Oppo Find X9 Ultra માં 7050mAh બેટરી , Hasselblad કેમેરા અને 100W ફાસ્ટ ચાર્જિંગ

Oppo Find X9 Ultra ColorOS 16 પર ચાલે છે, જે Android 16 પર આધારિત છે .

Oppo Find X9 Ultra માં 7050mAh બેટરી , Hasselblad કેમેરા અને 100W ફાસ્ટ ચાર્જિંગ

Photo Credit: Gadgets 360

Oppoના નવા હેન્ડસેટમાં વધારાના કેમેરા એસેસરીઝ પણ

હાઇલાઇટ્સ
  • ફ્લેગશિપ સ્માર્ટફોન Oppo Find X9 Ultra લોન્ચ
  • સ્માર્ટફોનમાં 6.82 ઈંચનું QHD+ ફ્લેક્સિબલ AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું
  • પ્રી - બુકીંગ ઓફર્સ હેઠળ ફ્રી પ્રીમિયમ ગિફ્ટ બોક્સ , એક્સચેન્જ બોનસ
જાહેરાત

ગુરુવારે ભારતમાં Oppo એ તેનો ફ્લેગશિપ સ્માર્ટફોન Oppo Find X9 Ultra લોન્ચ કર્યો હતો . આ સ્માર્ટફોન Find X9 સિરીઝના ટોપ મોડેલ તરીકે રજૂ  થયો  છે  અને તે Find X9, Find X9 Pro તથા નવા Find X9s સાથે લાઇનઅપમાં જોડાયો છે . Oppo Find X9 Ultra માં Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ   આપવામાં આવ્યો છે  , જે 16GB સુધી LPDDR5X RAM અને UFS 4.1 સ્ટોરેજ સાથે જોડાયેલ છે . ફોનમાં ફોટોગ્રાફી માટે Hasselblad સાથે ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે  અને કિંમત રૂપિયા 1,69,999 રાખવામાં આવી છે .

Oppo Find X9 Ultra ભારતમાં કિંમત અને ઉપલબ્ધતા :

ભારતમાં Oppo Find X9 Ultra ની કિંમત રૂપિયા 1,69,999 રાખવામાં આવી છે . આ સ્માર્ટફોન કેન્યોન ઓરેન્જ અને ટુંડ્ર અંબર કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે . ગ્રાહકો તેને Amazon , Flipkart અને Oppo ઓનલાઇન સ્ટોર મારફતે પ્રી - ઓર્ડર કરી શકે છે . કંપની પ્રી - બુકીંગ ઓફર્સ હેઠળ ફ્રી પ્રીમિયમ ગિફ્ટ બોક્સ , એક્સચેન્જ બોનસ , ઇન્સ્ટન્ટ કેશબેક અને નો - કોસ્ટ EMI જેવા લાભો પણ આપી રહી છે .

Oppo Find X9 Ultra ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :


ડિસ્પ્લે અને પરફોર્મન્સ :
આ સ્માર્ટફોનમાં 6.82 ઈંચનું QHD+ ફ્લેક્સિબલ AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જે 120Hz રિફ્રેશ રેટ , 1800 nits સુધીની પીક બ્રાઇટનેસ અને 10 બિટ કલર ડેપ્થ સપોર્ટ કરે છે .  ડિસ્પ્લેને Corning Gorilla Glass Victus 2 પ્રોટેક્શન મળ્યું છે અને આ ફોન Android 16 આધારિત ColorOS 16 પર ચાલે છે .

કેમેરા સેટઅપ :
આ ફોનમાં ફોટોગ્રાફી માટે Hasselblad સાથે ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે . તેમાં OIS સપોર્ટ સાથે 200 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા , 50 - મેગાપિક્સલનો અલ્ટ્રા - વાઈડ લેન્સ , 200- મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા અને 50 - મેગાપિક્સલનો અલ્ટ્રા - ટેલિફોટો લેન્સ સામેલ છે . ફોનમાં 10x ઓપ્ટિકલ અને 120x ડિજિટલ ઝૂમ સપોર્ટ કરે છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે તેમાં 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . Oppo Find X9 Ultra 8K વિડીયો રેકોર્ડિંગ , Dolby Vision વિડીયો કેપ્ચર અને Hasselblad XPAN મોડ જેવા પ્રીમિયમ કેમેરા ફીચર્સ પણ આવે છે .

કનેક્ટિવિટી અને બેટરી :
કનેક્ટિવિટી માટે તેમાં Wi - Fi 7, Bluetooth 6.0 , NFC , GPS અને USB Type - C પોર્ટ આપવામાં આવ્યા છે . સુરક્ષા માટે ફોનમાં 3D અલ્ટ્રાસોનિક ઈન - ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર  છે . સ્માર્ટફોનમાં 7,050mAh સિલિકોન - કાર્બન બેટરી આપવામાં આવી છે , જે 100W વાયર્ડ અને 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ  સપોર્ટ કરે  છે . આ ફોનનું વજન આશરે 235 ગ્રામ છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  2. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  3. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
  4. Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન
  5. OnePlus 16 લોન્ચની પુષ્ટિ , Snapdragon 8 Elite Gen 6 Pro ચિપસેટ સાથે આવશે
  6. Samsung Galaxy F70 Pro 5Gની કિંમત જાહેર , 50MP OIS કેમેરા અને AMOLED ડિસ્પ્લે મળશે
  7. DigiLocker અને mParivahanમાં આ રીતે સેવ કરો ડ્રાઇવિંગ લાયસન્સ , પાકીટ ભુલાય તો પણ નહીં પડે મુશ્કેલી
  8. ચિપની અછતને લઈને સેમસંગની ચેતવણી , ઇલેક્ટ્રોનિક ડિવાઇસોના ભાવ વધી શકે
  9. Nothing Phone (4a)ની કિંમતમાં થઈ શકે છે રૂપિયા 3,000નો વધારો , ખરીદી પહેલા જાણો નવી કિંમત
  10. બેભાન થઈને પડ્યા વ્યક્તિ , એપલ વોચના સ્માર્ટ ફિચરે સમયસર બોલાવી મદદ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »