Oppo Find X9sને ધૂળ અને પાણીથી સુરક્ષા માટે IP66 + IP68 + IP69 રેટિંગ મળેલ છે
Photo Credit: Oppo
Oppo Find X9sમાં 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા છે
ટેક કંપનીની ફ્લેગશિપ Find X9s સિરીઝના ત્રીજા મોડેલ તરીકે ગુરુવારે ભારતમાં Oppo Find X9s લોન્ચ કરવામાં આવ્યો છે . વૈશ્વિક બજારમાં 21 એપ્રિલે રજૂ થયા બાદ હવે આ સ્માર્ટફોન ભારતીય ગ્રાહકો માટે પણ ઉપલબ્ધ બન્યો છે . કંપનીએ ફોનને ત્રણ આકર્ષક કલર વિકલ્પોમાં પ્રી - ઓર્ડર માટે ઉપલબ્ધ કર્યો છે . આ હેન્ડસેટ Media Tek Dimensity 9500s ચિપસેટ અને મોટી 7,025mAh બેટરી સાથે આવે છે . આ ઉપરાંત , તેમાં Hasselblad ટ્યુન્ડ ટ્રિપલ રિયર કેમેરા સિસ્ટમ અને 120Hz રિફ્રેશ રેટ ધરાવતી 6.59 ઇંચ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે .
ભારતમાં Oppo Find X9s ની શરૂઆતની કિંમત 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે રૂપિયા 79,999 રાખવામાં આવી છે . જયારે 12GB RAM અને 512GB સ્ટોરેજ ધરાવતા ટોપ મોડેલની કિંમત રૂપિયા 89,999 છે . કંપની ગ્રાહકોને 10 ટકા સુધીનો ઇન્સ્ટન્ટ કેશબેક અને રૂપિયા 5,000 સુધીનો એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે . સાથે જ ,24 મહિના સુધીની નો - કોસ્ટ EMI સુવિધા પણ ઉપલબ્ધ છે .
ફોન હાલમાં પ્રી - ઓર્ડર માટે ઉપલબ્ધ છે અને 28 મેથી Amazon તથા Oppo ઓનલાઇન સ્ટોર મારફતે વેચાણ માટે ઉપલબ્ધ થશે . આ સ્માર્ટફોન Lavender Sky , Midnight Grey અને Sunset Orange રંગોમાં રજૂ થયો છે .
![]()
Oppo Find X9s ડયુઅલ - સિમ સપોર્ટ સાથે Android 16 આધારિત ColorOS 16 પર કાર્ય કરે છે . તેમાં 6.59 ઈંચનું Full - HD + AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જે 120Hz રિફ્રેશ રેટ , 240Hz ટચ સેમ્પલિંગ રેટ અને 1,800 nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . ડિસ્પ્લેને Gorilla Glass 7i પ્રોટેક્શન આપવામાં આવ્યું છે . કંપનીના જણાવ્યા અનુસાર ,આ ફોન IP66 , IP68 અને IP69 રેટિંગ સાથે ધૂળ અને પાણી સામે રક્ષણ આપે છે .
પરફોર્મન્સ માટે આ ફોનમાં Media Tek Dimensity 9500s પ્રોસેસર , ઇમમોર્ટાલિસ G925 MC12 GPU , 12GB LPDDR5x RAM અને 512GB સુધીની UFS 4.1 સ્ટોરેજ આપવામાં આવી છે . સેન્સર સેટઅપમાં પ્રોક્સિમિટી સેન્સર , ગાયરોસ્કોપ , એક્સીલેરોમીટર , સ્પેક્ટ્રલ સેન્સર અને IR બ્લાસ્ટ જેવા ફીચર્સનો સમાવેશ થાય છે .
ફોટોગ્રાફી માટે Oppo Find X9s માં Hasselblad ટ્યુન્ડ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે . તેમાં 50MP પ્રાઈમરી કેમેરા OIS સપોર્ટ સાથે , 50MP અલ્ટ્રાવાઈડ લેન્સ અને 50MP પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યો છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 32MP ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ છે . ફોન 4K 60fps વિડીયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે .
સ્માર્ટફોનમાં 7,025mAh બેટરી આપવામાં આવી છે , જે 80W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ કરે છે . કનેક્ટિવિટી માટે તેમાં 5G , Wi - Fi 7 , Bluetooth 6.1 , USB Type - C , GPS , NavlC અને અન્ય આધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે . સુરક્ષા માટે ઈન - ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ સામેલ છે . આ ફોનનું વજન લગભગ 202 ગ્રામ છે .
જાહેરાત
જાહેરાત