Oppo F33 Pro ભારતમાં લોન્ચ 14 એપ્રિલે શક્ય : કિંમત અને સ્પેસિફિકેશન્સ લીક

Oppo F33 Pro માં 7,000mAh બેટરી હોઈ શકે જે 80W ચાર્જિંગ સપોર્ટ કરશે

Oppo F33 Pro ભારતમાં લોન્ચ 14 એપ્રિલે શક્ય : કિંમત અને સ્પેસિફિકેશન્સ લીક

Photo Credit: Oppo

Oppo F33 Pro માં Media Tek ચિપસેટ પર ચાલે છે .

હાઇલાઇટ્સ
  • Oppo F33 Pro માં 6.57 ઈંચનું ફ્લેટ AMOLED ડિસ્પ્લે
  • આ સ્માર્ટફોન ભારતમાં 14 એપ્રિલે લોન્ચ થઈ શકે
  • ફોન વાદળી અને લાલ કલર વિકલ્પમાં ઉપલબ્ધ
જાહેરાત

Oppo તેના F સિરીઝનો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે અને આ આગામી ફોનને લઈને ચર્ચાઓ  તેજ થઈ ગઈ છે . જયારે કંપનીએ હજુ સુધી કોઈ પણ સત્તાવાર  જાહેરાત કરી નથી , છતાં એક ટિપસ્ટર દ્રારા Oppo F33 Pro અંગેની મહત્વપૂર્ણ વિગતો બહાર આવી છે . લીક થયેલા આ નવા પોસ્ટર મુજબ આ સ્માર્ટફોન  ભારતમાં 14 એપ્રિલે લોન્ચ થઈ શકે છે અને તેની કિંમત રૂપિયા 35,000થી ઓછી હોઈ શકે છે . Oppo F33 Pro માં 6.57 ઈંચનું ફ્લેટ AMOLED ડિસ્પ્લે ,  50MP નો પ્રાઈમરી સેન્સર અને 2MP નો ડેપ્થ સેન્સર છે જે પહેલાના  Oppo F31 Pro કરતા મોટો અપગ્રેડ ગણાય છે .

સ્પેસિફિકેશન્સ  અને ડિઝાઇન :
 વાત કરીએ સ્પેસિફિકેશન્સની તો આ ફોન  Oppo F33 Pro માં 6.57 ઈંચનું ફ્લેટ AMOLED ડિસ્પ્લે મળવાની શક્યતા છે , સાથે IP69K રેટિંગ છે  જે ફોનને પાણી  અને ધૂળ સામે વધુ મજબૂત બનાવશે . રહી વાત પરફોર્મન્સની તો તેમાં Media Tek Dimensity 6360 Max ચિપસેટ આપવામાં આવી શકે છે , જે રોજિંદા ઉપયોગ માટે સ્મૂથ પરફોર્મન્સ આપે છે .

લીક થયેલી ફોટો પ્રમાણે આ ફોન વાદળી અને લાલ કલર વિકલ્પમાં ઉપલબ્ધ રહેશે . પાછળના ભાગમાં ચોરસ આકારનું કેમેરા મોડયુલ આપવામાં આવ્યું છે , જે થોડા  વક્ર કિનારા સાથે આવે છે જે  Oppo F31 Pro ના ગોળાકાર કેમેરા ડિઝાઇન કરતા અલગ છે .

કેમેરા :
આ ફોનમાં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ સાથે આવી શકે છે , જેમાં 50MP નો પ્રાઈમરી સેન્સર અને 2MP નો ડેપ્થ સેન્સર સમાવેશ થાય છે . સેલ્ફી માટે 50MP નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે , જે 100 ડિગ્રી ફિલ્ડ ઓફ વ્યૂ સપોર્ટ કરશે , જે પહેલાના  Oppo F31 Pro કરતા મોટો અપગ્રેડ ગણાય છે .

બેટરી :
બેટરીની વાત કરીએ તો  Oppo F33 Pro માં 7,000mAh ની મોટી બેટરી સાથે 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળી શકે છે , જે લાંબા સમય સુધી ઉપયોગ અને ઝડપી  ચાર્જિંગ બન્ને સુવિધા આપે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »