Nothing Phone 3a Lite માં ટૂંક સમયમાં રૂપિયા 3000 સુધીનો ભાવ વધારો શક્ય

Nothing Phone 3a Lite નવેમ્બરમાં રૂપિયા 20,999 ની કિંમતે લોન્ચ થયો હતો

Nothing Phone 3a Lite માં ટૂંક સમયમાં રૂપિયા 3000 સુધીનો ભાવ વધારો શક્ય

Photo Credit: Gadget 360

Nothing Phone 3a Lite માં Media Tek Dimensity 7300 Pro ચિપસેટ છે

હાઇલાઇટ્સ
  • કંપની સોમવારથી Phone 3a Liteની કિંમતમાં રૂપિયા 3,000 વધારો કરી શકે
  • Nothing Phone 3a Lite માં 6.77 ઇંચની ફૂલ HD +AMOLED ડિસ્પ્લે
  • ભાવવધારા પાછળનું મુખ્ય કારણ મેમરી ચિપ્સના વધતા ખર્ચને ગણવામાં આવી રહ્યું
જાહેરાત

ગયા વર્ષે નવેમ્બરમાં ભારતમાં Nothing Phone 3a Lite લોન્ચ કરવામાં આવ્યો હતો , જેમાં Media Tek Dimensity 7300 Pro ચિપસેટ આપવામાં આવ્યો  હતો . આ સ્માર્ટફોન બે RAM અને સ્ટોરેજ વિકલ્પોમાં આવ્યો હતો અને તેની શરૂઆતની કિંમત રૂપિયા 20,999 હતી પણ  હવે નવી લીક મુજબ , દેશમાં આ હેન્સેટની કિંમતમાં વધારો થવાની શક્યતા છે . આ વધારાનું મુખ્ય કારણ મેમરી ચિપ્સની વધતી કિંમત માનવામાં આવી રહી છે . ફોનમાં Glyph લાઈટ  ડિઝાઈન અને 33W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી આપવામાં આવી છે .

Nothing Phone 3a Lite કિંમતના વધારો :
ટીપસ્ટર સંજુ ચૌધરી અનુસાર , Nothing કંપની સોમવારથી  Phone 3a Liteની કિંમતમાં રૂપિયા 3,000 વધારો કરી શકે છે . 8GB RAM + 128GB સ્ટોરેજ મોડેલની કિંમત હવે રૂપિયા 24,999 સુધી જઈ શકે છે , જયારે 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 26,999 સુધી પહોંચી શકે છે .

લોન્ચ સમયે આ ફોનનો બેઝ વેરિઅન્ટ રૂપિયા 20,999 અને 256GB વેરિઅન્ટ રૂપિયા 22,999માં ઉપલબ્ધ હતો . હાલમાં Flipkart પર 128GB મોડેલ માટે રૂપિયા 21,999 અને 256GB મોડેલ માટે રૂપિયા 23,999 માં ઉપલબ્ધ છે .

આ ભાવવધારા પાછળનું મુખ્ય કારણ મેમરી ચિપ્સના વધતા ખર્ચને ગણવામાં આવી રહ્યું છે . ટીપસ્ટરે એક સ્ક્રેઇનશોટ પણ શેર કર્યો છે , જેના મુજબ હાલની કિંમત માત્ર ઉપલબ્ધ સ્ટોક સુધી જ માન્ય રહેશે . નવા સ્ટોક સાથે વધારેલી કિંમત લાગુ પડશે .

સ્પેસિફિકેશન્સ :
Nothing Phone 3a Lite માં 6.77 ઇંચની ફૂલ HD +AMOLED ડિસ્પ્લે છે , જે 120Hz રિફ્રેશ રેટ અને 3000 nits પીક બ્રાઇટનેસ સપોર્ટ આપે છે . આ ફોનમાં  Media Tek Dimensity 7300 Pro પ્રોસેસર આપવામાં આવ્યો છે .

ફોટોગ્રાફી માટે આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે 50MP નો પ્રાઈમરી કેમેરા , 8MP નો અલ્ટ્રા વાઈડ લેન્સ અને એક ત્રીજો સેન્સર સામેલ છે .  વિડીયો કોલ અને સેલ્ફી માટે આ ફોનમાં 16MP નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .

આ ફોનને IP54 નું રેટિંગ મળ્યું છે જે તેને ધૂળ અને પાણીના છાંટાથી સુરક્ષા આપે છે . આ ઉપરાંત તેમાં 5,000mAh બેટરી સાથે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે  .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppoના નવા વેરેબલ્સ આવ્યા બજારમાં : Enco Clip 2 અને Watch X3 Mini સાથે ફિટનેસ અને કમ્ફર્ટનો મિશ્રણ
  2. Redmi K90 Max માં Dimensity 9500 ચિપ , 100W ફાસ્ટ ચાર્જિંગ અને પ્રીમિયમ ફીચર્સ
  3. Vivo ના અનેક મોડેલમાં ભાવ વધારો , સ્માર્ટફોન બજારમાં વધતી કિંમતનો ટ્રેન્ડ
  4. Oppo Find X9s Pro આવ્યો માર્કેટમાં , પ્રીમિયમ ફીચર્સ અને મોટી બેટરી સાથે
  5. એક ક્લિકમાં બલ્ક અનસબ્સ્ક્રાઇબ : Gmail નું નવું ફિચે ઇનબોક્સ કરશે ક્લીન
  6. ગ્રામીણ વિસ્તારો માટે BSNL ની ખાસ ઓફર , સસ્તામાં ફાઈબર ઈન્ટરનેટ અને અનલિમિટેડ કોલિંગ
  7. બૂસ્ટર સફળતાપૂર્વક ઉતર્યો છતાં ઉપલા તબક્કાની ખામીથી સેટેલાઇટ ભ્રમણકક્ષામાં પહોંચી ન શક્યું
  8. હવે રીલ્સ સેવ કરવી થઈ ગઈ સરળ : તમારા ફોનમાં ડાઉનલોડ કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત
  9. Appleમાં મોટો બદલાવ : Tim Cook બાદ John Ternus સંભાળશે કમાન
  10. Motorola Razr 2026 અને Motorola Razr + 2026 સાથે નવી ફોલ્ડેબલ લાઇનઅપ ટૂંક સમયમાં લોન્ચ થવાની શક્યતા
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »