Hasselblad કેમેરા અને Snapdragon 8 Elite Gen 5 સાથે આવ્યા Oppo Find X9 સિરીઝ સ્માર્ટફોન

Oppoએ પહેલા 28 મેના રોજ Oppo Find X9 Ultra અને Oppo Find X9s નું વેચાણ શરૂ કરવાનું નક્કી કર્યું હતું

Hasselblad કેમેરા અને Snapdragon 8 Elite Gen 5 સાથે આવ્યા  Oppo Find X9 સિરીઝ સ્માર્ટફોન

Photo Credit: Oppo

Oppo Find X9 Ultra માં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપેલ છે

હાઇલાઇટ્સ
  • 26 મેથી જ Oppo India ની વેબસાઈટ , Amazon , Flipkart અને ઓફલાઈન રિટેલ
  • Oppo Find X9 Ultra ની કિંમત રૂપિયા 1,69,999 રાખવામાં આવી
  • SBI , HDFC સહિત પસંદગીના બેંક કાર્ડ અને UPI ટ્રાન્ઝેક્શન પર 10 ટકા સુધીનુ
જાહેરાત

Oppo Find X9 Ultra અને Oppo Find X9s હવે ભારતમાં ખરીદી માટે ઉપલબ્ધ થઈ ગયા છે . ગયા અઠવાડિયે લોન્ચ થયેલી Oppo Find X9 સિરીઝને ગ્રાહકો  તરફથી સારો અભિપ્રાય મળતા કંપનીએ તેનું વેચાણ નક્કી કરેલી તારીખ કરતા વહેલું શરૂ કર્યું છે . આ સ્માર્ટફોન 28 મેથી વેચાણ માટે ઉપલબ્ધ થવાના  હતા , પરંતુ હવે તે 26 મેથી જ Oppo India ની વેબસાઈટ , Amazon , Flipkart અને ઓફલાઈન રિટેલ સ્ટોર્સ મારફતે ખરીદી શકાય છે . આ બંને સ્માર્ટફોન  Hasselblad ટ્યુન્ડ કેમેરા અને Android 16 આધારિત ColorOS 16 સાથે આવે છે .

Oppo Find X9 Ultra અને Oppo Find X9s ભારતમાં કિંમત અને ઉપલબ્ધતા :

ભારતમાં Oppo Find X9 Ultra ની કિંમત 12GB RAM અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે રૂપિયા 1,69,999 રાખવામાં આવી છે . આ ફોન Tundra Amber અને Canyon Orange કલરમાં ઉપલબ્ધ છે . બીજી તરફ Oppo Find X9s ના 12GB + 256GB મોડેલની કિંમત રૂપિયા 79,999 અને 12GB + 512GB મોડેલની કિંમત રૂપિયા 89,999 છે . આ હેન્ડસેટ Lavender Sky , Midnight Grey અને Sunset Orange કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે .

કંપની SBI , HDFC સહિત પસંદગીના બેંક કાર્ડ અને UPI ટ્રાન્ઝેક્શન પર 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક આપી રહી છે . સાથે જ ગ્રાહકોને નવ મહિના સુધી  નો - કોસ્ટ EMI વિકલ્પ પણ મળશે . Oppo Find X9 સિરીઝ સાથે 180 દિવસની હાર્ડવેર રિપ્લેસમેન્ટ સુવિધા આપવામાં આવી છે . 

Oppo Find X9 Ultra અને Oppo Find X9s ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :

સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Oppo Find X9 Ultra માં 6.82 ઇંચ QHD + AMOLED ડિસ્પ્લે છે , જે 120Hz રિફ્રેશ રેટ અને Gorilla Glass Victus 2 પ્રોટેકશન  સાથે આવે છે . બીજી તરફ Oppo Find X9s માં 6.59 ઇંચ FULL - HD + AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 120Hz રિફ્રેશ રેટ અને Gorilla  Glass 7i પ્રોટેક્શન ધરાવે છે . બંને ફોનને IP66, IP68 અને IP69 રેટિંગ સાથે ધૂળ અને પાણીથી રક્ષણ આપે છે .

વાત કરીએ કેમેરા વિભાગની તો Oppo Find X9 Ultraમાં 200 - મેગાપિક્સલનો Sony LYT - 901 પ્રાઈમરી સેન્સર , 50 - મેગાપિક્સલ  અલ્ટ્રાવાઈડ  લેન્સ , 200 મેગાપિક્સલ અલ્ટ્રા ટેલિફોટો લેન્સ અને 50- મેગાપિક્સલ અલ્ટ્રા - ટેલિફોટો કેમેરા  આપવામાં આવ્યો છે . સેલ્ફી માટે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે . Oppo Find X9s 50 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા ,50 મેગાપિક્સલ  અલ્ટ્રાવાઈડ અને 50 મેગાપિક્સલ  પેરિસ્કોપ લેન્સ આપવામાં આવ્યા છે , જયારે ફ્રન્ટમાં  32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા છે .

બેટરીની વાત કરીએ તો Oppo Find X9 Ultra માં 7,050mAh બેટરી આપવામાં આવી છે , જે 100W વાયર્ડ અને 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે  .  જયારે Oppo Find X9s માં 7,025mAh બેટરી અને 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Samsung Galaxy F70 Proએ Snapdragon 6 Gen 3, 8GB RAM સાથે જોવા મળ્યો Geekbench પર
  2. ક્યારે અને ક્યાં ફીચર્સ સાથે લોન્ચ થશે Lava Virat V1 5G અને Virat V1? બધું અહીં જાણો
  3. હવેથી નહીં રદ કરી શકે કેબ ડ્રાઈવરો એરપોર્ટ અને હોસ્પિટલની રાઈડ : મહારાષ્ટ્રમાં નવા નિયમો
  4. ડયુઅલ રિયર કેમેરા અને બે કલર વિકલ્પો સાથે 31 જુલાઈએ ભારતમાં લોન્ચ થશે OnePlus N6x
  5. Moto Pad 70 ની લોન્ચ તારીખ જાહેર , Dimensity 6400 ચિપસેટ અને Moto Pen સાથે આવશે
  6. Honda QC3 આવ્યું નવા અવતારમાં 3kWh બેટરી અને TFT ડિસ્પ્લે સાથે કરશે એન્ટ્રી
  7. Vivo S2 ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે , જાણો સંભવિત કિંમત અને ફીચર્સ
  8. જેક ડોર્સીના Bitchat એપ સામે કાર્યવાહી , GitHubને રિપોઝિટરી દૂર કરવા સરકારની સૂચના
  9. ભારતમાં Ray - Ban Meta Smart Glasses રૂપિયા 29,900ની શરૂઆતની કિંમતે , આવ્યા ફરી ચર્ચામાં
  10. 200 મેગાપિક્સલવાળો Vivo X300 Pro મેળવો 10,000 રૂપિયા સુધીની છૂટ સાથે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »