ક્યારે અને ક્યાં ફીચર્સ સાથે લોન્ચ થશે Lava Virat V1 5G અને Virat V1? બધું અહીં જાણો

Virat V1માં Unisoc SC9863A પ્રોસેસર પર ચાલે છે

ક્યારે અને ક્યાં ફીચર્સ સાથે લોન્ચ થશે Lava Virat V1 5G અને  Virat V1? બધું અહીં  જાણો

Photo Credit: Lava

Lava Virat V1 5G Arya Blue અને Sonar Gold કલર વિકલ્પોમાં આવે છે

હાઇલાઇટ્સ
  • Lava Virat V1 5Gની કિંમત રૂપિયા 12,999 રાખવામાં આવી
  • Virat V1 5G Android 16 પર ચાલે
  • Lava Virat V1 5Gમાં 6,000mAhની બેટરી આપવામાં આવી
જાહેરાત

ભારતીય સ્માર્ટફોન બ્રાન્ડ Lava એ દેશમાં પોતાના નવા બજેટ સ્માર્ટફોન   Lava Virat V1 5G અને  Virat V1  લોન્ચ કર્યા છે . બંને ફોન મોટા ડિસ્પ્લે , AI આધારિત ડયુઅલ રિયર કેમેરા અને Android OS સાથે આવે છે . કંપનીએ બંને ડિવાઈસને અલગ અલગ કલર વિકલ્પોમાં રજૂ કર્યા છે . આ સ્માર્ટફોનનું વેચાણ 31 જુલાઈથી Flipkart અને Lavaની ઓફિશિયલ વેબસાઈટ પર શરૂ થશે . કંપની બંને ફોન સાથે ડોરસ્ટેપ આફ્ટર સેલ્સ સર્વિસ પણ આપશે .


 Lava Virat V1 5G અને  Virat V1 ની કિંમત :

 Lava Virat V1 5Gની કિંમત રૂપિયા 12,999 રાખવામાં આવી છે , પરંતુ લોન્ચ ઓફર હેઠળ પહેલા દિવસે તેને રૂપિયા 11,999માં ખરીદી શકાય છે . બીજી તરફ Lava Virat V1ની કિંમત રૂપિયા 9,999 છે , જયારે લોન્ચ ઓફર હેઠળ તે રૂપિયા 8,999માં ઉપલબ્ધ રહેશે . આ ખાસ કિંમત માત્ર 31 જુલાઈના પ્રથમ દિવસના વેચાણ માટે જ માન્ય રહેશે .

 Lava Virat V1 5G અને  Virat V1ના  ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :

બંને સ્માર્ટફોનમાં 6.75 ઇંચ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે .  Lava Virat V1 5G Android 16 પર ચાલે છે , જયારે  Lava Virat V1 Android 15 સાથે આવે છે . 5G મોડલમાં Unisoc T8200 પ્રોસેસર આપવામાં આવ્યો છે , જેમાં 4GB RAM અને 64GB સ્ટોરેજ મળે છે . વર્ચ્યુઅલ RAM દ્રારા તેને વધારાના 4GB સુધી વિસ્તારી શકાય છે અને સ્ટોરેજને microSD કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકાય છે .

Virat V1માં Unisoc SC9863A  પ્રોસેસર આપવામાં આવ્યો છે . તેમાં પણ 4GB RAM , 4GB વર્ચ્યુઅલ RAM સપોર્ટ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે . દૈનિક ઉપયોગ માટે બંને ફોન એન્ટ્રી - લેવલ પરફોર્મન્સ ઓફર કરે છે .


 Lava Virat V1 5G અને  Virat V1 કેમેરા અને બેટરી :

ફોટોગ્રાફી માટે બંને ફોનમાં AI આધારિત ડયુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે , જેમાં 13MPનો મુખ્ય કેમેરા સામેલ છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 5MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . આ ઉપરાંત બંને ફોન IP64 રેટિંગ સાથે આવે છે , જે તેને ધૂળ અને પાણીના છાંટાથી સુરક્ષા આપે છે .

Lava Virat V1 5Gમાં 6,000mAhની બેટરી આપવામાં આવી છે , જયારે Lava Virat V1માં 5,000mAhની બેટરી મળે છે . મોટી બેટરીને કારણે બંને ફોન લાંબા સમય સુધી ઉપયોગ માટે યોગ્ય વિકલ્પ બની શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »