હજુ સુધી Oppo એ તેના સ્ટાન્ડર્ડ ફાઇન્ડ X9s મોડેલના લોન્ચની પુષ્ટિ કરી નથી
Photo Credit: Oppo
Oppo Find X9 Ultra અને Oppo Find X9s Pro માં Hasselblad ટ્યુન્ડ કેમેરા સિસ્ટમ હશે.
Oppo Find X9 Ultra આવતા મહિને વૈશ્વિક બજારે લોન્ચ થવાનું છે . જેની કંપનીએ સત્તાવાર પુષ્ટિ કરી છે .આ સ્માર્ટફોન 21 એપ્રિલે ગ્લોબલ માર્કેટમાં રજૂ થશે . તે જ દિવસે ચીનના ચેંગડુમાં એક ખાસ ઇવેન્ટ યોજાશે , જ્યાં Oppo Find X9s Pro પણ લોન્ચ થશે . આ ઇવેન્ટ ક્રેન્દ્રિત હશે અને Hasselblad પાર્ટનરશિપ પર ફોક્સ કરશે . Oppo Find X9 Ultra માં 7,000mAh થી મોટી બેટરી મળશે, બંને સ્માર્ટફોન્સમાં 80W ફાસ્ટ ચાર્જિંગ અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળશે . હજુ સુધી Oppo એ તેના સ્ટાન્ડર્ડ ફાઇન્ડ X9s મોડેલના લોન્ચની પુષ્ટિ કરી નથી
કેમેરા પર ખાસ ધ્યાન :
Oppo Find X9 Ultra ને કંપની કેમેરા ફોક્સ્ડ ફ્લેગશિપ તરીકે રજૂ કરી રહી છે , તેમાં Hasselblad ટ્યુન્ડ કેમેરા સિસ્ટમ મળશે . ફોનમાં 200MP પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા અને 10x ઓપ્ટિકલ ઝૂમ સાથે 50MP સેકેન્ડરી લેન્સ મળશે . બીજી તરફ Oppo Find X9s Pro માં પણ શક્તિશાળી કેમેરા સેટઅપ મળશે , જેમાં 200MP પ્રાઈમરી સેન્સર , 200MP પેરિસ્કોપ ટેલિફોટો અને 50MP અલ્ટ્રાવાઇડ લેન્સ હશે .
ડિસ્પ્લે અને પરફોર્મન્સ:
Oppo Find X9s Pro માં 6.32 ઈંચનું 1.5K OLED ડિસ્પ્લે અને Media Tek Dimensity 9500 ચિપસેટ મળવાની અપેક્ષા છે . આ સ્માર્ટફોન હાઈ પરફોર્મન્સ અને સ્મૂથ અનુભવ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે .
બેટરી અને ચાર્જિંગ:
Oppo Find X9 Ultra માં 7,000mAh થી મોટી બેટરી મળશે , જયારે Oppo Find X9s Pro માં પણ લગભગ 7,000mAh બેટરી હોઈ શકે . બંને સ્માર્ટફોન્સમાં 80W ફાસ્ટ ચાર્જિંગ અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળશે .
ડિઝાઇન અને અન્ય ફીચર્સ :
Oppo Find X9 Ultra માં ફ્લેટ મેટલ ફ્રેમ અને નવું ઓરેન્જ કેમેરા કંટ્રોલ બટન મળશે . બંને ડિવાઇસમાં અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર , મેટલ ચેસિસ અને IP68/ IP69 રેટિંગ જે ધૂળ અને પાણીના છાંટાથી સુરક્ષા આપે જેવી સુવિધાઓ મળશે .
ઉપલબ્ધતા :
આ સ્માર્ટફોન ચીનમાં પહેલેથી જ પ્રી ઓર્ડર માટે ઉપલબ્ધ છે . લોન્ચ પહેલા વધુ સ્પષ્ટ વિગતો સામે આવવાની શક્યતા છે .
જાહેરાત
જાહેરાત