OnePlus N6xને પણ કંપનીના બજેટ સેગમેન્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે
Photo Credit: OnePlus
OnePlus N6xને પણ કંપનીના બજેટ સેગમેન્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે
OnePlusએ તાજેતરમાં પોતાની N સિરીઝને વિસ્તારી હતી અને હવે આ સિરીઝનો વધુ એક સ્માર્ટફોન OnePlus N6x ભારતીય બજારમાં લોન્ચ કરવા તૈયાર છે . કંપનીએ પુષ્ટિ કરી છે કે આ સ્માર્ટફોન 31 જુલાઈએ ભારતમાં લોન્ચ થશે . લોન્ચ પહેલા Amazon પર તેના માટે સર્મપિત માઈક્રોસાઇટ પણ લાઈવ થઈ ગઈ છે , જેમાં ફોનના કેટલાક મુખ્ય ફીચર્સ જાહેર કરવામાં આવ્યા છે .
કંપનીના જણાવ્યા મુજબ OnePlus N6xમાં 7,000mAhની મોટી બેટરી મળશે . Oneplusનો દાવો છે કે એક વખત સંપૂર્ણ ચાર્જ કર્યા બાદ આ બેટરી બે દિવસથી વધુ સમય સુધી ચાલશે . આ ઉપરાંત ફોનમાં એક ચાર્જ પર 20 કલાકથી વધુ વિડીયો પ્લેબેક , 133 કલાકથી વધુ મ્યુઝિક પ્લેબેક , 25 કલાકથી વધુ વિડીયો રેકોર્ડિંગ અને 11 કલાકથી વધુ વિડીયો રેકોર્ડિંગનો અનુભવ મળશે .
ડિઝાઈનની વાત કરીએ તો OnePlus N6xમાં પિલ- શેપ રિયર કેમેરા મોડયુલ આપવામાં આવશે , જેમાં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ અને LED ફ્લેશ જોવા મળશે .ફોન Ice Blue અને Burgundy Red એમ બે કલર વિકલ્પોમાં ઉપલબ્ધ થશે . તેમાં ફ્લેટ ટેક્સચર્ડ રિયર પેનલ , વચ્ચે OnePlusની બ્રાન્ડિંગ તેમજ જમણી બાજુ પાવર બટન અને વોલ્યુમ કી આપવામાં આવી છે . તેનો લુક OnePlus Nord CE 6 સાથે ઘણો મળતો આવે છે .
OnePlus N6xને પણ કંપનીના બજેટ સેગમેન્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે . જોકે , તેની કિંમત અને અન્ય હાર્ડવેર સ્પેસિફિકેશન્સ અંગેની સંપૂર્ણ માહિતી લોન્ચ ઇવેન્ટ દરમિયાન જાહેર કરવામાં આવશે .
ગયા મહિને કંપનીએ ભારતમાં OnePlus N6 લોન્ચ કર્યો હતો , તેના 4GB + 128GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 22,999 રૂપિયા છે 6GB + 128GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 24,999 રાખવામાં આવી હતી . આ સ્માર્ટફોનમાં 6.75 ઇંચની HD +LCD ડિસ્પ્લે , 120Hz રિફ્રેશ રેટ , Android 16 આધારિત OxygenOS 16 , 50MPનો રીયર કેમેરા , 8MPનો ફ્રન્ટ કેમેરા અને 8,000mAh બેટરી સાથે 45W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે .
જાહેરાત
જાહેરાત