Oneplus 15T ના ફીચર્સ જાહેર થયા : Snapdragon 8 Elite Gen 5, Dual 50MP કેમેરા અને ફાસ્ટ ચાર્જિંગ

Oneplus 15T ચાઈના ના ઓનલાઇન સ્ટોર દ્રારા વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે

Oneplus 15T ના ફીચર્સ જાહેર થયા : Snapdragon 8 Elite Gen 5, Dual 50MP કેમેરા અને ફાસ્ટ ચાર્જિંગ

Photo Credit: OnePlus

Oneplus 15T માં 6.32 ઇંચનો ડિસ્પ્લે આપવામાં આવ્યો છે .

હાઇલાઇટ્સ
  • 25 માર્ચથી Oppo ના ચાઈના ઓનલાઇન સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ
  • Android 16 ના ColorOS પર કામ કરે
  • Qualcomm નો Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર
જાહેરાત

Oneplus એ મંગળવારે ચીનમાં તેનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન Oneplus 15T  લોન્ચ કર્યો છે . આ ફોન ત્રણ કલર અને પાંચ સ્ટોરેજ વિકલ્પોમાં ઉપલબ્ધ છે . તેમાં  7,500mAh ની મોટી બેટરી આપવામાં આવી છે , જે એક જ ચાર્જ પર લગભગ 22.8 કલાક સુધી વિડીયો જોવા માટે સપોર્ટ આપે છે. આ ફોનમાં 6.32 ઇંચનો  ડિસ્પ્લે મળે છે , જેમાં 60Hz થી 165Hz સુધી રિફ્રેશ રેટ મળે છે . આ સ્માર્ટફોન શક્તિશાળી Snapdragon 8 સિરીઝ પ્રોસેસર સાથે આવે છે . આ ફોન 25 માર્ચથી Oppo ના ચાઈના ઓનલાઇન સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ થશે . તે Healing White , Pure Cocoa અને Relaxing Matcha કલરમાં  આવે છે .

Oneplus 15T કિંમત અને ઉપલબ્ધતા :
Oneplus 15T નો બેઝ મોડેલ 12GB +256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત  CNY 4,299 (લગભગ 58,000 રૂપિયા )માં મળશે . જયારે આના બીજા વેરિઅન્ટ 12GB +512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત  CNY 4,899  (લગભગ 67,000 રૂપિયા ) , જયારે 16GB +256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત CNY 4,599 , (લગભગ 63,000 રૂપિયા ) અને 16GB +512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત CNY 5,100 (લગભગ 71,000 રૂપિયા ) . આના ટોપ સ્ટોરેજ વેરિઅન્ટ 16GB +1TB ની કિંમત  CNY 5,699 (લગભગ 78,000 રૂપિયા ) હોઈ શકે .

oneplus 15t weibo oneplus 1

Oneplus 15T સ્પેસિફિકેશન્સ :
Oneplus 15T ડયુઅલ સિમ સ્માર્ટફોન છે , જે Android 16 ના ColorOS પર કામ કરે છે . તેમાં 6.32 ઈંચનું Full-HD +AMOLED ડિસ્પ્લે છે , જે 165Hz રિફ્રેશ રેટ  અને 1,800 nits બ્રાઇટનેસ આપે છે . આ સ્ક્રીન આંખોની સુરક્ષા માટે સર્ટિફાઈડ છે અને ફોન IP66, IP68, IP69 અને IP69K રેટિંગ સાથે આવે છે . 

આ સ્માર્ટફોનમાં Qualcomm નો Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર આપવામાં આવ્યો છે , જે ખુબ જ ઝડપી પરફોર્મન્સ આપે છે . ગેમિંગ માટે ફીચર્સ પણ આપવામાં આવ્યા છે . આ ફોનમાં 16GB સુધી RAM અને 1TB સુધી સ્ટોરેજ મળે છે 

કેમેરા અને બેટરી :
આ ફોનમાં ડયુઅલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે . તેમાં 50MP નો મુખ્ય કેમેરા અને 50MP નો ટેલિફોટો લેન્સ છે , જે 3.5x ઓપ્ટિકલ ઝૂમ સપોર્ટ કરે છે . સેલ્ફી માટે 16MP નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . ફોનમાં 8K વિડીયો રેકોર્ડિંગ પણ કરે છે .આ ફોનમાં 7,500mAhની મોટી બેટરી છે , જે 100W ફાસ્ટ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે . કનેક્ટિવિટી માટે 5G, Wi-Fi 7, Bluetooth , NFC અને  USB Type-C પોર્ટ આપવામાં આવ્યા . આ ફોનનું  વજન લગભગ 194 ગ્રામ છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Samsung Galaxy F70 Proએ Snapdragon 6 Gen 3, 8GB RAM સાથે જોવા મળ્યો Geekbench પર
  2. ક્યારે અને ક્યાં ફીચર્સ સાથે લોન્ચ થશે Lava Virat V1 5G અને Virat V1? બધું અહીં જાણો
  3. હવેથી નહીં રદ કરી શકે કેબ ડ્રાઈવરો એરપોર્ટ અને હોસ્પિટલની રાઈડ : મહારાષ્ટ્રમાં નવા નિયમો
  4. ડયુઅલ રિયર કેમેરા અને બે કલર વિકલ્પો સાથે 31 જુલાઈએ ભારતમાં લોન્ચ થશે OnePlus N6x
  5. Moto Pad 70 ની લોન્ચ તારીખ જાહેર , Dimensity 6400 ચિપસેટ અને Moto Pen સાથે આવશે
  6. Honda QC3 આવ્યું નવા અવતારમાં 3kWh બેટરી અને TFT ડિસ્પ્લે સાથે કરશે એન્ટ્રી
  7. Vivo S2 ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે , જાણો સંભવિત કિંમત અને ફીચર્સ
  8. જેક ડોર્સીના Bitchat એપ સામે કાર્યવાહી , GitHubને રિપોઝિટરી દૂર કરવા સરકારની સૂચના
  9. ભારતમાં Ray - Ban Meta Smart Glasses રૂપિયા 29,900ની શરૂઆતની કિંમતે , આવ્યા ફરી ચર્ચામાં
  10. 200 મેગાપિક્સલવાળો Vivo X300 Pro મેળવો 10,000 રૂપિયા સુધીની છૂટ સાથે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »