Oppo Find X9 Ultra એ પસંદગીના બજારોમાં આવી રહ્યું છે તેમાં ભારત પણ હોઈ શકે
Photo Credit: Gadget 360
Oppo Find X8 Ultraનો નવો મોડેલ એપ્રિલમાં લોન્ચ થઇ શકે .
Oppo Find X9 Ultra ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવાની શક્યતા છે , કારણ કે આ સ્માર્ટફોન Bureau Of Indian Standards (BIS) વેબસાઈટ પર લિસ્ટ થયો છે . કંપનીએ પહેલાથી જ પુષ્ટિ કરી હતી કે Find X સિરીઝના Ultra વેરિઅન્ટને દુનિયાભરમાં લોન્ચ થશે . Oppo Find X9 Ultra BIS વેબસાઈટ પર લિસ્ટ થતા ભારતમાં તેના લોન્ચની શક્યતા વધી ગઈ છે . આ સ્માર્ટફોનમાં 200MP કેમેરા , Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ અને જે 16GB સુધીની RAM સાથે આવશે , સ્ટોરેજ માટે 1TB સુધીનું વિકલ્પ મળી શકે છે , 7,050mAhની મોટી બેટરી આપવામાં આવશે.
BIS ડેટાબેઝ:
BIS ડેટાબેઝમાં મોડેલ નંબર CPH2841 સાથે આ સ્માર્ટફોનની એન્ટ્રી જોવા મળી છે . જેને 27 માર્ચે મંજૂરી આપવામાં આવી હતી . સામાન્ય રીતે આવા લિસ્ટિંગ પછી ડિવાઇસ થોડા જ ટાઈમમાં બજારમાં આવી જાય છે , જોકે કંપનીએ આ ફોનના ભારતમાં લોન્ચ વિશે કોઈ પણ સત્તાવાર જાહેરાત કરી નથી .
જો Oppo Find X9 Ultra ભારતીય બજારમાં આવે તો તે પ્રીમિયમ સેગમેન્ટમાં Xiaomi 17 Ultra , Samsung Galaxy S26 Ultra અને iPhone 17 Pro Max જેવા ફોનને ટક્કર આપશે .
કેમેરા:
વાત કરીએ કેમેરાની તો આ ફોનમાં કેમેરા ખુબ જ શક્તિશાળી હશે . તેમાં 10X ઓપ્ટિકલ ઝૂમ સાથે 50MP ટેલિફોટો કેમેરા મળશે . જેમાં 200MP પ્રાઈમરી કેમેરા અને 50MP અલ્ટ્રાવાઇડ અને 50MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવી છે .
પરફોર્મન્સ અને સ્ટોરેજ:
પરફોર્મન્સ માટે આ ફોનમાં Qualcomm Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ આપવામાં આવી શકે છે , જે 16GB સુધીની RAM સાથે આવશે , સ્ટોરેજ માટે 1TB સુધીનું વિકલ્પ મળી શકે છે .
બેટરી:
વાત કરીએ બેટરીની તો આ ફોનમાં 7,050mAhની મોટી બેટરી આપવામાં આવશે , જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે .
એક રિપોર્ટ્સના અનુસાર Oppo Find X9 Ultra , 20 એપ્રિલે ચીન અને બાકીના બજારમાં લોન્ચ થઈ શકે છે . Oppo Find X9 Ultra એ પસંદગીના બજારોમાં આવી રહ્યું છે તેમાં ભારત પણ હોઈ શકે
જાહેરાત
જાહેરાત
Netflix Is Shutting Down Two Game Studios, Including Oxenfree and Unhinged Maker Night School Studio
Apple Seeks Publisher Partnerships to Strengthen Siri’s AI Capabilities: Report