Oppo F35 સિરીઝ આ મહિને ભારતમાં લોન્ચ થઈ શકે છે .
Photo Credit: Gadgets 360
ચીની સ્માર્ટફોન કંપની Oppo ટૂંક સમયમાં ભારતમાં તેની નવી Oppo F35 સિરીઝ લોન્ચ કરી શકે છે . આ વર્ષે એપ્રિલમાં કંપનીએ દેશમાં Oppo F33 સિરીઝ રજૂ કરી હતી અને હવે Oppo F35 સિરીઝ આવવાની ચર્ચા છે . આ સિરીઝમાં Oppo F35 Pro પણ સામેલ હોઈ શકે છે . કહેવાઈ રહ્યું છે કે આ ફોન ચીનમાં તાજેતરમાં લોન્ચ થયેલા OppoA7 ProMaxનું રિબ્રાન્ડેડ વર્ઝન હશે , એટલે કે નામ બદલીને ભારતમાં રજૂ કરવામાં આવશે .
નવી રિપોર્ટ્સ મુજબ , Oppo F35 સિરીઝ આ મહિને ભારતમાં લોન્ચ થઈ શકે છે . Oppo F35 Proની કિંમત લગભગ રૂપિયા 40,000 થી રૂપિયા 45,000 વચ્ચે હોઈ શકે છે . આ ફોન બજારમાં Vivo S2 સાથે સીધી સ્પર્ધા કરી શકે છે , જે પણ આ અઠવાડિયે લોન્ચ થવાનો છે .
ચીનમાં લોન્ચ થયેલા Oppo A7 Pro Maxમાં 6.78 ઇંચની Full HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120Hz રિફ્રેશ રેટ , 330Hz ટચ સેમ્પલિંગ રેટ અને 1,800 nits પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે . આ ફોનમાં Snapdragon 4 Gen 5 પ્રોસેસર આવ્યું છે .
ફોટોગ્રાફી માટે તેમાં પાછળ 50MPનો મુખ્ય કેમેરા OIS સપોર્ટ સાથે અને 2MPનો મોનોક્રોમ કેમેરા છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે આગળ 50MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . આ સ્માર્ટફોન Android 16 આધારિત ColorOS 16 પર ચાલે છે અને તેમાં 10,000mAhની મોટી બેટરી સાથે 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે .
લીક થયેલી માહિતી મુજબ Oppo F35 Proમાં 6.78 ઇંચની 1.5K LTPS OLED ફ્લેટ ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ રેટ મળી શકે છે . તેમાં પણ Snapdragon 4 Gen 5 ચિપસેટ આપવામાં આવી શકે છે . કેમેરા માટે પાછળ 50MPનો મુખ્ય કેમેરા અને 2MPનો સેકન્ડરી કેમેરા મળી શકે છે , જયારે આગળ ઓટોફોક્સ સાથે 50MPનો Samsung JN5 સેલ્ફી કેમેરા હોઈ શકે છે . આ સ્માર્ટફોનમાં પણ 10,000mAhની બેટરી આપવામાં આવે તેવી શક્યતા છે .
જાહેરાત
જાહેરાત
Mafia: The Old Country's Man of Honor Expansion Gets First Look at Gameplay Ahead of Launch