Samsung દ્વારા તેના નેક્સ્ટ જનરેશન ફોલ્ડેબલ માટે One UI 9 નું આંતરિક પરીક્ષણ શરૂ કરી દીધું હોવાના અહેવાલ આ અઠવાડિયાની શરૂઆતમાં મળ્યા છે.
સેમસંગનો 'વાઈડ' ગેલેક્સી ઝેડ ફોલ્ડ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 8 ની સાથે લોન્ચ થવાની શક્યતા છે.
Samsung દ્વારા તેના નેક્સ્ટ જનરેશન ફોલ્ડેબલ માટે One UI 9 નું આંતરિક પરીક્ષણ શરૂ કરી દીધું હોવાના અહેવાલ આ અઠવાડિયાની શરૂઆતમાં મળ્યા છે. અપેક્ષા મુજબ લિસ્ટમાં Samsung Galaxy Z Fold 8 અને Samsung Galaxy Z Flip 8 દેખાયા હતા. પરંતુ તેની સાથે જ સેમસંગનું લાંબા સમયથી ચર્ચામાં રહેલા વાઇડ-સ્ક્રીન ફોલ્ડેબલ પણ હતું. હવે, એ જ One UI 9 ટેસ્ટ બિલ્ડને કારણે, આ રહસ્યમય ઉપકરણ કેવું દેખાઈ શકે છે તેનો પહેલો વાસ્તવિક સંકેત આપણને મળ્યો છે. સૉફ્ટવેરમાં મળેલા એનિમેશન (એન્ડ્રોઈડ ઓથોરિટી દ્વારા જોવામાં આવેલા) એક નવું ફોલ્ડેબલ ડિવાઇસ ખુલતું અને બંધ થતું બતાવે છે. આ એનિમેશન માત્ર બેઝિક છે અને તે હાર્ડવેરની વિગતો જાહેર કરતા નથી, પરંતુ સ્પષ્ટ સંકેત છે કે સેમસંગ સક્રિય રીતે એક વિશાળ ગેલેક્સી ઝેડ ફોલ્ડ-શૈલીનું ડિવાઇસ વિકસાવી રહ્યું છે.
આ ફોલ્ડેબલ સેમસંગના હાલના બુક સ્ટાઇલ ફોલ્ડેબલ્સ કરતાં ઘણું પહોળું દેખાય છે. તેમાં કોઈ દૃશ્યમાન કેમેરા મોડ્યુલ નથી, કોઈ પોર્ટ નથી, અને કોઈ સ્પષ્ટ ડિઝાઇન દર્શાવાઈ નથી. તેમ છતાં, તેના આ ઇમેજ પરથી ધારણા બાંધી શકાય તેમ છે.
આ એક ફોલ્ડેબલ જેવું લાગે છે જે એક વિશાળ આંતરિક ડિસ્પ્લેની આસપાસ રચાયેલ છે જે એક્સ્ટ્રીમ આસ્પેક્ટ રેશિયો પર આધાર રાખ્યા વિના મલ્ટિટાસ્કિંગ અને મીડિયા વપરાશમાં સુધારો થાય.
હાલમાં, Huawei એકમાત્ર મુખ્ય સ્માર્ટફોન બ્રાન્ડ છે જે આ વિશાળ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટર સાથે ખુલીને એક્સપેરિમેન્ટ કરી રહી છે. કંપનીએ ગયા વર્ષે Pura X લોન્ચ કર્યું હતું, જે સ્પષ્ટપણે વિશાળ, ટેબ્લેટ જેવા ફોલ્ડેબલ્સમાં તેનો રસ દર્શાવે છે.
હાલમાં, Pura X2 વિશે પહેલેથી જ ચર્ચા ચાલી રહી છે, જેમાં મોટો આંતરિક ડિસ્પ્લે આવી શકે છે, જે કદાચ સાત ઇંચ જેટલી લંબાઈ ધરાવે છે.
જો સેમસંગ પણ આ દિશામાં કામગીરી કરે છે, તો આ વખતે વાઇડ-સ્ક્રીન ફોલ્ડેબલ્સ ક્ષેત્ર નવી હરીફાઈ સર્જાશે.
સોફ્ટવેર બિલ્ડમાં દેખાતું ડિવાઈઝ વ્યાપારી રીતે રિલીઝ થશે તે દર્શાવતું નથી. સેમસંગે વર્ષોથી તેના ઘણા આઈડિયા પર પરીક્ષણ કર્યું છે તેમના ઘણા સ્ટોરમાં ક્યારેય પહોચ્યા જ નથી.
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
WhatsApp Reportedly Brings Third-Party Agent Chats to iOS Beta Users