OnePlus Nord CE 6 માં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ હોઈ શકે
Photo Credit: OnePlus
OnePlus Nord CE 4 Lite એ લાસ્ટ Nord CE Lite મોડેલ હતું .
OnePlus તેની લોકપ્રિય Nord સિરીઝને આગળ વધારતા ટૂંક સમયમાં OnePlus Nord 6 ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે . ગયા વર્ષે Nord 5 પછી આવતો આ સ્માર્ટફોન આવતા મહિનાની શરૂઆતમાં આવી શકે છે . કંપનીએ હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરી નથી , પરંતુ નવી લીક્સ અને રિપોર્ટ્સ અનુસાર Nord 6 સાથે વધુ બે મોડલ્સ પણ લોન્ચ થવાની શક્યતા છે , જે મિડ - રેન્જ સેગમેન્ટમાં મોટી અને મજબૂત સ્પર્ધા ઊભી કરી શકે છે . જોકે ,કંપનીએ હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરી નથી , એટલે માહિતી બદલાઈ પણ શકે છે .
OnePlus Nord CE 6 અને CE 6 Lite લીક્સ
ટિપસ્ટર મુજબ , કંપની OnePlus Nord CE 6 અને OnePlus Nord CE 6 Lite પણ ભારતમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે .આ બંને હેન્ડસેટ મે મહિનામાં ડેબ્યુ કરી શકે છે . ખાસ કરીને CE Lite મોડેલ માટે આ સિરીઝનું પાછું આગમન ગણાશે , કારણ કે છેલ્લે OnePlus Nord CE 4 Lite 5G જૂન 2024માં લોન્ચ થયું હતું .Nord CE 6 ની લીક થયેલી હેન્ડ્સ ઓન ઇમેજ મુજબ , ફોનમાં ફ્લેટ રિયર પેનલ અને સિમ્પલ ડિઝાઇન જોવા મળે છે . પાછળના ભાગમાં ચોરસ કેમેરા મોડયુલ છે જેમાં બે લેન્સ અને LED ફ્લેશ છે . ફોનના બટન લેઆઉટ પણ ક્લીન અને મિનિમલ દેખાય છે , જે OnePlus ની સિમ્પલ ડિઝાઇનને દર્શાવે છે .
સ્પેસિફિકેશન્સ :
OnePlus Nord CE 6 Lite માટેના લીક્સ મુજબ , તેમાં 6.7 ઇંચની LCD ડિસ્પ્લે સાથે 120Hz રિફ્રેશ રેટ મળશે . પર્ફોર્મન્સ માટે તેમાં Media Tek Dimensity 6300 ચિપસેટ હોઈ શકે છે . ફોનમાં 7,000mAh જેવી મોટી બેટરી આપવાની શક્યતા છે , જે લાંબી બેટરી લાઈફ આપશે .
[Exclusive] OnePlus Nord 6 is coming on April 7, but can confirm that there will be at least 2 more Nord phones coming up real soon.
— Mukul Sharma (@stufflistings) March 27, 2026
OnePlus Nord CE6 and OnePlus Nord CE6 Lite are coming to India in May. Yes, the Lite is coming back.
Here's the first look of the Nord CE6.… pic.twitter.com/wbjFwwBChU
વાત કરીએ કેમેરાની તો આ ફોનનું કેમેરામાં 50MP મુખ્ય સેન્સર સાથે ડયુઅલ રિયર કેમેરા સેટઅપ મળશે , જયારે ફ્રન્ટમાં 16MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યું છે . સોફ્ટવેરની વાત કરીએ તો , ફોન Android 16 આધારિત OxygenOS 16 પર ચાલશે . સાથે જ સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવશે .
કિંમત અને ઉપલબ્ધતા :
નવા લીક્સ મુજબ , OnePlus Nord CE 6 Lite ની શરૂઆતની કિંમત ભારતમાં લગભગ 23,000 રૂપિયા હોઈ શકે જે 6GB +128GB વેરિઅન્ટ માટે હોઈ શકે . બેંક ઓફર્સ અને કેશબેક સાથે આ ફોનની કિંમત રૂપિયા 20,000 સુધી થઈ શકે છે .
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
Apple A20 Pro Announced for iPhone 18 Pro: 2nm Architecture, 32-Core Neural Engine, and More