આ ફોનમાં 5000mAh બેટરી અને 50MP ટ્રિપલ કેમેરા છે
Photo Credit: OnePlus
OnePlus ના ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 11 5G પર શાનદાર ઓફર આવી રહી છે .
OnePlusના ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 11 5G પર હાલમાં જબરદસ્ત ડિસ્કાઉન્ટ ઓફર મળી રહી છે, જે પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવા ઇચ્છતા ગ્રાહકો માટે સારો અવસર બની શકે છે . કંપનીએ આ ડિવાઈસને ફેબ્રુઆરી 2023માં લોન્ચ કર્યો હતો અને તેની સત્તાવાર કિંમત રૂપિયા 56,999 રાખવામાં આવી હતી . જોકે , હવે આ સ્માર્ટફોન Flipkart પર ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે . શક્તિશાળી Snapdragon 8 Gen 2 પ્રોસેસર , 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ , 5000mAh બેટરી અને ટ્રિપલ રિયર કેમેરા જેવા ફીચર્સ સાથે આવતો આ ફોન હજુ પણ પ્રીમિયમ સેગમેન્ટમાં મજબૂત વિકલ્પ માનવામાં આવે છે .
Flipkart પર OnePlus 11 5G ને 35 ટકા સુધીના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે . ઓફર બાદ ફોનની કિંમત રૂપિયા 38,948 થઈ જાય છે . એટલે કે ગ્રાહકોને તેની મૂળ કિંમતની સરખામણીએ લગભગ રૂપિયા 18,000નું સીધું ડિસ્કાઉન્ટ મળે છે . આ કિંમત પર ફોન ખરીદનારાઓને ફ્લેગશિપ લેવલની ઘણી સુવિધાઓનો લાભ મળી શકે છે , જે સામાન્ય રીતે વધુ કિંમતના સ્માર્ટફોન્સમાં જોવા મળે છે .
ડિસ્કાઉન્ટ ઉપરાંત પસંદગીની બેંક ઓફરનો પણ લાભ મળી શકે છે . Flipkart Axis Bank કાર્ડ દ્રારા ખરીદી કરનાર ગ્રાહકોને રૂપિયા 1,948 સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે . આ ઓફર લાગુ કર્યા પછી ફોનની અસરકારક કિંમત લગભગ રૂપિયા 37,000 સુધી પહોંચી શકે છે . આમ કુલ બચત રૂપિયા 22,000ની આસપાસ થઈ શકે છે , જે આ ડીલને વધુ આકર્ષક બનાવે છે .
OnePlus 11 5Gમાં 6.7 ઇંચની Quad HD + કર્વ્ડ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે . આ ડિસ્પ્લે 3216 x 1440 પિક્સલ રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે , જે સ્મૂથ સ્ક્રોલિંગ અને વિઝ્યુઅલ અનુભવ આપે છે . ફોનમાં Qualcomm Snapdragon 8 Gen 2 ચિપસેટ આપવામાં આવ્યો છે .
ફોટોગ્રાફી માટે ફોનમાં 50MP નો મુખ્ય કેમેરા , 48MP નો અલ્ટ્રા - વાઈડ લેન્સ અને 32MPનો ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યો છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 16MPનો ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ છે . પાવર માટે 5000mAh બેટરી આપવામાં આવી છે , જે 100W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . આ ઉપરાંત , સુરક્ષા માટે ઈન - ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે .
જાહેરાત
જાહેરાત