Oppoના નવા ફ્લેગશિપ ફોન ફ્લિપકાર્ટ અને એમેઝોન પર થશે ઉપલબ્ધ

Oppo Find X9 Ultra એ Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ દ્રારા ચાલે છે

Oppoના નવા ફ્લેગશિપ ફોન ફ્લિપકાર્ટ અને એમેઝોન પર થશે ઉપલબ્ધ

Photo Credit: Oppo

Oppo Find X9 Ultra માં 50 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે

હાઇલાઇટ્સ
  • Oppo Find X9 Ultra, Find X9s વૈશ્વિક બજારોમાં લોન્ચ
  • બંને સ્માર્ટફોનમાં Hasselblad ટ્યુન્ડ રિયર કેમેરા સિસ્ટમ
  • બંને સ્માર્ટફોન મે મહિનામાં ભારતમાં રજૂ કરવામાં આવશે
જાહેરાત

Oppo Find X9 Ultra તાજેતરમાં ચીન અને અન્ય પસંદગીના વૈશ્વિક બજારોમાં કંપનીના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો . આ હેન્ડસેટ સાથે Oppo Find X9s પણ રજૂ કરવામાં આવ્યો હતો . આ બંને સ્માર્ટફોનમાં Hasselblad ટ્યુન્ડ રિયર કેમેરા સિસ્ટમ સાથે આવે છે . લોન્ચ બાદ કંપનીએ જાહેરાત કરી હતી કે આ બંને સ્માર્ટફોન મે મહિનામાં ભારતમાં પણ રજૂ  કરવામાં આવશે . જોકે , અત્યાર સુધી કંપનીએ સત્તાવાર લોન્ચ તારીખ જાહેર કરી નથી . Oppo Find X9 Ultra માં 50 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે 


Oppo Find X9 Ultra,  Find X9s ઉપલબ્ધતા 

ભારતમાં Oppo Find X9 Ultra અને   Find X9s માટે ફ્લિપકાર્ટ , એમેઝોન અને ઓપ્પો ઈન્ડિયા સ્ટોર પર માઈક્રોસાઈટ લાઈવ થઈ ગઈ છે . આથી આ વાત સ્પષ્ટ  થાય છે કે આ બંને સ્માર્ટફોન દેશના ત્રણેય પ્લેટફોર્મ પર વેચાણ  માટે ઉપલબ્ધ થશે . હાલમાં માઈક્રોસાઈટ પર " Coming Soon " ટેગ જોવા મળે છે , પરંતુ  કંપનીએ હજુ સુધી કોઈ પણ તારીખ જાહેર કરી નથી .

કંપનીએ આ વાતની પણ પુષ્ટિ કરી છે કે Oppoના બંને નવા સ્માર્ટફોન ભારતમાં એકસાથે લોન્ચ થશે . આ મોડેલો પહેલાથી જ ઉપલબ્ધ Oppo Find X9 અને Oppo Find X9 Pro સિરીઝ સાથે જોડાશે . માઈક્રોસાઈટ્સ પર બતાવેલી માર્કેટિંગ  ઈમેજમાં બંને ફોનના રિયર કેમેરા મોડયુલની ડિઝાઈન પણ જોવા મળે છે .

oppo find x9 ultra india launch inline Oppo Find X9 Ultra

Oppo Find X9 Ultra અને Find X9s  બંને નવા સ્માર્ટફોન ભારતમાં એકસાથે લોન્ચ થશે
Photo Credit: Screenshot/ Oppo India

Oppo Find X9 Ultra અને   Find X9s  કિંમત અને ફીચર્સ 

Oppo Find X9 Ultra અને Oppo  Find X9s ને 21 એપ્રિલે વૈશ્વિક બજારોમાં લોન્ચ કરવામાં આવ્યા હતા . Find X9 Ultra ના 12GB + 256GB વેરિઅન્ટની  કિંમત  CNY 7,499 ( આશરે રૂપિયા 1,03,000) રાખવામાં આવી હતી . બીજી તરફ , Oppo    Find X9s ના 12GB + 512GB મોડેલની કિંમત MYR 3,599 ( લગભગ 85,000 રૂપિયા ) હતી .

ફીચર્સની વાત કરીએ તો Oppo Find X9 Ultraમાં Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ આપવામાં આવ્યો છે , જયારે Oppo Find X9s એ Media Tek Dimensity  9500s SoC સાથે આવે છે . આ બંને સ્માર્ટફોનમાં Hasselblad ટ્યુન્ડ રિયર કેમેરા સિસ્ટમ સાથે આવે છે . Ultra મોડેલમાં 200 મેગાપિક્સલનો   મુખ્ય કેમેરા આપવામાં આવ્યો છે  , જયારે Find X9s માં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર આપવામાં આવ્યો છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ટોપ 10 માં Apple અને Samsung નો દબદબો , iPhone 17 સિરીઝ આગળ 
  2. ફ્લિપકાર્ટ vs એમેઝોન : સમર સેલમાં ગ્રાહકોને મળશે મોટી બચત 
  3. Amazon Prime Video પર ભાડે ઉપલબ્ધ બની તમિલ ફિલ્મ ' વિલ '
  4. 8 મેથી શરૂ એમેઝોન સેલ , બેંક ઓફર્સ સાથે મળશે મોટી બચત 
  5. Oppoના નવા ફ્લેગશિપ ફોન ફ્લિપકાર્ટ અને એમેઝોન પર થશે ઉપલબ્ધ
  6. Amazon Summer Sale 2026: એર કન્ડીશનર ખરીદવા માટે ગ્રાહકોને મોટી બચતની તક 
  7. 8 મેથી શરૂ થતી એમેઝોન સેલમાં iPhone , Samsung અને OnePlus પર આકર્ષક ઓફર્સ 
  8. 8 મેથી શરૂ થતી એમેઝોન સેલમાં ઈલેક્ટ્રોનિક્સ અને ટીવી પર ધમાકેદાર ડીલ્સ 
  9. પ્રાઈમ સભ્યોને વહેલી ઍક્સેસ સાથે વધારાની બચત , સ્માર્ટફોનથી લઈને હોમ એપ્લાયન્સિસ પર ધમાકેદાર ડીલ્સ 
  10. Vivo X500 Pro Max માં મલ્ટિસ્પેક્ટ્રલ સેન્સર અને 144Hz ડિસ્પ્લે મળવાની સંભાવના
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »