીચર્સ
  9. WhatsAppની આ સેટિંગ બદલો , ફોનનું સ્ટોરેજ બચશે અને પ્રાઇવસી પણ રહેશે સુરક્ષિત
  10. ક્રેશ ટેસ્ટમાં ટાટા પંચ EVનો શાનદાર દેખાવ સુરક્ષામાં મેળવ્યો 5- સ્ટાર રેટિંગ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »