Oppo F33 Pro 5G ની ડિઝાઈન , ફીચર્સ અને કલર વિકલ્પો જાહેર

Oppo F33 Pro 5G દેશમાં 50MP મુખ્ય કેમેરા સાથે લોન્ચ થશે

Oppo F33 Pro 5G ની ડિઝાઈન , ફીચર્સ અને કલર વિકલ્પો જાહેર

Photo Credit: Oppo

Oppo F33 Pro 5Gને IP69K રેટિંગ મળ્યું છે .

હાઇલાઇટ્સ
  • Oppo F33 5G 15 એપ્રિલે ભારતમાં લોન્ચ થશે
  • ત્રણ કલર વિકલ્પોમાં જે મિસ્ટી ફોરેસ્ટ , સ્ટારી બ્લુ અને પેશન રેડ
  • ફોનમાં ડયુઅલ વ્યુ વિડીયો અને કલરફુલ ફ્રન્ટ ફિલ લાઈટ જેવી સુવિધાઓ
જાહેરાત

Oppo એ બુધવારે તેની F-સિરીઝ હેઠળના સ્માર્ટફોન લોન્ચ અંગે મહત્વની જાહેરાત કરી છે . કંપનીએ  જણાવ્યું છે કે Oppo F33 5G આવતા અઠવાડિયે એટલે કે  15 એપ્રિલે ભારતમાં લોન્ચ થશે . આ નવા સ્માર્ટફોન F લાઇનઅપમાં નવી ઉમેરો તરીકે આવશે અને કંપનીએ તેના લોન્ચ પહેલા જ તેની ડિઝાઈન , મુખ્ય  ફીચર્સ અને કલર વિગતોની જાહેરાત કરી દીધી છે . Oppo F33 Pro 5G ત્રણ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ થશે જે મિસ્ટી ફોરેસ્ટ , સ્ટારી બ્લુ અને પેશન રેડ .  આ  ફોન Oppo F33 Pro 5G એક સ્ટાઈલિશ ડિઝાઈન , શક્તિશાળી કેમેરા અને મજબૂત બિલ્ડ સાથે આવતો સ્માર્ટફોન છે .

ડિઝાઈન :
ડિઝાઈનની વાત કરીએ તો આ ફોનમાં ફ્લેટ બેક અને ફ્લેટ ફ્રેમ આપવામાં આવી છે , જે તેને આધુનિક અને પ્રીમિયમ લુક આપે છે જે તેને આધુનિક અને પ્રીમિયમ  લુક આપે છે . તેની પાછળની બાજુએ લંબચોરસ કેમેરા મોડયુલ જોવા મળશે , જેમાં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ અને રિંગ LED ફ્લેશ સામેલ છે . આના  પેનલના નીચેના ભાગમાં  Oppo બ્રાન્ડિંગ પણ વચ્ચે આપવામાં આવ્યું છે .

કેમેરા સેટઅપ :
જો વાત કરીએ કેમેરાની તો Oppo F33 Pro 5G માં 50MP નો મુખ્ય રિયર કેમેરા OV50D40 સેન્સર સાથે મળશે , જે 2 મેગાપિક્સલના ડેપ્થ સેન્સર સાથે જોડાયેલ  હશે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે ફોનમાં 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ ફ્રન્ટ કેમેરા આપવામાં આવશે , જે 100 ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યુ સપોર્ટ કરે છે . આ કેમેરા GC50F6 સેન્સર , f /2.0 અપર્ચર અને ઓટોફોક્સ સાથે આવશે , જેથી વધુ સ્પષ્ટ અને વ્યાપક ફોટોગ્રાફી શક્ય બને છે .

ફોનમાં ડયુઅલ વ્યુ વિડીયો અને કલરફુલ ફ્રન્ટ ફિલ લાઈટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે , સાથે જ AI પોટ્રેટ ગ્લો સાથે નેચરલ લાઈટ જેવા વિવિધ કેમેરા ઇફેક્ટ્સ મળશે , જે ફોટોગ્રાફી અનુભવને વધુ સારો બનાવશે .

આ ફોનના સોફ્ટવેરની વાત કરીએ તો, આ હેન્ડસેટ Android આધારિત ColorOS પર ચાલશે , જોકે ચોક્કસ વર્ઝન અંગે માહિતી આપવામાં આવી નથી . બિલ્ડ ક્વોલિટીમાં પણ કંપનીએ ખાસ ધ્યાન આપ્યું છે , આ ફોનને IP69K રેટિંગ મળેલ છે , જે તેને ધૂળ અને પાણીથી સુરક્ષિત બનાવે છે .

આ ફોનના બટન પ્લેસમેન્ટમાં જમણી બાજુ પાવર બટન અને વોલ્યુમ કંટ્રોલ્સ આપવામાં આવ્યા છે , જયારે ડાબી બાજુ સાદી રાખવામાં આવ્યા છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »