Moto G Maxમાં 6.72 ઇંચની Full HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે
Photo Credit: Flipkart
Moto G Maxમાં Snapdragon 6s Gen 4 ચિપસેટ મળે છે.
Motorola કંપની પોતાનો નવો લેટેસ્ટ સ્માર્ટફોન Moto G Max ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે . આ ફોનની લોન્ચ તારીખ નક્કી થઈ ગઈ છે . આવતા અઠવાડિયામાં આ સ્માર્ટફોન ભારતીય માર્કેટમાં એન્ટ્રી લેશે . આ ફોનમાં Full HD+ રિઝોલ્યુશનવાળો ડિસ્પ્લે મળે છે . ફોનમાં કંપનીએ ડયુઅલ કેમેરા સેટઅપ આપ્યો છે , જેમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા મળે છે . આના સિવાય IP64 રેટિંગ પણ આપવામાં આવ્યો છે જેથી ફોન વધારે મજબૂત બને . તો ચાલો જાણીએ Moto G Maxના ભારતમાં લોન્ચ થવા પહેલાની મુખ્ય સ્પેસિફિકેશન્સ .
Moto G Max ભારતમાં લોન્ચ તારીખ :
Moto G Max ભારતમાં 14મી ઓગસ્ટે લોન્ચ થવા જઈ રહ્યું છે . કંપની આ ફોનને Flipkart મારફતે લોન્ચ કરશે . આ ફોન માટેની માઈક્રોસાઇટ લાઈવ થઈ છે . આ ફોન બપોરના 12 વાગ્યે લોન્ચ થશે અને બધી ડિટેલ્સ કંપનીના સોશિયલ મીડિયા ચેનલ્સ પર ઉપલબ્ધ થશે .
Moto G Max ભારતમાં કિંમત :
Moto G Maxની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી . આ ફોન મિડ - રેન્જ સેગમેન્ટમાં લોન્ચ થશે .
Moto G Max સ્પેસિફીકેશન્સ :
Moto G Max પહેલા જ કંપનીએ લગભગ બધી જ સ્પેસિફિકેશન્સ જાહેર કરી દીઘી છે . આ ફોનમાં 6.72 ઇંચની Full HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે . ફોનમાં 120Hzનું રિફ્રેશ રેટ જેમાં 1,050 nits પીક બ્રાઇટનેસ છે અને આ HBM મોડમાં મળે છે . આના સાથે જ કંપનીએ Water Touch 2.0 ટેક્નોલોજી આપી છે જે વરસાદમાં ભિંજાય તો પણ ફોનની સ્ક્રીન સ્મૂથલી કામ કરે છે .
Moto G Maxમાં Snapdragon 6s Gen 4 ચિપસેટ મળે છે . આમાં કંપનીએ 18GB RAM આપવાનું કહ્યું છે જેમાં વર્ચ્યુઅલ RAM પણ સામેલ હશે . આ ફોનમાં UFS 3.1 સ્ટોરેજ સાથે આવશે અને Android 16 પર ચાલશે . કંપનીએ 2 વર્ષ સુધી Android અપડેટ અને 3 વર્ષ સુધીની સિક્યોરિટી અપડેટ આપવાની ખાતરી આપી છે .
ફોનમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા હશે જેમાં Sony LYTIA 600 સેન્સર સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા - વાઈડ કેમેરા પણ આપવામાં આવ્યો છે . સેલ્ફી અને વિડીયો કોલ માટે 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ મળશે . કંપનીએ બીજા ઘણા AI ફીચર્સ આપ્યા છે જેનાથી તમારો ફોટોગ્રાફીનો અનુભવ સારો થાય .
હવે વાત કરીએ બેટરીની તો આ ફોનમાં 7000mAhની બેટરી આવશે . કંપનીએ દાવો કર્યો છે કે આ સિલિકોન કાર્બન બેટરી 1000 સાઇકલ પૂરું કરવા ટેસ્ટ કરવામાં આવી છે . સાઉન્ડ માટે ફોનમાં સ્ટીરિયો સ્પીકર્સ હશે . સાથે જ Dolby Atmos સપોર્ટેડ છે . આના સિવાય 3.5mm હેડફોન જેક પણ આપવામાં આવ્યું છે .
આ ફોનને IP64 રેટિંગ પણ મળેલ છે જે પાણીના છાંટા સામે રક્ષણ મેળવે છે . સ્ક્રીન પર Corning Gorilla Glass Ceramic સેફ્ટી અને મજબૂતી માટે MIL - STD 810H મિલિટ્રી ગ્રેડ સર્ટિફિકેશન પણ મળશે .
જાહેરાત
જાહેરાત
Dyson Airwrap i.d. Hair Styler Launched in New Ceramic Khaki Colour in India
More Users Are Pre-Ordering GTA 6's $100 Ultimate Edition, Says Take-Two CEO Strauss Zelnick