Realme તેનો સ્માર્ટફોન Realme P4x, 4 ડિસેમ્બરે લોંચ કરશે. કંપનીએ ઓગસ્ટમાં જ તેની P4 સિરીઝ હેઠળ P4 અને P4 Pro રજૂ કર્યા હતા.
Photo Credit: Realme
Realme P4x ની સાથે ભારતમાં Realme Watch 5 પણ લોન્ચ કરાશે
Realme તેનો સ્માર્ટફોન Realme P4x, 4 ડિસેમ્બરે લોંચ કરશે. કંપનીએ ઓગસ્ટમાં જ તેની P4 સિરીઝ હેઠળ P4 અને P4 Pro રજૂ કર્યા હતા. Realme P4x ભારતમાં 4 ડિસેમ્બરે સ્થાનિક સમય મુજબ બપોરે 12 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. Realme P4x ની સાથે, Realme 4 ડિસેમ્બરે ભારતમાં Realme Watch 5 પણ લોન્ચ કરશે.
Realme P4x ,Dimensity 7400 Ultra SoC થી સંચાલિત થશે તેમજ તેમાં 7,000 mAh બેટરી હશે. Realme તેને "સૌથી ઝડપી 7000mAh પાયોનિયર" તરીકે રજૂ કરી રહ્યું છે અને દાવો કરે છે કે તે "સેગમેન્ટની શ્રેષ્ઠ બેટરી અને ચાર્જિંગ કોમ્બિનેશનથી સજ્જ છે." તે 45W ચાર્જિંગને સપોર્ટ કરે છે. અને P4x બાયપાસ ચાર્જિંગને પણ સપોર્ટ કરશે. આ 5G ફોન એન્ડ્રોઇડ પર આધારિત નવીન Realme UI પર ચાલશે.
P4x માં 144Hz ડિસ્પ્લે હશે અને તે આ સેગમેન્ટનું એકમાત્ર ડિવાઈઝ છે જે"BGMI પર 90 FPS સુધી અને ગેમપ્લે અને ફ્રી ફાયર પર 120 FPS ગેમપ્લેને સપોર્ટ કરશે." મોબાઇલ ગેમિંગ દરમિયાન સ્થિર પ્રદર્શન સુનિશ્ચિત કરવા માટે, સ્માર્ટફોનમાં 5300mm² VC ફ્રોસ્ટકોર કૂલિંગ સિસ્ટમ છે જે CPU તાપમાનને 20°C સુધી ઘટાડી શકે છે.
સ્માર્ટફોનમાં 256GB સુધી સ્ટોરેજ હશે, પરંતુ કેટલા મેમરી ઓપ્શન મળશે તે સ્પષ્ટ નથી. બ્રાન્ડનો દાવો છે કે તે એકસાથે 18 એપ્લિકેશન ચલાવી શકે છે, જેનો અર્થ છે કે વપરાશકર્તાઓ સરળ મલ્ટીટાસ્કિંગની અપેક્ષા રાખી શકે છે.
લીક માહિતી પ્રમાણે તેમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ હોઈ શકે છે. જેમાં, 50 મેગાપિક્સલનો મુખ્ય સેન્સર અને 2 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર રહેશે. સેલ્ફી અને વિડિઓ કોલિંગ માટે, Realme P4x માં 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેન્સર હોઈ શકે છે.
જાહેરાત
જાહેરાત