આ ફોનના રિયરમાં ટ્રિપલ કેમેરા સિસ્ટમ દેખાય છે
ફોનમાં 200 મેગાપિક્સલનો રિયર કેમેરાની સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ જોવા મળશે
મોટોરોલા ટૂંક સમયમાં તેનો નવો સ્માર્ટફોન Motorola Edge 70 Neo લોન્ચ કરી શકે છે . તાજેતરમાં સામે આવેલી લીક અનુસાર આ ફોનના રેન્ડર્સ એટલે કે ડિઝાઈન બતાવતી ઇમેજ પણ ઓનલાઈન સામે આવી છે . આ ઈમેજો પરથી ફોનની ડિઝાઈન અને કેટલાક મહત્વના ફીચર્સ વિશે જાણકારી મળી આવી છે .
લીક થયેલા રેન્ડર્સ Mac Observer દ્રારા શેર કરવામાં આવ્યા છે . ઇમેજોમાં Motorola Edge 70 Neo ચાર કલરમાં જોવા મળે છે . જેમાં પિંક , ડાર્ક ગ્રીન , લાઈટ ગ્રીન , લાઈટ બ્લૂ કલરનો સમાવેશ થાય છે . આ ફોનને મેટ ફિનિશ પણ આપવામાં આવ્યો છે , જયારે પિંક કલરના વેરિઅન્ટમાં એક અલગ પ્રકારની ડિઝાઈન જોવા મળે છે . ડિસ્પ્લેની બંને બાજુથી કર્વ્ડ છે , જે Motorolaની Edge સિરીઝની ખાસિયત બતાવે છે .
Motorola Edge 70 Neo ચાર કલરમાં જોવા મળે છે photo credit :Observer
ફોનની પાછળ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે . કેમેરા મોડયુલ પર 200MP લખેલું જોવા મળે છે , જે દર્શાવે છે કે ફોનમાં 200 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા મળી શકે છે . જોકે , કંપની દ્રારા હજુ સુધી ફોનના સંપૂર્ણ સ્પેસિફિકેશન્સ જાહેર કરવામાં આવ્યા નથી .
Motorola Edge 70 Neoએ Edge 60 Neoનું અપગ્રેડેડ મોડેલ હશે . Edge 60 Neoમાં 6.36 ઇંચની 1.5K ફ્લેટ pOLED LTPO ડિસ્પ્લે , 3,000 nits પીક બ્રાઇટનેસ અને MediaTek Dimensity 7400 પ્રોસેસર આપવામાં આવ્યું છે . તેમાં 50 મેગાપિક્સલનો Sony મુખ્ય કેમેરા , 13 મેગાપિક્સલનો અલ્ટ્રા- વાઈડ કેમેરા અને 10 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે તેમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .
કનેક્ટિવિટી માટે તેમાં 4G , 5G , Wi-Fi , બ્લૂટૂથ , GPS અને USB Type -C પોર્ટ જેવા વિકલ્પો આપવામાં આવ્યા છે . ફોનમાં 5,000mAhની બેટરી છે , જે 68W ફાસ્ટ ચાર્જિંગ અને 15W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે . હવે આગળ આ જોવાનું રહેશે કે કંપની Motorola Edge 70 Neoમાં બીજા ક્યા ફીચર્સ કે અપગ્રેડ આપશે .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Motorola Qira AI Assistant Set to Reach More Devices With Android 17 Update