DarkSword ખતરા સામે Apple નું iOS 18.7.7 અપડેટ જરૂરી

આ અપડેટ યુઝર્સને ખાતરી આપે છે કે જેમને નવા UI ઇન્સ્ટોલ નથી કર્યા તેમના ડેટા પણ સુરક્ષિત રહેશે .

DarkSword ખતરા સામે Apple નું iOS 18.7.7 અપડેટ જરૂરી

Photo Credit: Gadget 360

જે યુઝર્સના ડિવાઇસીસ ઓટોમેટિક અપડેટ્સ હશે તેને આ અપડેટ જાતે જ મળી જશે

હાઇલાઇટ્સ
  • iPhone અને iPad મોડેલો માટે એક મહત્વપૂર્ણ સુરક્ષા અપડેટ જાહેર
  • આ પગલું વધતા જતા સાયબર ખતરાઓ સામે યુઝર્સને સુરક્ષિત રાખવા માટે લેવામાં આવ
  • Apple નું Lockdown Mode પણ વધારાની સુરક્ષા પ્રદાન કરે
જાહેરાત

Apple એ ગુરુવારે તેના જૂના iPhone અને iPad મોડેલો માટે એક મહત્વપૂર્ણ સુરક્ષા અપડેટ જાહેર કર્યું છે . iOS 18.7.7 અને iPadOS 18.7.7 તરીકે રજૂ  થયેલ આ અપડેટ ખાસ કરીને તેવા ડિવાઇસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે , જે નવા iOS 26 પર અપગ્રેડ થઇ શકતા નથી અથવા હજુ સુધી અપડેટ  થયા નથી . આ પગલું વધતા જતા સાયબર ખતરાઓ સામે યુઝર્સને સુરક્ષિત રાખવા માટે લેવામાં આવ્યું છે . DarkSword toolkit નામના ખતરનાક ટૂલકીટ સામે રક્ષણ બનાવવામાં આવ્યું છે . આ સુવિધા પહેલી વખત 2022 માં iOS 16 સાથે રજૂ કરવામાં આવી હતી અને હાઈ-રિસ્ક યુઝર્સ માટે ખાસ ઉપયોગી છે .

DarkSword toolkit:

કંપનીએ જણાવ્યું છે  કે આ અપડેટ્સ 1 એપ્રિલથી ઉપલબ્ધ બન્યા છે અને તે વધુ Apple ડિવાઇસીસને ઓનલાઇન આધારિત ખતરાઓથી બચાવવા માટે સુરક્ષા આપે છે . ખાસ કરીને DarkSword toolkit નામના ખતરનાક ટૂલકીટ સામે રક્ષણ બનાવવામાં આવ્યું છે .  આ ટૂલકીટ GitHub જેવા પ્લેટફોર્મ પર લીક  થયા બાદ હેકર્સ માટે તેનો ઉપયોગ સરળ બની ગયો છે .

રિપોર્ટ અનુસાર , DarkSword નો ઉપયોગ ચીન , મલેશિયા , તુર્કી , સાઉદી અરેબિયા અને યુક્રેન જેવા દેશોમાં અટેક માટે કરવામાં આવ્યો હતો . હવે આ ટૂલકીટ  સરળતાથી ઉપલબ્ધ હોવાથી ઓછુ  જાણતા હેકર્સ પણ તેનો ઉપયોગ કરી શકે છે , જેના કારણે જોખમ હવે વધી ગયું છે .

Apple એ આગળ જણાવતા કહ્યું કે iOS 26 પર ચાલતા નવા ડિવાઇસીસ પહેલાથી જ આ પ્રકારના એટેકથી સુરક્ષિત છે પરંતુ જૂના ડિવાઇસીસ માટે આ અપડેટ  ખુબ જ જરૂરી છે , ખાસ કરીને તે યુઝર્સ માટે જેમણે નવા અપડેટ ઇન્સ્ટોલ નથી કર્યા કે નવા ઇન્ટરફેસ બદલ્યા નથી .

કંપનીએ કહ્યું કે જેમના ડિવાઇસમાં ઓટોમેટિક અપડેટ્સ ચાલુ છે , તેમને આ પેચ જાતે જ મળી જશે . આ ઉપરાંત , Apple નું Lockdown Mode પણ વધારાની  સુરક્ષા પ્રદાન કરે છે . આ સુવિધા પહેલી વખત 2022 માં iOS 16 સાથે રજૂ કરવામાં આવી હતી અને હાઈ-રિસ્ક યુઝર્સ માટે ખાસ ઉપયોગી છે .

DarkSword સ્પાયવેર એક બહુ જ ખતરનાક ફુલ-ચેઇન એક્સપ્લોઇટ છે , જે અનેક અજાણી વસ્તુઓથી ડિવાઇસને સુરક્ષાને પોતાને અધીન કરી શકે   છે . તે યુઝર્સના કોન્ટેક્ટ્સ  , મેસેજ , કોલ હિસ્ટ્રી અને પાસવર્ડ્સ જેવી પર્સનલ માહિતી ચોરીને અટેકર્સના સર્વર્સ પર મોકલી શકે છે . 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »