મોટોરોલા એજ 70 પ્રો + ખરીદી માટે ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ રહેશે
Photo Credit: Flipkart/ Motorola
મોટોરોલા એજ 70 પ્રો + એ હોલ - પંચ ડિસ્પ્લે કટઆઉટને સપોર્ટ કરે છે
ગયા મહિને ભારતમાં મોટોરોલા એજ 70 પ્રો લોન્ચ કરવામાં આવ્યો હતો , જે કંપનીની એજ 70 સિરીઝનું ત્રીજું મોડેલ હતું . હવે આ લાઈનઅપમાં વધુ એક નવા સ્માર્ટફોનનો ઉમેરો થવા જઈ રહ્યો છે . મોટોરોલાએ ભારતમાં મોટોરોલા એજ 70 પ્રો + ના લોન્ચને ટીઝ કરવાનું શરૂ કર્યું છે . સાથે જ , ઈ - કોમર્સ પર ફોન માટેની માઈક્રોસાઇટ પણ લાઈવ થઈ ગઈ છે , જેમાં તેની ડિઝાઈન અને કલર ઓપ્શન માટેની માહિતી સામે આવી છે . કંપની આ ફોનને ત્રણ અલગ - અલગ ફિનિશ સાથેના કલર વિકલ્પોમાં રજૂ કરશે . ડિઝાઈનની વાત કરીએ તો , આ હેન્ડસેટ મોટોરોલા એજ 70 પ્રો જેવી જ સ્ટાઈલ ધરાવે છે .
મોટોરોલા એજ 70 પ્રો + ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે . ફોન માટે બનાવવામાં આવેલી માઈક્રોસાઇટ પરથી આ વાતની પુષ્ટિ થાય છે કે આ સ્માર્ટફોન એજ 70 સિરીઝનું ચોથું મોડેલ હશે . ભલે સાઈટ પર ફોનનું નામ સીધું દર્શાવવામાં આવ્યું નથી , પરંતુ URL માં તેનું નામ જોવા મળે છે .
માઈક્રોસાઇટ અનુસાર , મોટોરોલા એજ 70 પ્રો + ભારતમાં ફ્લિપકાર્ટ મારફતે ખરીદી માટે ઉપલબ્ધ થશે . આ સ્માર્ટફોન બ્રાઉન, રેડ અને ટીલ કલર વિકલ્પોમાં આવશે . બ્રાઉન મોડેલમાં સ્ક્લ્પટેડ વુડ ફિનિશ , રેડમાં સાટિન - લક્સ ફિનિશ અને ટીલમાં ટવીલ - પ્રેરિત ફિનિશ આપવામાં આવશે .
ડિઝાઈન દ્રષ્ટિએ , ફોનમાં ચોરસ આકારનું રિયર કેમેરા મોડયુલ જોવા મળશે , જેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને LED ફ્લેશ હશે . ટીઝર દ્રારા એ વાતની પણ ખાતરી થાય છે કે આ હેન્ડસેટમાં 81mm ફોકલ લેન્થ અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS ) સાથે Sony LYT સેન્સર આપવામાં આવશે .
ફોનની જમણી બાજુએ પાવર બટન અને તેની ઉપર વોલ્યુમ કંટ્રોલ બટન્સ આપવામાં આવશે . સાથે જ તેમાં મેટલ ફ્રેમ પણ હોઈ શકે છે . આગળની બાજુએ હોલ - પંચ ડિસ્પ્લે કટઆઉટ આપવામાં આવ્યું છે , જેમાં સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે ફ્રન્ટ કેમેરા હશે . તાજેતરના એક અહેવાલ મુજબ , મોટોરોલા એજ 70 પ્રો + માં પ્રો મોડેલની સરખામણીએ ત્રણ મોટા અપગ્રેડ જોવા મળી શકે છે . તેમાં ટેલિફોટો કેમેરા , વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ અને 16GB RAM જેવી સુવિધાઓ આપવામાં આવી શકે છે . મોટોરોલા એજ 70 પ્રો ભારતમાં 22 એપ્રિલે 41,999 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો . તેના ટોપ વેરિઅન્ટમાં 12GB RAM અને 256GB સ્ટોરેજ આપવામાં આવ્યું હતું .
મોટોરોલા એજ 70 પ્રોમાં ઓક્ટા - કોર Media Tek Dimensity 8500 એકસ્ટ્રીમ ચિપસેટ આપવામાં આવ્યો છે . આ સ્માર્ટફોનમાં 6,500mAh બેટરી છે , જે 90W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ અને 5W રિવર્સ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે . આ ફોનમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા , 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ લેન્સ અને ત્રીજો રિયર કેમેરા આપવામાં આવ્યો છે .
જાહેરાત
જાહેરાત