Oppo Find X9 Ultra એ Vivo X300 Ultra સાથે સ્પર્ધા કરે છે .
Photo Credit: Oppo
Oppo છેલ્લા કેટલાક અઠવાડિયાથી Find X9 અલ્ટ્રાને ટીઝ કરી રહ્યું છે .
Oppo Find X9 Ultra એપ્રિલમાં પસંદગીના બજારોમાં લોન્ચ થવા જઈ રહ્યો છે અને લોન્ચ પહેલા જ કંપની તેના કેમેરા ફીચર્સને લઈને પહેલાથી જ ચર્ચામાં છે . Oppo દ્રારા શેર કરાયેલા નવા ટીઝર મુજબ , આ ફોન ટેલીકોન્વર્ટર વિના 10x ઓપ્ટિકલ ઝૂમ આપશે , જે તેને અન્ય ફ્લેગશિપ એન્ડ્રોઈડ ફોન્સ કરતા અલગ બનાવે છે . રિપોર્ટ મુજબ આ ફ્લેગશિપ 20 એપ્રિલ આસપાસ લોન્ચ થઈ શકે છે અને તે પ્રીમિયમ કેમેરા ક્ષમતાઓ સાથે માર્કેટમાં મજબૂત બનીને આપશે . આ ફોન ટેલીકોન્વર્ટર વિના 10x ઓપ્ટિકલ ઝૂમ આપશે. બેટરી 7,050mAh ની સાથે 100W ફાસ્ટ વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળશે .
કેમેરા સેટઅપ :
ફોનમાં Hasselblad સાથેનું રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે , જેમાં 50MP નો ટેલિફોટો લેન્સ હશે . Oppo તેને "બિલ્ટ - ઈન - ટેલીકોન્વર્ટર" તરીકે ઓળખવામાં આવે છે . આ કેમેરા 230mm ઝૂમ ફોકલ લંબાઈ આપે છે અને 20x (460mm સમક્શ ) સુધી ઓપ્ટિકલ ગુણવત્તા સાથે ઝૂમ શોટ્સ કેપ્ચર કરી શકે છે .આની સાથે આમાં f /3.5 અપર્ચર સાથે કસ્ટમ Samsung ISOCELL સેન્સર અને ગિમ્બલ- લેવલ OIS મળશે , જે DSLR જેવી પર્ફોર્મન્સ આપવાનો દાવો કરે છે . આ સિવાય રિયર કેમેરા સેટઅપમાં બે 200MP સેન્સર અને 50MP અલ્ટ્રા-વાઈડ કેમેરા હોવાની શક્યતા છે , જયારે સેલ્ફી માટે 50MP ફ્રન્ટ કેમેરા મળી શકે છે
ડિઝાઇન અને ડિસ્પ્લે :
ડિઝાઇન અને ડિસ્પ્લેની વાત કરીએ તો , આ ફોનમાં 6.82 ઈંચનું LTPO AMOLED ડિસ્પ્લે 144Hz રિફ્રેશ રેટ સાથે આવી શકે છે . પર્ફોર્મન્સ માટે તેમાં Snapdragon 8 Elite Gen 5 SoC મળશે . સાથે જ 16GB સુધી RAM અને 512GB સુધી સ્ટોરેજ મળશે .
બેટરી સાથે રેટિંગ :
આ ફોનની બેટરી 7,050mAh ની મોટી બેટરી સાથે 100W ફાસ્ટ વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળશે . આ ઉપરાંત ફોન ને IP66, IP68 અને IP69 રેટિંગ સાથે ધૂળ અને પાણીથી સુરક્ષિત રહેશે .
જાહેરાત
જાહેરાત