OnePlus 16 ફોનમાં 165Hzથી વધુ રિફ્રેશ રેટ મળી શકે છે
Photo Credit: X/@yabhishekhd
OnePlus 16 ફોનમાં 165Hzથી વધુ રિફ્રેશ રેટ મળી શકે છે
OnePlusએ તેના નવા આવતા ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 16નો પહેલો ટીઝર જાહેર કરી છે . તેની સાથે કંપનીએ ફોનના લોન્ચની પણ પુષ્ટિ કરી છે . કંપનીએ ફોનના કેટલાક નવા ફીચર્સ વિશે પણ માહિતી આપી છે . OnePlus 16 ગયા વર્ષે આવેલા લોકપ્રિય OnePlus 15નું અપગ્રેડેડ વર્ઝન હશે . તેથી આ ફોન પાસેથી યુઝર્સને ઘણી અપેક્ષાઓ છે . ખાસ કરીને ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ અને ગેમિંગ પરફોર્મન્સ આ ફોનની સૌથી મોટી ખાસિયત બની શકે છે . OnePlus 16 ફોનમાં 165Hzથી વધુ રિફ્રેશ રેટ મળી શકે છે
કંપનીએ જણાવ્યું છે કે OnePlus 16 ટૂંક સમયમાં ચીનમાં લોન્ચ થશે . આ માહિતી ચીનમાં યોજાયેલા Snapdragon Gaming Technology Awards દરમિયાન આપવામાં આવી હતી . OnePlus ચીનના જનરલ મેનેજર લિયુ બાઓયુએ કંપનીની નવી ગેમિંગ ટેક્નોલોજી વિશે વાત કરી હતી . એવું માનવામાં આવે છે કે આ ટેક્નોલોજી OnePlus 16માં પણ મળશે .
અહેવાલો મુજબ, OnePlus 16માં 165Hzથી વધુ રિફ્રેશ રેટ વળી ડિસ્પ્લે મળી શકે છે , જે સ્મૂથ ગેમિંગ અને સ્ક્રોલિંગનો અનુભવ આપશે . આ ઉપરાંત ફોનમાં ખાસ " Fengchi Gaming Core " ટેક્નોલોજી પણ આપવામાં આવી શકે છે , જે ગેમિંગ પર્ફોર્મન્સને વધુ સારું બનાવશે .
ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo પર OnePlus 16નો એક પોસ્ટર પણ સામે આવ્યો છે . પોસ્ટર પરથી જાણવા મળે છે કે ફોનમાં ગોળાકાર રિયર કેમેરા મોડયુલ હશે . તેમાં બે મોટા કેમેરા સેન્સર એક વધારાનો કેમેરા અને LED ફ્લેશ આપવામાં આવી શકે છે .
ડિઝાઈનની વાત કરીએ તો OnePlus 16નો લુક મોટા ભાગે OnePlus 15 જેવો હોઈ શકે છે , પરંતુ કેમેરા મોડયુલમાં થોડા ફેરફારો જોવા મળી શકે છે . લિક્સ અનુસાર , ફોનમાં Snapdragon 8 Elite Gen 6 Pro ચિપસેટ , 6.78 ઇંચની OLED ડિસ્પ્લે , 185Hz સુધીનો રિફ્રેશ રેટ અને 9,000mAhની મોટી બેટરી મળી શકે છે .
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy S26 FE Camera Specifications Leaked Ahead of Expected Launch, May Reuse Its Predecessor's Main Rear Camera