Photo Credit: Motorola
મોટોરોલા રેઝર 60 માં મીડિયાટેક ડાયમેન્સિટી 7400X ચિપસેટ છે
સોશિયલ મીડિયા પર કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે Motorola ભારતમાં 28 મે ના રોજ બપોરે 12 વાગ્યા સુધીમાં Motorola Razr 60 લોન્ચ કરશે એ સાથે તે જણાવે છે કે ફ્લિપકાર્ટ પર આ ફોન મળી રહેશે જેમાં ફ્લિપકાર્ટ 530 માઇક્રોસાઈટ તેમજ ભારતમાં મોટોરોલાની વેબસાઇટ લોન્ચ થઈ તે પહેલાં કમ્પની દ્વારા અમુક સ્પષ્ટીકરણ કરવામાં આવ્યા છે જેમાં તે જણાવે છે કે ફોનના કલર વિશે જાણીએ તો તે પેન્ટોન જિબ્રાલ્ટર સી, સ્પ્રિંગ બડ અને લાઇટેસ્ટ સ્કાય જેવા કલર વિકલ્પોમાં મળી રહેશે એ સાથે તેમાં સ્ટોરેજ કેપેસિટી સિંગલ જોવા મળશે જે 8GB RAM + 256GB સુધીની હશે.જ્યારે Motorola Razr 60 નું ગ્લોબલ વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યું તેનો કલર જોવા જઈએ તો તે પરફેટ પિંક કલરના જોવા મળ્યું હતું જેમાં 16 GB સુધીની તેમ તેમજ 512GB સુધીનું સ્ટોરેજ કેપેસીટી આપવામાં આવી હતી.
Motorola Razr 60 ની કીંમત જોવા જઈએ તો તે ભારતમાં જાહેર કરવામાં આવેલ નથી પરંતુ યુ એસ માં તેની અંદાજિત કિંમત $699 છે જેના પરથી ભારતીય કિંમત 60,000 સુધીની ધારણા કરી શકાય.
Motorola Razr 60 જે એન્ડ્રોઈડ 15 પર ચાલશે એ તેને મુખ્ય ત્રણ ઓ એસ અપડેટ્સ તેમજ ચાર વર્ષ સુધી સુરક્ષા મળી રહેશે તેની અપડેટ્સ અંગેની માહિતી કંપની દ્વારા અપાઇ છે.
Motorola Razr 60 ની સક્રીનની વાત કરીએ તો તેમાં,6.96-ઇંચ ફુલ HD+ જે 1,080 x 2,640 પિક્સેલ્સ સાથે મળી રહેશે. પોલેડ LTPO મુખ્ય ડિસ્પ્લે જોવા જઈએ તો તે 3.63-ઇંચ એટલે કે 1,056 x 1,066 પિક્સેલ્સ સાથે જોવા મળશે જે પોલેડ કવર ડિસ્પ્લે આપેલ છે.
ફોનના અન્ય ફિચર્સ જોવા જઈએ તો તેમાં ડ્યુઅલ આઉટવર્ડ - ફેસીંગ કેમેરા યુનિટ મળશે જેમાં 50-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા અને 13-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ શૂટર સાથે આવશે એ સાથે સેલ્ફી સૂટર 32-મેગાપિક્સલનો આવશે જે IP48-રેટેડ છે તેમાં 30W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે અને એ સાથે 15W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળી રહેશે અને બેટરી જોવા જાઈએ તો તે 4,500mAh ની ક્ષમતા ધરાવતી બેટરી પણ મળી રહેશે.
સ્ક્રીનનાં પ્રોટેક્શન માટે બાહ્ય સ્ક્રીન પર કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ કોટિંગ જોવા મળશે. તેમાં હૂડ હેઠળ મીડિયાટેક ડાયમેન્સિટી સાથે 7400X ચિપસેટ જોવા મળશે અને સ્ટોરેજ જોવા જઈએ તો તેમાં 8GB સુધીની રેમ અને 256GB સુધીનો ઓનબોર્ડ સ્ટોરેજ મળશે.
જાહેરાત
જાહેરાત