Motorola Edge 70 Pro + ભારતમાં લોન્ચ માટે તૈયાર , મળશે 50MP પેરિસ્કોપ કેમેરા

Motorola Edge 70 Pro + ત્રણ પેન્ટોન - ક્યુરેટેડ કલર વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવશે

Motorola Edge 70 Pro + ભારતમાં લોન્ચ માટે તૈયાર , મળશે 50MP પેરિસ્કોપ કેમેરા

Photo Credit: Flipkart/ Motorola

Motorola Edge 70 Pro + માં હોલ પંચ ડિસ્પ્લે કટઆઉટ હશે

હાઇલાઇટ્સ
  • Motorola Edge 70 Pro + ભારતમાં 4 જૂને લોન્ચ થશે
  • તેમાં 50 મેગાપિક્સલનો મુખ્ય Sony LYT - 710 સેન્સર હશે
  • Motorola Edge 70 Pro + 16GB RAM વેરિઅન્ટ અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથ
જાહેરાત

મોટોરોલાએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેનું આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન Motorola Edge 70 Pro + ભારતમાં 4 જૂને લોન્ચ થશે . આ સ્માર્ટફોન કંપનીની  Edge 70 સિરીઝમાં ચોથા મોડેલ તરીકે જોડાશે , જેમાં પહેલેથી જ Motorola Edge 70 , Edge 70 Fusion અને Edge 70  Pro ઉપલબ્ધ છે . લોન્ચ પહેલા કંપનીએ હેન્ડસેટના કેટલાક મુખ્ય ફીચર્સ અને ડિઝાઈન વિગતો પણ જાહેર કરી છે . Motorola Edge 70 Pro +  માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે . તેમાં 50 મેગાપિક્સલનો મુખ્ય Sony LYT - 710 સેન્સર હશે , જે 3.5 ડિગ્રી ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઈઝેશન  ( OIS ) સપોર્ટ સાથે આવશે .

Motorola Edge 70 Pro +  લોન્ચ :

Motorola Edge 70 Pro + માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે . તેમાં 50 મેગાપિક્સલનો મુખ્ય Sony LYT - 710 સેન્સર હશે , જે 3.5 ડિગ્રી ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઈઝેશન  ( OIS ) સપોર્ટ સાથે આવશે . સાથે જ ફોનમાં 50 મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા પણ મળશે , જે " AI Super Zoom Pro " ટેક્નોલોજી સાથે 50x ડિજિટલ ઝૂમ ક્ષમતા આપશે . કંપનીનો દાવો છે કે આ કેમેરા સિસ્ટમ ફોટોગ્રાફી અનુભવને વધુ પ્રીમિયમ બનાવશે .

આગામી હેડસેટ ભારતમાં Pantone ક્યુરેટેડ ત્રણ કલર ઓપ્શનમાં રજૂ થશે . તેમાં Pantone Chicory Coffee , Pantone  Stormy  Sea અને Pantone  Zinfandel  કલર સામેલ છે . દરેક કલર સાથે અલગ અલગ પ્રકારની ફિનિશ આપવામાં આવશે , જેમ કે sculpted wood finish , twill - inspired texture અને satin - lixe finish .

ડિઝાઈનની વાત કરીએ તો , ફોનમાં કર્વ્ડ ડિસ્પ્લે અને સેન્ટર્ડ હોલ પંચ કટઆઉટ જોવા મળશે . પાછળની બાજુએ સ્કવેર  - શેપ કેમેરા મોડયુલ અને  વચ્ચે Motorola બ્રાન્ડિંગ આપવામાં આવશે .

રિપોર્ટ્સ અનુસાર , Motorola Edge 70 Pro + 16GB RAM વેરિઅન્ટ અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે પણ આવી શકે છે . સ્માર્ટફોન Flipkart , Motorola  India ની ઓફિશિયલ વેબસાઈટ અને ઓફલાઈન સ્ટોર્સ મારફતે વેચાણ માટે ઉપલબ્ધ થશે .

ડિઝાઈન અને કેમેરા અપગ્રેડને ધ્યાનમાં લેતા Motorola Edge 70 Pro + કંપનીના અત્યાર સુધીના સૌથી પ્રીમિયમ Edge સ્માર્ટફોન્સમાંથી એક બની શકે છે . ખાસ કરીને AI આધારિત કેમેરા ફીચર્સ અને સ્ટાઈલિશ ડિઝાઈન યુઝર્સને આકર્ષે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Xiaomiએ Mijia Wireless Floor Cleaner 5C રજૂ કર્યો , 45 મિનિટની ક્લીનિંગ અને હોટ એર ડ્રાયિંગની સુવિધા
  2. આ અઠવાડિયે OTT પર રિલીઝ થયેલી નવી ફિલ્મો અને વેબ સિરીઝ
  3. Samsung Galaxy F70 Proએ Snapdragon 6 Gen 3, 8GB RAM સાથે જોવા મળ્યો Geekbench પર
  4. ક્યારે અને ક્યાં ફીચર્સ સાથે લોન્ચ થશે Lava Virat V1 5G અને Virat V1? બધું અહીં જાણો
  5. હવેથી નહીં રદ કરી શકે કેબ ડ્રાઈવરો એરપોર્ટ અને હોસ્પિટલની રાઈડ : મહારાષ્ટ્રમાં નવા નિયમો
  6. ડયુઅલ રિયર કેમેરા અને બે કલર વિકલ્પો સાથે 31 જુલાઈએ ભારતમાં લોન્ચ થશે OnePlus N6x
  7. Moto Pad 70 ની લોન્ચ તારીખ જાહેર , Dimensity 6400 ચિપસેટ અને Moto Pen સાથે આવશે
  8. Honda QC3 આવ્યું નવા અવતારમાં 3kWh બેટરી અને TFT ડિસ્પ્લે સાથે કરશે એન્ટ્રી
  9. Vivo S2 ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે , જાણો સંભવિત કિંમત અને ફીચર્સ
  10. જેક ડોર્સીના Bitchat એપ સામે કાર્યવાહી , GitHubને રિપોઝિટરી દૂર કરવા સરકારની સૂચના
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »