Snapdragon 8 Elite Gen 5 અને 7,500બેટરી સાથે OnePlus 15T આજે ચીનમાં થશે લોન્ચ

હાલમાં ચીનમાં OnePlus 15T એ Oppo ઓનલાઇન સ્ટોર દ્રારા પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે .

Snapdragon 8 Elite Gen 5 અને 7,500બેટરી સાથે OnePlus 15T  આજે ચીનમાં થશે લોન્ચ

Photo Credit: OnePlus

OnePlus 15Tમાં ચોરસ આકારનું કેમેરા આપેલ છે .

હાઇલાઇટ્સ
  • Qualcommનું 3nm Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર
  • સેલ્ફી અને વિડીયો કોલ માટે તેમાં 16MP ફ્રન્ટ કેમેરા
  • કંપનીના ઓનલાઇન સ્ટોર પર પ્રી- ઓર્ડર માટે ઉપલબ્ધ
જાહેરાત

સ્માર્ટફોન નિર્માતા કંપની OnePlus એ 24 માર્ચે ચીનમાં OnePlus 15T  લોન્ચ થવાનો છે .હાલમાં આ ફોન કંપનીના ઓનલાઇન સ્ટોર પર પ્રી- ઓર્ડર  માટે ઉપલબ્ધ છે .  લોન્ચ પહેલા જ આ ફોન OnePlus 15T ચાઈના ટેલિકોમની સર્ટિફિકેશન વેબસાઈટ પર જોવા મળી છે જ્યાં તેના ડિસ્પ્લે સાઈઝ અને ફ્રન્ટ  ડિઝાઇન સહિતની વિગતો બહાર  આવી છે . આ ફોનમાં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ હશે એવી  કંપનીએ પહેલાથી જ પુષ્ટિ કરી હતી . જેમાં Oppoનું LUMO  ઇમેજિંગ એન્જિન હશે , તેમજ તેમાં ફ્લેગશિપ Snapdragon ચિપસેટ પણ આપવામાં આવશે .

OnePlus 15T  સ્પેસિફિકેશન્સ :
OnePlus 15T (મોડેલ નંબર PLZ110) માં 6.32 ઈંચનું ડિસ્પ્લે મળશે .  સેલ્ફી અને વિડીયો કોલ માટે તેમાં 16MP ફ્રન્ટ કેમેરા હશે , જે હોલ પંચમાં આવશે . આ ફોન ડયુઅલ સિમ સપોર્ટ સાથે આવશે અને  તેમાં NFC , Wi-Fi , બ્લૂટૂથ અને USB Type-C પોર્ટ જેવી કનેક્ટિવિટી સુવિધાઓ મળશે . સાથે જ તેમાં પ્રોક્સિમિટી  , ઓરિએન્ટેશન , લાઈટ , ગ્રેવિટી જેવા સેન્સર્સ પણ આપવામાં આવે છે . આ હેન્ડસેટ Android 16 પર ચાલશે . તેનો સાઈઝ 150.56X 71.82x 8.48mm  અને વજન લગભગ 194 ગ્રામ રહેશે .

OnePlus 15T ચીનમાં સાંજે 7 વાગ્યે લોન્ચ થશે . કંપનીએ આ વાતની પુષ્ટિ કરી છે કે આ ફોન હીલિંગ વ્હાઇટ ચોકલેટ , પ્યોર કોકો અને રિલેક્સિંગ મેચા કલર વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે . સ્ટોરેજ વિકલ્પોમાં 12GB +256GB , 12GB +512GB , 16GB +256GB , 16GB +512GB  અને 16GB +1TB મોડેલ્સ મળશે .

આ ફોનમાં Qualcommનું 3nm Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર મળશે , સાથે Lingxi ટચ રિસ્પોન્સ ચિપ , G2 Wi-Fi ચિપ અને નવી "Wind Chaser Gaming " કર્નલ ટેક્નોલોજી આપવામાં આવશે .પાવર માટે આ ફોનમાં 7,500mAh ગ્લેશિયર બેટરી મળશે , જે 100W SuperVOOC વાયર્ડ અને 50W વાયરલેસ  ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે .

કેમેરાની વાત કરીએ તો OnePlus 15T માં Oppoના LUMO ઇમેજિંગ સાથે ડયુઅલ રિયર કેમેરા સેટઅપ હશે , જેમાં બે 50MP સેન્સર્સ આપવામાં આવશે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 8 મેથી શરૂ એમેઝોન સેલ , બેંક ઓફર્સ સાથે મળશે મોટી બચત 
  2. Amazon Summer Sale 2026: એર કન્ડીશનર ખરીદવા માટે ગ્રાહકોને મોટી બચતની તક 
  3. 8 મેથી શરૂ થતી એમેઝોન સેલમાં iPhone , Samsung અને OnePlus પર આકર્ષક ઓફર્સ 
  4. 8 મેથી શરૂ થતી એમેઝોન સેલમાં ઈલેક્ટ્રોનિક્સ અને ટીવી પર ધમાકેદાર ડીલ્સ 
  5. પ્રાઈમ સભ્યોને વહેલી ઍક્સેસ સાથે વધારાની બચત , સ્માર્ટફોનથી લઈને હોમ એપ્લાયન્સિસ પર ધમાકેદાર ડીલ્સ 
  6. Vivo X500 Pro Max માં મલ્ટિસ્પેક્ટ્રલ સેન્સર અને 144Hz ડિસ્પ્લે મળવાની સંભાવના
  7. Xiaomi 17T Geekbench પર જોવા મળ્યો , Dimensity 8500 ચિપ અને 12GB RAMની સંભાવના
  8. 200MP કેમેરા અને 7000mAh બેટરી સાથે આવી શકે Vivo X Fold 6, Xiaomi પણ તૈયાર
  9. દૂરના તારામંડળમાંથી આવેલ 3I /ATLAS માં ભારે પાણીની અનોખી શોધ
  10. હવે અજાણ્યા કોલ્સ ઓળખવા સરળ બનશે , BSNL લાવી રહ્યું છે નવી CNAP સેવા
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »