Oppo Find X9 Ultra લોન્ચ પહેલા કેમેરા ડિટેઈલ્સ લીક : પ્રોફેશનલ ફોટોગ્રાફી પર ફોક્સ

Oppo Find X9 Ultraમાં 10x ઓપ્ટિકલ ઝૂમ , 230mm ફોકલ લેન્થ અને ગિમ્બલ લેવલ OIS સાથે 50MPનો ટેલિફોટો કેમેરા મળશે

Oppo Find X9 Ultra લોન્ચ પહેલા કેમેરા ડિટેઈલ્સ લીક : પ્રોફેશનલ ફોટોગ્રાફી પર ફોક્સ

Photo Credit: Oppo/@Zhuo Shijie

Oppo Find X9 Ultra પાસે 3x મોટા કેમેરા સેન્સર છે જે ઈમેજની ક્વોલિટી સુધારે છે .

હાઇલાઇટ્સ
  • 21 એપ્રિલે તે દુનિયાભરમાં લોન્ચ થશે
  • Find X9 Ultraમાં 50MP Hasselblad ટ્યુન્ડ ટેલિફોટો કેમેરા મળશે
  • ડિવાઈસમાં 10x ઓપ્ટિકલ ઝૂમ સાથેનું બિલ્ટ ઈન ટેલિફોટો કેમેરા મળશે
જાહેરાત

Oppoએ તેના નવા આવનાર Oppo Find X9 Ultra સ્માર્ટફોનના કેમેરા સિસ્ટમ વિશે નવી વિગતો જાહેર કરી છે , જેમાં લાંબા અંતરની ફોટોગ્રાફી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે . કંપનીએ ખાતરી આપી છે કે આ ડિવાઈસમાં 10x ઓપ્ટિકલ ઝૂમ સાથેનું બિલ્ટ ઈન ટેલિફોટો કેમેરા મળશે . આ ઇન્ટર્નલ ટેલિફોટો સેટઅપ દૈનિક ઉપયોગના લગભગ 99 ટકા સિનારીઓને કવર કરી શકે છે . આ માહિતી એક સિનિયર એકિઝકયુટિવ  દ્રારા શેર કરવામાં આવી હતી , જેમણે આ ટેક્નોલોજીને " ટેલિફોટો ફ્રીડમ " નામ આપ્યું છે . આ ફોનનો લોન્ચ આ મહિનાના અંતમાં થવાનો છે અને  21 એપ્રિલે તે દુનિયાભરમાં લોન્ચ થશે .

Oppo Find X9 Ultraમાં હેઝલબ્લેડ સાથે મળીને બનાવાયેલ 10x ઓપ્ટિકલ ટેલિફોટો લેન્સ આપવામાં આવશે , જેને " બિલ્ટ ઈન ટેલીકોન્વર્ટર " તરીકે ઓળખવામાં આવે છે . આ સેટઅપ હંમેશા માટે તૈયાર રહેશે , જેથી યુઝર્સને અચાનક કંઈક કેપ્ચર કરવું હોય તો બીજી એક્સેસરીઝ પર નિર્ભર રહેવું ન પડે . આ  કેમેરા સિસ્ટમ દૂરના વિષયોનું ઝડપી અને સ્પષ્ટ ફોટોગ્રાફી કરતી વખતે હેસલબ્લેડ સ્ટાઈલ કલર ટોન જાળવી રાખે છે .

કંપની મુજબ , આ ઇન્ટર્નલ ટેલિફોટો સેટઅપ દૈનિક ઉપયોગના લગભગ 99 ટકા સિનારીઓને કવર કરી શકે છે . તેમાં દૂરના દ્રશ્યો , ગતિશીલ  ફોટો અને પોટ્રેટ  ફોટોગ્રાફીનો સમાવેશ થાય છે અને આ માટે કોઈ વધારાની ગિયર જરૂરી નથી .

Oppo એ વધુ પ્રોફેશનલ ફોટોગ્રાફી માટે એક એક્સ્ટર્નલ ટેલિફોટો કિટ પર પણ કામ કરી રહ્યું છે . આ કિટ કોઈ સામાન્ય નહીં પરંતુ આખું સિસ્ટમ હશે , જેમાં  16 પ્રિસિઝન ઓપ્ટિકલ એલિમેન્ટ્સનો ઉપયોગ કરીને ઈમેજની ક્લેરિટી સુધારવામાં આવશે , તેનું ડિઝાઇન અને મટિરિયલ હેસલબ્લેડના મુજબ હશે . આ ફોનના 3x ટેલિફોટો કેમેરા સાથે કામ કરશે , જે મોટા સેન્સર સાથે મળીને વધુ સારી ઇમેજ ક્વોલિટી આપશે . કંપનીએ આ કોમ્બિનેશનને હાઈ- લેવલ ટેલિફોટો પરફોર્મન્સ માટે  અગત્યનું ગણાવ્યુ છે .

કેમેરા સેટઅપની વાત કરીએ તો ,  Oppo Find X9 Ultraમાં 50MP Hasselblad ટ્યુન્ડ ટેલિફોટો કેમેરા મળશે , જે 10x ઓપ્ટિકલ ઝૂમ , 230mm  ફોકલ લંબાઈ અને ગિમ્બલ લેવલ OIS  સાથે આવશે . આ ઉપરાંત , તે 20x ઝૂમ સુધી ઓપ્ટિકલ ક્વોલિટી જાળવીને  રાખી શકે છે , રિપોર્ટ્સ મુજબ આ ફોનમાં ડયુઅલ  200MP રિયર કેમેરા , 50MP અલ્ટ્રા વાઈડ અને 50MP ફ્રન્ટ કેમેરા પણ હોઈ શકે છે .

બીજા સ્પેસિફિકેશન્સમાં , આ સ્માર્ટફોન Android 16 પર ચાલશે અને તેમાં Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ આપવામાં આવી શકે છે . તેમાં 16GB સુધી  RAM અને 512GB સ્ટોરેજ , 7,050mAh થી મોટી બેટરી સાથે 100W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળશે . આ ફોનમાં 6.82 ઈંચનું 2K રિઝોલ્યુશન અને  144Hz LTPO AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »