50MP કેમેરા અને 16GB RAM સાથે આવશે Motorola Edge 70 Pro+

Motorola Edge 70 Pro+ ત્રણ પેન્ટોન - ક્યુરેટેડ કલર વિકલ્પોમાં ખરીદી માટે ઉપલબ્ધ બનશે

50MP કેમેરા અને 16GB RAM સાથે આવશે Motorola Edge 70 Pro+

Photo Credit: Flipkart/ Motorola

Motorola Edge 70 Pro+ માં હોલ - પંચ ડિસ્પ્લે કટઆઉટ હશે .

હાઇલાઇટ્સ
  • Motorola Edge 70 Pro+ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ
  • ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ
  • સ્માર્ટફોનમાં ચોરસ આકારનો કેમેરા મોડયુલ અને ફ્લેટ રિયર પેનલ
જાહેરાત

તાજેતરમાં ટેક કંપનીએ આ વાતની પુષ્ટિ કરી છે કે Motorola Edge 70 Pro+ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવાનો છે . આ સ્માર્ટફોન Edge 70 સિરીઝના ચોથા મોડેલ તરીકે રજૂ થશે , જેમાં પહેલેથી જ  Edge 70,  Edge 70 Pro અને  Edge 70 Fusion સામેલ છે . ફોન માટે બનાવવામાં આવેલી માઈક્રોસાઇટ હવે નવા અપડેટ  સાથે લાઈવ થઈ છે , જેમાં તેના કલર વિકલ્પો અને કેમેરા સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી છે . આ ફોનની ખાસ વાત એ છે કે ફોનના ટ્રિપલ રિયર કેમેરમાંથી એક  81mm ફોકલ લંબાઈ સપોર્ટ કરશે .
 

Motorola Edge 70 Pro ફીચર :

  Motorola Edge 70 Pro+ ની માઈક્રોસાઇટ અનુસાર , ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે . તેમાં Sony LYT - 710 સેન્સર સાથેનો 50- મેગાપિક્સલનો  પ્રાઈમરી કેમેરા આપવામાં આવશે , જે 3.5 ડિગ્રી ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઈઝેશન (OIS ) સપોર્ટ કરશે . કંપનીનો દાવો છે કે સ્માર્ટફોન  50x  ડિજિટલ ઝૂમ ઓફર કરશે , જેને " Super Zoom  Pro " ફીચર વધુ સક્ષમ બનાવશે .

કંપનીએ ફોનના ત્રણ Pantone ક્યુરેટેડ કલર વિકલ્પોના નામ પણ જાહેર કર્યા છે .  Motorola Edge 70 Pro+ Pantone Chicory Coffee, Pantone Stormy Sea અને Pantone Zinfandel  કલરમાં ઉપલબ્ધ થશે . આ કલરો સાથે અલગ - અલગ ટેક્સ્ચર ફિનિશ આપવામાં આવશે , જેમાં વૂડ - સ્ટાઈલ , ટવીલ - પ્રેરિત  અને સેટિન - લક્સ ફિનિશનો સમાવેશ થાય છે .  ડિઝાઈનની વાત કરીએ તો ફોનનો લુક મોટાભાગે Edge 70 Pro જેવો જ રહેશે .

સ્માર્ટફોનમાં ચોરસ આકારનો કેમેરા મોડયુલ અને ફ્લેટ રિયર પેનલ આપવામાં આવશે . આગળની બાજુએ કવ્ડ ડિસ્પ્લે સાથે સેન્ટર - પંચ - હોલ કટઆઉટ જોવા મળશે . ફોનની જમણી બાજુએ પાવર અને વોલ્યુમ બટન રહેશે , જયારે ડાબી બાજુએ એક વધારાનું બટન આપવામાં આવશે . પાછળની પેનલના વચ્ચે  Motorola બ્રાન્ડિંગ પણ જોવા મળશે .

અહેવાલો મુજબ  Motorola Edge 70 Pro+ માં Edge 70 Proની સરખામણીએ કેટલાક મોટા અપગ્રેડસ મળશે . તેમાં ટેલિફોટો કેમેરા , વાયરલેસ  ચાર્જિંગ  સપોર્ટ અને 16GB સુધીની RAM જેવી સુવિધાઓનો સમાવેશ થઈ શકે છે . કંપનીએ પહેલેથી જ આ વાતની પુષ્ટિ કરી છે કે સ્માર્ટફોન ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે અને તેનું વેચાણ Flipkart  મારફતે કરવામાં આવશે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
  2. Wi-Fi રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી શું ખરેખર ફાયદો થાય છે ?
  3. Realme 16T 5G ખરીદવાની સારી તક , 8,000mAh બેટરીવાળો ફોન હવે સસ્તો
  4. Motorola Edge 60 Pro ખરીદવાની તક , 50MP કેમેરા અને 6000mAh બેટરી સાથે મળી રહી છે ખાસ ડીલ
  5. WhatsApp નું યુઝરનેમ ફીચર પસંદગીના યુઝર્સ માટે શરૂ , પ્રાઇવસી થશે વધુ મજબૂત
  6. વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી
  7. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
  8. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  9. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  10. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »