રૂપિયા 15,000ની અંદર કયો 5G સ્માર્ટફોન ખરીદવો ? Moto G37 , Oppo A6c અને Samsung Galaxy M17 5G ની સરખામણી

મોટોરોલાએ તાજેતરમાં ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Moto G37 લોન્ચ કર્યો છે , જે Oppo A6c અને Samsung Galaxy M17 5Gને ટક્કર આપશે

રૂપિયા 15,000ની અંદર કયો 5G સ્માર્ટફોન ખરીદવો ? Moto G37 , Oppo A6c અને  Samsung Galaxy M17 5G ની સરખામણી

Photo Credit: Motorola/Oppo/Samsung

Moto G37 vs Oppo A6c vs Samsung Galaxy M17 5G

હાઇલાઇટ્સ
  • બેસ્ટ ડિસ્પ્લે અને સારા કેમેરા અનુભવ માટે Samsung Galaxy M17 5G
  • લાંબા બેટરી બેકઅપ માટે Oppo A6c
  • નવા Android વર્ઝન અને સંતુલિત ફીચર્સ માટે Moto G37
જાહેરાત

Moto G37 તાજેતરમાં ભારતીય બજારમાં લોન્ચ થયો છે અને તે Oppo A6c તથા Samsung Galaxy M17 5G જેવા સ્માર્ટફોન્સને સીધી ટક્કર આપે છે . ત્રણેય  ફોન બજેટ અને મિડ - રેન્જ સેગમેન્ટના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યા છે . ડિસ્પ્લે , પ્રોસેસર , કેમેરા , બેટરી અને સોફ્ટવેર જેવા મહત્વપૂર્ણ  વિભાગમાં દરેક સ્માર્ટફોન પોતાની અલગ વિશેષતાઓ ધરાવે છે . જો તમે રૂપિયા 15,000 ની આસપાસ નવો 5G સ્માર્ટફોન ખરીદવાનું વિચારી  રહ્યા છો , તો Moto G37 , Oppo A6c અને  Samsung Galaxy M17 5G વચ્ચેની તુલના તમારા માટે યોગ્ય વિકલ્પ બની શકે છે .

Moto G37 , Oppo A6c અને  Samsung Galaxy M17 5G કિંમત :

Moto G37  નો 4GB RAM અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટ રૂપિયા 13,999 માં ઉપલબ્ધ છે .

Oppo A6c નો 4GB + 64GB વેરિઅન્ટ રૂપિયા 13,999માં મળે છે , જયારે 4GB + 128GB મોડેલની કિંમત રૂપિયા 16,999 છે .

 Samsung Galaxy M17 5G નો 4GB + 128GB વેરિઅન્ટ રૂપિયા 13,999માં ઉપલબ્ધ છે , જયારે 6GB + 128GB મોડેલ માટે રૂપિયા 16,999 ખર્ચવા  પડશે  .


Moto G37 , Oppo A6c અને  Samsung Galaxy M17 5G ડિસ્પ્લે :

Moto G37 માં 6.7 ઇંચની HD + LCD ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 120Hz રિફ્રેશ રેટ અને 1050 nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે .

 Oppo A6cમાં 6.75 ઇંચની HD + LCD  સ્ક્રીન છે , જેમાં 120Hz રિફ્રેશ રેટ અને 900 nits સુધીની બ્રાઇટનેસ મળે છે .

Samsung Galaxy M17 5Gમાં 6.7 ઇંચની FHD + Super AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 90Hz રિફ્રેશ રેટ સાથે આવે છે અને વધુ સારી વિઝયુઅલ ક્વોલિટી આપે છે .


Moto G37 , Oppo A6c અને  Samsung Galaxy M17 5G બેટરી અને ચાર્જિંગ 

Moto G37માં  5,200mAh બેટરી આપવામાં આવી છે , જે 20W ટર્બો  ચાર્જિંગ અને 6W રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરે છે .

Oppo A6c માં સૌથી મોટી બેટરી 7,000mAh બેટરી આપવામાં આવી છે , જે 15W ચાર્જિંગ સપોર્ટ કરે છે .

 Samsung Galaxy M17 5G માં 5,000mAh બેટરી છે , જે 25W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે .


Moto G37 , Oppo A6c અને  Samsung Galaxy M17 5G  સોફ્ટવેર 

Moto G37  લેટેસ્ટ Android 16 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે .

Oppo A6c Android 15 આધારિત ColorOS 15 પર કાર્ય કરે છે .

 Samsung Galaxy M17 5G Android 15 આધારિત One UI 7 સાથે આવે છે .


Moto G37 , Oppo A6c અને  Samsung Galaxy M17 5G   પ્રોસેસર 

Moto G37 માં Media Tek Dimensity 6400 ચિપસેટ આપવામાં આવ્યો છે .

Oppo A6cમાં Unisoc T7250 પ્રોસેસર છે .

Samsung Galaxy M17 5G  Samsung Exynos  1330 પ્રોસેસરથી સંચાલિત છે .


Moto G37 , Oppo A6c અને  Samsung Galaxy M17 5G  કેમેરા 

Moto G37માં 50MPનો મુખ્ય  કેમેરા આપવામાં આવ્યો છે , જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 8MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .

Oppo A6c માં 13MP નો રિયર કેમેરા અને 5MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે .

 Samsung Galaxy M17 5G  માં OIS સપોર્ટ સાથે 50MPનો મુખ્ય કેમેરા , 5MP અલ્ટ્રાવાઇડ લેન્સ અને 2MP મેક્રો સેન્સર આપવામાં આવ્યા છે . સેલ્ફી  માટે તેમાં 13MPનો ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ છે .

Moto G37 , Oppo A6c અને  Samsung Galaxy M17 5G  કયો ફોન ખરીદવો ?

જો તમને બેસ્ટ ડિસ્પ્લે અને સારા  કેમેરા અનુભવ જોઈએ છે તો Samsung Galaxy M17 5G વધુ યોગ્ય વિકલ્પ બની શકે છે . લાંબા બેટરી  બેકઅપને પ્રાયોરિટી  આપતા યુઝર્સ માટે Oppo A6c આકર્ષક પસંદગી છે . જયારે નવા Android વર્ઝન અને સંતુલિત ફીચર્સ ઈચ્છતા ગ્રાહકો માટે Moto G37 એક મજબૂત  વિકલ્પ સાબિત થઈ શકે છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo V70, V70 Elite અને V70 FE થયા મોંઘા , ભારતમાં વધ્યા સ્માર્ટફોનના ભાવ
  2. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  3. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  4. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  5. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  6. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  7. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  8. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  9. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  10. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »