Poco C81 Pro વૈશ્વિક બજારોમાં રજૂ : કિંમત $99થી શરૂ 

Poco C81 Pro માં 13 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર AI બેક્ડ રિયર કેમેરા આપવામાં આવ્યો છે 

Poco C81 Pro વૈશ્વિક બજારોમાં રજૂ : કિંમત $99થી શરૂ 

Photo Credit: Poco

Poco C81 Pro બ્લેક , ગોલ્ડ અને ગ્રીન કલરમાં આવશે . 

હાઇલાઇટ્સ
  • નવા સ્માર્ટફોનમાં વોટર - ડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવ્યું
  • ફોનમાં f /2.2 અપર્ચર સાથે 13MP પ્રાઈમરી કેમેરા
  • Bluetooth 5.2 , Wi-Fi , GPS, GLONASS, Galileo, BeiDou, NFC , USB, Type -
જાહેરાત

Poco C81 Pro અમુક પસંદગીના બજારોમાં લોન્ચ કરવામાં આવ્યો છે .  Poco ની C - સિરીઝમાં આવેલા આ નવા સ્માર્ટફોનમાં વોટર - ડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં  આવ્યું છે અને તે Unisoc T7250 ચિપસેટ પર કાર્ય કરે છે  ફોનમાં 4GB RAM સાથે 64GB , 128GB અને 256GB સ્ટોરેજ વિકલ્પો મળે છે . તેમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા છે અને 120Hz સુધીના રિફ્રેશ રેટ સાથે 6.9 ઈંચનું LCD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જેને TUV RheinIand સર્ટિફિકેશન મળ્યું છે . સાથે જ આ ફોનમાં 6,000mAh બેટરી અને 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે .

Poco C81 Pro કિંમત અને કલર વિકલ્પો :

Poco C81 Proની શરૂઆતની કિંમત 4GB RAM અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે $99 (લગભગ 9,300 રૂપિયા ) રાખવામાં આવી છે . 128GB અને 256GB સ્ટોરેજ મોડેલ્સની કિંમત અનુક્રમે $109 અને $129 છે . આ ફોન બ્લેક , ગોલ્ડ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ છે અને હાલમાં અમુક વૈશ્વિક બજારોમાં  વેચાણ  માટે ઉપલબ્ધ કરાયો છે .

Poco C81 Pro સ્પેસિફિકેશન અને ફીચર્સ :

ડયુઅલ સિમ સપોર્ટ ધરાવતો Poco C81 Pro HyperOS 3 પર ચાલે છે . તેમાં 6.9 ઇંચ HD + (720 x 1600 પિક્સેલ ) LCD ડિસ્પ્લે છે , જે 120Hz રિફ્રેશ  રેટ અને 1500:1 કોન્ટ્રાસ્ટ રેશિયો આપે છે . ડિસ્પ્લે 650 nits સુધી બ્રાઇટનેસ આપે છે અને હાઈ બ્રાઇટનેસ મોડમાં 800 nits સુધી પહોંચી શકે છે . TUV RheinIand  દ્રારા Low Blue Light , Flicker Free અને  Circadian Friendly જેવા  સર્ટિફિકેશન પણ મળ્યા છે .

આ ફોનમાં પ્રોસેસર તરીકે 12nm આધારિત Unisoc T7250 ઓક્ટા કોર ચિપસેટ આપવામાં આવ્યું છે , સાથે  Mali - G57 GPU , 4GB LPDDR4x RAM અને 256GB સુધી UFS 2.2 સ્ટોરેજ મળે છે . RAM ને વર્ચુઅલી 8GB સુધી વધારી શકાય છે .

કેમેરાની વાત કરીએ તો,  આ ફોનમાં f /2.2 અપર્ચર સાથે 13MP પ્રાઈમરી કેમેરા અને એક  લેન્સ છે . સેલ્ફી અને વિડીયો કોલ માટે 8MP ફ્રન્ટ  કેમેરા  આપવામાં આવ્યો છે . તેમાં Wet Touch Technology 2.0 પણ છે , જે ભીની આંગળીઓથી પણ સ્મૂથ ટચ રિસ્પોન્સ આપે છે .

કનેક્ટિવિટી માટે Bluetooth 5.2 ,  Wi-Fi , GPS, GLONASS, Galileo, BeiDou, NFC , USB, Type - C પોર્ટ અને 3.5mm હેડફોન જેક આપવામાં આવ્યા  છે . સુરક્ષા માટે સાઈડ - માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક સપોર્ટ મળે છે .

Poco C81 Proમાં 6,000mAh બેટરી છે , જે 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . કંપનીના દાવા મુજબ , તે એક જ ચાર્જ પર 79 કલાકથી વધુ મ્યુઝિક પ્લેબેક  આપી શકે છે  . ફોનનું વજન 208 ગ્રામ છે અને તેનું માપ 171.56 x 79.47 x 8.15mm છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Prime Day Sale શરૂ : બેંક ઓફર અને કેશબેક સાથે આ 5 સ્માર્ટફોન પર મોટી બચત
  2. iPhone 17 Pro ખરીદવાની સુવર્ણ તક ! Flipkart GOAT Saleમાં ભારે ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર
  3. Realme થી Motorola સુધીના ફોન પર જબરદસ્ત ઓફર્સ ,Flipkart GOAT Saleમાં બેંક અને એક્સચેન્જ લાભ
  4. TCL થી Xiaomi સુધી 55 ઇંચ 4K smart TV પર આકર્ષક ડીલ્સ , Prime Day Saleમાં ખરીદવાની તક
  5. Prime Day Sale 2026 : Redmi , Realme , Lava અને iQOO ના ફોન પર જબરદસ્ત ઓફર્સ , 6 જુલાઈ સુધી મળશે લાભ
  6. Aadhaar સેન્ટર જવાની જરૂર નહીં App થી મફતમાં ઈમેઈલ ID લિંક કરવાની સુવિધા શરૂ
  7. રૂપિયા 84,999 માં મળશે Galaxy S25 Ultra , Prime Day Saleમાં iPhone 17 Pro પર પણ ખાસ ઓફર્સ
  8. ઓનલાઈન ફ્રોડની આશંકા વચ્ચે યુઝરનેમ આધારિત ચેટિંગ ફીચર અંગે સરકાર સખત , Meta સહિત અનેક પ્લેટફોર્મ્સ પાસેથી માંગ્યો જવાબ
  9. મોબાઈલ ચલાવવાનો ખર્ચ વધશે ? Jio - Airtel ટૂંક જ સમયમાં વધારી શકે છે પ્રીપેડ પ્લાનના ભાવ
  10. Vivo નો નવો Pad 5c આવ્યો બજારમાં , 2.8K 144Hz ડિસ્પ્લે અને AI ફીચર્સથી સજ્જ ટેબ્લેટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »