આ ફોનમાં 50મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 7000mAhની બેટરી આપવામાં આવી છે
Motorola કંપનીનો સૌથી પોપ્યુલર ફોન G37 Power 5G જે મિડ-રેન્જમાં વધારે ફીચર્સ આપતો ફોન છે .
Motorola કંપનીનો સૌથી પોપ્યુલર ફોન G37 Power 5G જે મિડ-રેન્જમાં વધારે ફીચર્સ આપતો ફોન છે . આ ફોનમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 7,000mAhની બેટરી આપવામાં આવી છે . આની સાથે જ 30W ટર્બો પાવરની ફાસ્ટ ચાર્જિંગ પણ આપવામાં આવી છે . હાલમાં કંપનીનો આ ફોન ભારે ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે . આ ફોન પર 45%થી વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે .Flipkartએ આ ફોનને અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે લિસ્ટ કર્યો છે . ચાલો જાણીએ આ ફોનના ફીચર્સ અને ઓફર ડિટેલ્સ વિશે .
Motorola G37 Power 5Gને અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે ખરીદી શકાય છે . ફ્લિપકાર્ટે આ ફોનને 47% ડિસ્કાઉન્ટના સાથે લિસ્ટ કર્યો છે . ફોન તેની MRP કરતાં 11,500 રૂપિયા ઓછું મળી રહ્યો છે જયારે હજી આમાં બેંક ઓફર સામેલ કરવાની બાકી છે .
Motorola G37 Power 5Gને પસંદગીના બેંકના ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 750 રૂપિયા વધારાના બચાવી શકો છો . જેના પછી ફોનની અસરકારક કિંમત 14,249 રૂપિયા સુધી થઈ જશે . એટલે કે આ ફોન પર 12,200 રૂપિયા સુધીનો ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે . ફોનમાં કંપનીએ જોરદાર ફીચર્સ આપ્યા છે . બજેટ સેગમેન્ટમાં આવતા આ ફોનમાં સૌથી મોટી બેટરી આવે છે .
Motorola G37 Power 5Gમાં 6.7 ઇંચ HD+ LCD ડિસ્પ્લે છે , જેમાં 120Hz રિફ્રેશ રેટ અને 1050 nits સુધીની બ્રાઇટનેસ આપવામાં આવી છે . આ ડિસ્પ્લે Corning Gorilla Glass 7i પ્રોટેક્શનના સાથે આવે છે . કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં 50MPનો પ્રાઈમરી કેમેરા અને 2 ઈન 1 લાઈટ સેન્સર આપવામાં આવ્યું છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 8MPનો ફ્રન્ટ કેમેરા મળે છે .
સુરક્ષા માટે આ ફોનમાં IP64 રેટિંગ આપવામાં આવ્યો છે જે ધૂળ અને પાણીના છાંટાથી બચાવ કરે છે . સાથે જ MIL - STD 810H સર્ટિફિકેશન પણ આપવામાં આવ્યું છે . આ ફોનમાં 7,000mAhની મોટી બેટરી મળે છે જે 30W ટર્બો ચાર્જિંગ અને 6W રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે .
જાહેરાત
જાહેરાત
Tom Clancy's Ghost Recon: Future Soldier Is Free to Claim on Ubisoft Store for a Week
Amazon Great Freedom Sale 2026: Best Deals on Refrigerators from Haier, LG, Samsung and More Brands
Samsung Galaxy S26 FE Design Revealed in Fresh Leak Ahead of Launch