Oppo Watch X3 Mini લોન્ચ પહેલા ટીઝ ; 7 દિવસની બેટરી અને સ્માર્ટ ફીચર્સની ખાતરી

Oppo Watch X3 Mini હાઈ ગ્લોસ ગોલ્ડ , મોચા બ્રાઉન અને સ્ટારલાઈટ સિલ્વર કલરમાં ઉપલબ્ધ રહેશે .

Oppo Watch X3 Mini લોન્ચ પહેલા ટીઝ ; 7 દિવસની બેટરી અને સ્માર્ટ ફીચર્સની ખાતરી

Photo Credit: Oppo

Oppo Watch X3 Mini 100થી વધુ એપ્સને સપોર્ટ કરે છે .

હાઇલાઇટ્સ
  • Oppo Watch X3 Mini 21 એપ્રિલે ચીનમાં લોન્ચ થશે
  • Oppo Watch X3 Mini નીલમ ક્રિસ્ટલ ગ્લાસ કોટિંગ આપવામાં આવશે
  • વોચ દ્રારા યુઝર્સ સીધા કોલ કરી શકશે
જાહેરાત

Oppo Watch X3 Mini આવતા અઠવાડિયે સત્તાવાર રીતે લોન્ચ થવા જઈ રહી છે અને લોન્ચ પહેલા જ કંપનીએ તેના વિશેની મહત્વપૂર્ણ વિગતો જાહેર કરવાનું  શરૂ કરી દીધું છે . Oppo દ્રારા શેર કરવામાં આવેલા ટિઝર્સ અને લિસ્ટિંગ પરથી સ્પષ્ટ થાય છે કે આ સ્માર્ટવોચ ડિઝાઈન અને ફીચર્સ બંનેમાં પ્રીમિયમ  અનુભવ આપવાની તૈયારીમાં છે . કંપનીએ ચીનમાં પોતાના સત્તાવાર ઓનલાઇન સ્ટોર મારફતે તેની પ્રી-રિઝર્વેશન પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે , જે બતાવે છે  કે આ ડિવાઈસને લઈને બજારમાં પહેલેથી જ રસ જોવા મળી રહ્યો છે .

Oppo Watch X3 Mini 21 એપ્રિલે ચીનમાં લોન્ચ થશે અને તેનું લોન્ચ ઈવેન્ટ ત્યાંના  સમય મુજબ સાંજે 7 વાગ્યે  અને ભારતીય સમય અનુસાર સાંજે 4:30 એ શરૂ  થશે . આની લિસ્ટિંગ મૂજબ આ સ્માર્ટવોચ હાઈ ગ્લોસ ગોલ્ડ , મોચા બ્રાઉન અને સ્ટારલાઈટ સિલ્વર જેવા આકર્ષક કલર વિકલ્પોમાં આવશે , જે તેને  ફેશન એસેસરી તરીકે પણ આકર્ષક બનાવે છે .

 Oppo Watch X3 Mini ફીચર્સ :

ડિઝાઈનની વાત કરીએ તો, Oppo Watch X3 Mini નીલમ ક્રિસ્ટલ ગ્લાસ કોટિંગ આપવામાં આવશે , જે ડિસ્પ્લેને   વધુ મજબૂત અને સ્ક્રેચ રેસીસ્ટન્ટ બનાવશે  . સાથે જ તેમાં 18K ગોલ્ડ અને સ્ટેનલેસ સ્ટીલ કેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે , જે તેની પ્રીમિયમ ફીલને વધારે છે . Oppo એ આ વોચને માત્ર ગેજેટ નહીં પરંતુ સ્ટાઈલ  સ્ટેટમેન્ટ તરીકે પણ ડિઝાઈન કરી છે .

હેલ્થ અને ફિટનેસ ફીચર્સમાં પણ વોચ આગળ રહેવાની છે . તેમાં માસિક તારીખને ટ્રેકિંગ , ઊંઘને મોનિટરિંગ,   સ્ટ્રેસ મેનેજમેન્ટ અને હાઇપરટેન્શન રિસ્ક એસેસમેન્ટ  જેવા નવા સેન્સર્સ આપવામાં આવશે . આ ઉપરાંત તે કસરત , ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ એનાલિસિસ તેમજ સન એક્સપોઝર રિમાઈન્ડર જેવી સુવિધાઓ પણ આપે છે  .

કનેક્ટિવિટી અને સ્માર્ટ ફીચર્સની વાત કરીએ તો  ,આ  વોચ દ્રારા યુઝર્સ સીધા કોલ કરી શકશે  અને WeChat મેસેજનો જવાબ આપી શકશે . સાથે જ તે સ્માર્ટફોન  માટે રિમોટ તરીકે પણ કામ કરશે , જેમાં કેમેરા શટર કંટ્રોલ કરવાની સુવિધા પણ સામેલ છે . Oppo એ પુષ્ટિ કરી છે કે આ વોચ 100થી વધુ એપ્લિકેશન્સ  સાથે ચાલશે .

આની મોટી બેટરી પણ આની ખાસિયત છે . કંપની મુજબ સામાન્ય ઉપયોગમાં તે 7 દિવસ સુધી ચાલશે જોકે વધારે પડતો ઉપયોગમાં લગભગ 2.5 દિવસ સુધી  બેટરી બેકઅપ આપશે .

આ સ્માર્ટવોચ સાથે Oppo Enco Clip 2, Find X9 Ultra  અને  Find X9s Pro પણ 21 એપ્રિલે ચીનમાં લોન્ચ થશે . આ તમામ પ્રોડક્ટ્સની કિંમત અંગેની માહિતી લોન્ચ  ઇવેન્ટ દરમિયાન જાહેર કરવામાં આવશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »