Nothing Phone (4a)ની કિંમતમાં થઈ શકે છે રૂપિયા 3,000નો વધારો , ખરીદી પહેલા જાણો નવી કિંમત

ટિપસ્ટરના જણાવ્યા અનુસાર , Nothing Phone (4a)ના ત્રણેય વેરિઅન્ટસની કિંમતમાં 3,000નો વધારો થઈ શકે છે .

Nothing Phone (4a)ની કિંમતમાં થઈ શકે છે રૂપિયા 3,000નો વધારો , ખરીદી પહેલા જાણો નવી કિંમત

Photo Credit: Gadgets 360

Nothing Phone (4a) ના ત્રણેય કલર વેરિઅન્ટસ

હાઇલાઇટ્સ
  • 1 ઓગસ્ટથી Nothing Phone (4a)ની કિંમતોમાં વધારો થઈ શકે
  • 120Hz રિફ્રેશ રેટ અને 4,500 nits સુધીની પીક બ્રાઇટનેસ
  • Nothing Phone (4a) માં 6.78 ઇંચની AMOLED ડિસ્પ્લે
જાહેરાત

ભારતમાં ટૂંક સમયમાં Nothing Phone (4a) ખરીદવો મોંઘો પડી શકે છે . એક જાણીતા ટિપસ્ટરના જણાવ્યા અનુસાર , 1 ઓગસ્ટથી આ સ્માર્ટફોનના તમામ વેરિઅન્ટની કિંમતમાં વધારો થઈ શકે છે . Notingએ આ ફોનને માર્ચ મહિનામાં Phone (4a) Pro સાથે લોન્ચ કર્યો હતો . તેમાં Snapdragon 7 સિરીઝની ચિપ , નવી Glyph Bar લાઈટિંગ સિસ્ટમ અને 5,400mAhની મોટી બેટરી આપવામાં આવી છે .

X પર ટિપસ્ટર યોગેશ બ્રારે દાવો કર્યો છે કે 1 ઓગસ્ટથી Nothing Phone (4a)ની કિંમતોમાં વધારો થઈ શકે છે . તેમના જણાવ્યા પ્રમાણે , 8GB RAM + 128GB  સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 42,999 થઈ શકે છે . જયારે 8GB + 256GB વેરિઅન્ટ રૂપિયા 46,999 અને 12GB + 256GB વેરિઅન્ટ રૂપિયા 49,999માં મળી શકે છે . જો આ માહિતી સાચી સાબિત થાય , તો ત્રણેય વેરિઅન્ટની કિંમતમાં રૂપિયા રૂપિયા 3,000નો વધારો થશે . તેથી જે ગ્રાહકો આ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો 1 ઓગસ્ટ પહેલા ખરીદી કરીને વધારાની કિંમતથી બચી શકે છે .

ભારતમાં Nothing Phone (4a)ની લોન્ચ કિંમત 8GB + 128GB માટે 31,999 હતી .જયારે 8GB + 256GB વેરિઅન્ટ માટેની કિંમત રૂપિયા 34,999 અને 12GB + 256GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 37,999  રાખવામાં આવી હતી . હાલમાં આ ત્રણેય મોડેલ અનુક્રમે રૂપિયા 39,999, 43,999 અને 46,999માં વેચાઈ રહ્યા છે . આ ફોન બ્લેક , વ્હાઈટ , બ્લુ અને પિંક એમ ચાર કલરમાં ઉપલબ્ધ છે . જોકે કંપનીએ હજુ સુધી કિંમત વધારાને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી અને કિંમતમાં વધારો કેમ થઈ રહ્યો છે તેની પણ કોઈ માહિતી બહાર પાડી નથી .

Nothing Phone (4a) માં 6.78 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 120Hz રિફ્રેશ રેટ અને 4,500 nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . ડિસ્પ્લેને Gorilla Glass 7iનું પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે . આ સ્માર્ટફોનમાં Snapdragon 7s Gen 4 પ્રોસેસર , 12GB સુધીની RAM અને 256GB સુધીનું સ્ટોરેજ મળે છે . ફોન Android 16 આધારિત Nothing OS 4.1 પર ચાલે છે . કંપની ત્રણ વર્ષ સુધી Android અપડેટ આપવાની ખાતરી આપી છે .

ફોટોગ્રાફી માટે ફોનમાં 50MPનો મુખ્ય કેમેરા , 50MPનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા અને 8MPનો અલ્ટ્રાવાઇડ કેમેરા આપવામાં આવ્યો છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 32MPનો ફ્રન્ટ કેમેરો મળે છે . ફોનમાં 5G , Wi-Fi 6, Bluetooth 5.4, NFC , GPS અને USB Type-C જેવી કનેક્ટિવિટી સુવિધાઓ આપવામાં આવી છે . આ ઉપરાંત તેમાં 5,400mAhની બેટરી છે , જે 50W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ચિપની અછતને લઈને સેમસંગની ચેતવણી , ઇલેક્ટ્રોનિક ડિવાઇસોના ભાવ વધી શકે
  2. Nothing Phone (4a)ની કિંમતમાં થઈ શકે છે રૂપિયા 3,000નો વધારો , ખરીદી પહેલા જાણો નવી કિંમત
  3. બેભાન થઈને પડ્યા વ્યક્તિ , એપલ વોચના સ્માર્ટ ફિચરે સમયસર બોલાવી મદદ
  4. Oppo A7 Pro Maxનું પ્રી - ઓર્ડર શરૂ , 50MP સેલ્ફી કેમેરા અને મોટી બેટરી મળશે
  5. OnePlus N6માં મળશે 120Hz ડિસ્પ્લે અને AI ફીચર્સ , કિફાયતી કિંમતે થઈ શકે લોન્ચ
  6. UPI યુઝર્સની ગોપનીયતા વધશે , મોબાઈલ નંબરને બદલે યુઝરનેમ આધારિત IDને પ્રોત્સાહન
  7. Casio CRW-H001M-8માં સ્માર્ટ રિંગ અને સ્માર્ટવોચનો અનોખો મેળ , જાણો કિંમત અને ફીચર્સ
  8. WhatsAppની આ સેટિંગ બદલો , ફોનનું સ્ટોરેજ બચશે અને પ્રાઇવસી પણ રહેશે સુરક્ષિત
  9. ક્રેશ ટેસ્ટમાં ટાટા પંચ EVનો શાનદાર દેખાવ સુરક્ષામાં મેળવ્યો 5- સ્ટાર રેટિંગ
  10. HMD Pulse 2 સિરીઝની ડિઝાઈન અને સ્પેસિફિકેશન્સ આવ્યા સામે , Android 15 મળવાની શક્યતા
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »