Oppo Reno 16 સિરીઝના ભારતમાં ચાર મોડેલ હશે
Photo Credit: Oppo
Oppo Reno 16 ત્રણ કલરમાં લોન્ચ થશે
Oppo Reno 16 સિરીઝ આવતા અઠવાડિયે ચીનમાં લોન્ચ થવા જઈ રહી છે . લોન્ચ પહેલા કંપનીએ નવી સિરીઝના કેમેરા ફીચર્સ અંગે કેટલીક મહત્વપૂર્ણ વિગતો જાહેર કરી છે . Oppo એ પુષ્ટિ કરી છે કે Oppo Reno 16 માં 200 મેગાપિક્સલનો મુખ્ય રિયર કેમેરા મળશે . સાથે જ સ્ટાન્ડર્ડ મોડેલને 16GB સુધીની RAM અને 512GB સુધીના સ્ટોરેજ વિકલ્પો સાથે રજૂ કરવામાં આવશે . બીજી તરફ , એક નવા લીકમાં Reno 16 સિરીઝની ભારતમાં લોન્ચ સમય પણ સામે આવી છે . Oppo Reno 16 સિરીઝના ભારતમાં ચાર મોડેલ હશે .
કંપનીએ Weibo પર શેર કરેલા ટીઝર દ્રારા જણાવ્યું છે કે Oppo Reno 16 અને Reno 16 Pro બંનેમાં 200 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા આપવામાં આવશે .કેમેરા સેટઅપમાં 50 મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ અને LED ફ્લેશનો સમાવેશ થશે . જોકે બંને ફોનમાં મેગાપિક્સલ કાઉન્ટ સમાન હોવા છતાં કેમેરા હાર્ડવેર અલગ હોઈ શકે છે .
91Mobiles ના મુજબ , Oppo જુલાઈમાં ભારતમાં Reno 16 સિરીઝ લોન્ચ કરી શકે છે . નવા અહેવાલોમાં જણાવ્યા અનુસાર , ભારતીય બજારમાં Reno 16 , Reno 16 Pro, Reno 16 Pro Mini અને Reno 16c સહિત કુલ ચાર મોડેલ રજૂ થઈ શકે છે .
Oppo એ પહેલેથી જ Reno 16 ના કલર વિકલ્પો જાહેર કર્યા છે . આ ફોન Galaxy Purple , Heartbeat અને Moonlight ઇસ Dark કલરમાં ઉપલબ્ધ થશે . આ ઉપરાંત , આ ડિવાઈસ 12GB + 256GB , 12GB + 512GB, 16GB + 256GB, 16GB + 512GB, અને 16GB + 1TB સ્ટોરેજ વિકલ્પોમાં આવશે .
Reno 16 સિરીઝનું લોન્ચ ઇવેન્ટ 25 મેના રોજ ચીનમાં સાંજે 6 વાગ્યે યોજાશે , જે ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે . આ ઇવેન્ટમાં Oppo Pad 6 અને Oppo Enco Air 5s TWS પણ રજૂ કરવામાં આવશે . હાલમાં ચીનમાં આ ડિવાઈસ માટે પ્રી - રિઝર્વેશન શરૂ થઈ ચૂક્યું છે .
પહેલાના લીક્સ મુજબ , Reno 16 Pro માં 6.78 ઈંચનું 1.5K LTPO ડિસ્પ્લે મળી શકે છે . આ ઉપરાંત આ સ્માર્ટફોન Media Tek Dimensity 9500s ચિપસેટ સાથે આવી શકે છે .
જાહેરાત
જાહેરાત
Oppo Reno 16 Bags BIS, TUV SUD and TDRA Certifications That Hint at Imminent Global Debut
Infinity Ward Working on Next Call of Duty, Says It's Making 'Definitive Modern Warfare' Title