ChatGPT એપમાં કસ્ટમ શેર શીટ , અપલોડેડ ફાઇલ્સ અને નવા ફાઈલ પીકર જેવી સુવિધાઓ જોવા મળી

ChatGPT એપના વર્ઝન 1.2026.090 માં નવા UI મળશે

ChatGPT એપમાં કસ્ટમ શેર શીટ , અપલોડેડ ફાઇલ્સ અને નવા ફાઈલ પીકર જેવી સુવિધાઓ જોવા મળી

OpenAI ફાઈલોને અપલોડ કરવાની સુવિધા વિકસાવી રહ્યું છે .

હાઇલાઇટ્સ
  • કસ્ટમ શેર શીટ અને નવી ડિઝાઇન સાથેનું ફાઈલ પીકર ઇન્ટરફેસ સાથે જ "Uploaded
  • "Copy Link " અને "Share " વિકલ્પો આપવામાં આવ્યા
  • "Uploaded Files " નામની નવી સુવિધા વિકસાવવામાં આવી
જાહેરાત

OpenAI દ્રારા ChatGPT એપ  માટે અનેક નવા UI ફેરફારો વિકસાવવામાં આવી રહ્યા છે , જે ટૂંક સમયમાં યુઝર્સ સુધી પહોંચે તેવી શક્યતા છે . હાલમાં એપના APK ટિયરડાઉનમાં કેટલીક નવી સુવિધાઓ જોવા મળી છે , જેમ કે કસ્ટમ શેર શીટ અને નવી ડિઝાઇન સાથેનું ફાઈલ પીકર ઇન્ટરફેસ સાથે જ "Uploaded  Files " નામની નવી સુવિધા પણ આવી શકે છે જે યુઝર્સને અગાઉ અપલોડ કરેલી બધી ફાઈલો એક જગ્યાએ જોવા દે છે . તેમાં ફોટા એટેચમેન્ટ માટે પણ સુધારાઓની માહિતી  મળી છે .

આવનારી ChatGPT એપ સુવિધાઓ :
Android Authority ના રિપોર્ટ અનુસાર , ChatGPT એપના વર્ઝન  1.2026.090 માં કેટલીક નવી UI અપડેટ્સ જોવા મળ્યા છે . તેમાં એક કસ્ટમ શેર શીટ શામેલ છે , જે યુઝર શેર બટન પર ક્લિક કરે ત્યારે તરત જ દેખાય છે . આમાં Google /Samsung Messages , Gmail , Yahoo Mail, Outlook, Signal , Snapchat, Instagram, Facebook, WhatsApp અને Telegram જેવી લોકપ્રિય એપ્સ સીધા શેરિંગ માટે સૌથી ઉપર દર્શાવામાં આવે છે .

સ્ક્રેઇનશોટ મુજબ , નીચેની લાઈનમાં "Copy Link " અને "Share " વિકલ્પો આપવામાં આવ્યા છે . "Share " પર ટેપ કરતા ડિફોલ્ટ સિસ્ટમ શેર ખુલશે , જેથી  યુઝર્સ અન્ય એપ્સ પણ પસંદ કરી શકે .

chatgpt apk androidauthority ChatGPT

Photo Credit: Androidauthority

આમાં ફોટો એટેચમેન્ટમાં પણ સુધારા કરવામાં આવી રહ્યા છે . જયારે યુઝર ઇનપુટ ફીલ્ડમાં ઇમેજ ઉમેરે છે , ત્યારે "Clear Image ", "Remove Background " અને "Draw & Annotate "  જેવા વિકલ્પો દેખાશે . હાલ Annotate ફીચર કામ કરે છે , જયારે બાકી બે ફીચર હજુ સક્રિય નથી .

આ સિવાય , "Uploaded Files " નામની નવી સુવિધા વિકસાવવામાં આવી રહી છે . આ વિકલ્પ પર ક્લિક કરતા "Files in this chat " નામની નવી સ્ક્રીન ખુલશે , જેમાં યુઝર્સ પોતાની પહેલા અપલોડ કરેલી ફાઈલો સરળતાથી જોઈ શકશે . રિપોર્ટ અનુસાર લગભગ 30 ફાઈલોની સૂચિ અહીં દેખાઈ શકે છે .

ફાઈલ પીકર ઇન્ટરફેસ પણ ફરીથી ડિઝાઇન કરવામાં આવી રહ્યો છે . હાલમાં  સિસ્ટમ ફાઈલ પીકર ખુલે છે પરંતુ નવા અપડેટ્સમાં હાલમાં અપલોડ કરેલી ફાઈલો  સાથેનું અલગ UI જોવા મળશે . ઉપર "Upload Files " બટન રહેશે , જે ક્લિક કરતા ફરી સિસ્ટમ ફાઈલ પીકર પર લઇ જશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ChatGPT એપમાં કસ્ટમ શેર શીટ , અપલોડેડ ફાઇલ્સ અને નવા ફાઈલ પીકર જેવી સુવિધાઓ જોવા મળી
  2. Redmi Note 15 SE 5G : 50MP કેમેરા અને 5800mAh બેટરી અને 120Hz AMOLED ડિસ્પ્લે
  3. Realme નું નવું ફોન આવ્યું : મોટી બેટરી અને AMOLED ડિસ્પ્લે સાથે Realme 16 5G લોન્ચ
  4. Vivo V70 FE મિડ-રેન્જમાં ધમાકો , શક્તિશાળી ફીચર્સ અને આકર્ષક ઓફર્સ સાથે
  5. Amazon Prime Video પર 29 એપ્રિલે રિલીઝ થશે " The House of the Spirits"
  6. Sony એ જાહેર કરી એપ્રિલ PS Plus લાઇનઅપ : Tomb Raider Remastered અને SAO ગેમ્સ સામેલ
  7. Google લાવ્યું નવું ફીચર : Gmail ID બદલવી હવે બની સરળ 
  8. મેટા ના નવા સ્માર્ટ ચશ્મા , પ્રિસ્ક્રિપ્શન યુઝર્સ માટે ખાસ ડિઝાઇન
  9. Google લાવ્યો AI Inbox, પ્રાથમિક ઇમેઇલ હવે આપમેળે હાઈલાઈટ થશે
  10. Pixel 11 Pro સાથે Google લાવી શકે છે , સુધારેલ કેમેરા મોડયુલ અને Tensor G6 ચિપ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »