Moto G86 Power 3૦ જુલાઈએ ભારતમાં લોન્ચ કરાશે

Moto G86 Powerમાં 6.7 ઇંચ એમોલેડ સ્ક્રીન 7i ગોરિલ્લા ગ્લાસ આપવામાં આવ્યો છે. 6,720mAh બેટરી સાથે આવતો આ ફોન 33Wથી ચાર્જ કરી શકાશે.

Moto G86 Power 3૦ જુલાઈએ ભારતમાં લોન્ચ કરાશે

Photo Credit: Motorola

મોટો G86 પાવર ત્રણ રંગમાં આવશે જેમાં ગોલ્ડન સાયપ્રસનો સમાવેશ થાય છે (ચિત્રમાં)

હાઇલાઇટ્સ
  • Moto G86 Power ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7400નું પ્રોસેસર
  • રીફ્રેશ રેટ 120Hz તેમજ બ્રાઇટનેસ 4,500 નિટ્સ સુધીની
  • Moto G86 Power 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરાથી સજ્જ
જાહેરાત

મોટોરોલા કંપની દ્વારા તેનો નવો સ્માર્ટફોન Moto G86 Power ૩૦ જુલાઈએ ભારતમાં લોન્ચ કરાશે. બુધવારે કંપનીએ તેના લોન્ચ, ફીચર્સ તેમજ તેની કિંમત વિશે માહિતી જાહેર કરી હતી. આ પ્રમાણે આ ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7400 ચિપસેટ આપવામાં આવી છે અને તે Android 15 પર ચાલશે. ફોનમાં ત્રણ કલર કોસ્મિક સ્કાય, ગોલ્ડન સાયપ્રસ અને સ્પેલબાઉન્ડ મળી શકશે. Moto G86 Power 6.7 ઇંચના એમોલેડ સ્ક્રીન 7i ગોરિલ્લા ગ્લાસ આપવામાં આવ્યો છે. 6,720mAh બેટરી સાથે આવતો આ ફોન 33Wથી ચાર્જ કરી શકાશે. આ માટે USB C પોર્ટ આપવામાં આવ્યો છે. 256GBનું ઇનબિલ્ટ સ્ટોરેજ આ ફોનમાં મળશે. ફોન કંપનીની વેબસાઈટ ઉપરાંત ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે.

Moto G86 Powerના સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

Moto G86 Powerના ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7400નું પ્રોસેસર અપાયું છે અને સાથે 8GB LPDDR4x RAM આપવામાં આવી હોવાનું કંપનીની વેબસાઈટમાં જણાવ્યું છે. Moto G86 Power 6.7 ઇંચની સ્ક્રીન સાથે આવશે અને તેનો રીફ્રેશ રેટ 120Hz તેમજ બ્રાઇટનેસ 4,500 નિટ્સ સુધીની મળશે. 128GB અને 256GB સ્ટોરેજના વિકલ્પ ફોનમાં આપવામાં આવ્યા છે. ઉપરાંત MicroSD કાર્ડનો ઉપયોગ કરી તેમાં 1TB સુધીનું સ્ટોરેજ કરી શકશે. ફોન 8.7 mm જાડાઈ અને 195 ગ્રામ વજન ધરાવે છે. ફોન ત્રણ કલર કોસ્મિક સ્કાય, ગોલ્ડન સાયપ્રસ અને સ્પેલબાઉન્ડમાં મળી શકશે.

ફોનના કેમેરા જોઈએ તો, Sony LYT-600 સેન્સર સાથે 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, મેક્રો મોડ તેમજ ફ્લિકર સેન્સર સાથે 8 મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ કેમેરા તેમજ 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરાથી સજ્જ છે. ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે તેને IP68+IP69 રેટિંગ પ્રાપ્ત છે અને તેની મજબૂતાઈ માટે તેને MIL-STD 810H રેટિંગ મળ્યું છે.

ફોનમાં સ્ટિરિયો સ્પીકર્સ, ફિંગરપ્રિન્ટ સ્કેનર અને બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશ ફીચર આપવામાં આવ્યા છે.

મોટોરોલાએ અગાઉ વૈશ્વિક બજારમાં તેનો ફોન લોન્ચ કાર્યો છે અને તેમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7300 ચિપસેટ આપવામાં આવી છે તેની સામે ભારતમાં તેને અપગ્રેડ કરાઈ છે અને વધારીને ડાયમેન્સિટી 7400 કરાઈ છે. અપગ્રેડ કરાયેલા પ્રોસેસરને કારણે ભારતીય ફોનની કામગીરી અન્ય સ્થળોએ લોન્ચ કરાયેલા ફોનની સરખામણીએ સારી રહેશે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »