Poco X8 Pro Max , X8 Pro 5G આવ્યા ભારતમાં :શક્તિશાળી બેટરી, 100W ફાસ્ટ ચાર્જિંગ

ભારતમાં Poco X8 Pro 5G અને Poco X8 Pro Max 5G ના વેચાણ માટે ફ્લિપકાર્ટનો ઉપયોગ થશે .

Poco X8 Pro Max , X8 Pro 5G આવ્યા ભારતમાં :શક્તિશાળી બેટરી, 100W ફાસ્ટ ચાર્જિંગ

Photo Credit: Flipkart/ Poco

Poco X8 Pro 5G માં 8 મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ કેમેરા છે .

હાઇલાઇટ્સ
  • ડયુઅલ- સિમ સપોર્ટ સાથે અને Android 16 આધારિત HyperOS પર ચાલે
  • Poco X8 Pro 5G કાળો , લીલો અને સફેદ કલરમાં
  • 50 મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા સાથે ડયુઅલ રિયર કેમેરા સેટઅપ
જાહેરાત

મંગળવારે Xiaomiની સબ - બ્રાન્ડ Poco એ ભારતમાં તેની નવી Poco X8 Pro Max 5G , Poco X8 Pro 5G અને Poco X8 Pro Iron Man Edition લોન્ચ કરી છે . નવા  Poco X સિરીઝના સ્માર્ટફોન દેશના ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાયો છે . આ બંને મોડેલમાં 50 મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા સાથે ડયુઅલ રિયર કેમેરા સેટઅપ પણ આપવામાં આવશે . આ ફોનને  100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે . Pro મોડેલમાં 6,500mAh બેટરી  આપવામાં આવી છે , જયારે Pro Max વર્ઝનમાં મોટી 9,000mAh  બેટરી  આપવામાં આવી છે . Pro Max વેરિઅન્ટ Media Tek Dimensity 9000  ચિપસેટ સાથે આવે  છે .

Poco X8 Pro 5G કિંમત અને ઉપલબ્ધતા :
ભારતમાં  Poco X8 Pro  5G ની શરૂઆતની કિંમત 8GB +256GB વેરિઅન્ટ માટે રૂપિયા 32,999 રાખવામાં આવી છે , જયારે 12GB +256GB મોડેલની કિંમત રૂપિયા 35,999 હશે .  આની સાથે Iron Man Edition (12GB +256GB) ની કિંમત રૂપિયા 37,999 છે . આના બીજા મોડેલ Poco X8 Pro Max 5Gનો 12GB +256GB મોડેલ રૂપિયા 42,999 થી શરૂ થાય છે જયારે 12GB +512GB વેરિઅન્ટ રૂપિયા 42,999થી શરૂ થાય છે . કંપની HDFC, ICICI અને SBI ના ક્રેડિટ કાર્ડ્સ પર રૂપિયા 3,000 સુધીનું બેંક ડિસ્કાઉન્ટ તો મળશે જ .

આ ફોન 23 માર્ચે બપોરે 12 વાગ્યાથી Flipkart પર વેચાણ માટે ઉપલબ્ધ કરાશે . Poco X8 Pro 5G કાળો , લીલો અને સફેદ કલરમાં મળી રહેશે , જયારે Pro Max મોડેલ કાળો , વાદળી અને સફેદ કલરમાં મળી રહેશે .

poco x8 pro max 5g india launch inline Poco X8 Pro 5G Iron Man Edition

સ્પેસિફિકેશન અને ફીચર્સ :
આ બંને સ્માર્ટફોન ડયુઅલ- સિમ સપોર્ટ સાથે અને Android 16 આધારિત HyperOS પર ચાલે છે . Poco X8 Pro Max 5G માં 6.83 ઇંચની 1.5K AMOLED  ડિસ્પ્લે આપવામાં આવી છે . આ બંને ફોનમાં IP66, IP68,, IP69 અને , IP69K રેટિંગ સાથે પાણી અને ધૂળથી સુરક્ષા આપે છે .

સારા પરફોર્મન્સ માટે Pro Max મોડેલમાં 3nm Media Tek Dimensity 9500s પ્રોસેસર , 12GB LPDDR5X  RAM અને 512GB સુધી UFS 4.1 નું સ્ટોરેજ આપવામાં આવ્યું છે . આ ફોનમાં 5,800mm હીટ અને કૂલિંગ સિસ્ટમ પણ આપવામાં આવ્યું છે . Poco X8 Pro  5G માં Media Tek Dimensity  8500 Ultra ચિપસેટ  , 12GB સુધી RAM અને 256GB સ્ટોરેજ મળે છે .

હવે વાત કરીએ કેમેરાની તો આ બંને ફોનમાં OIS સાથે 50MP પ્રાથમિક કેમેરા અને 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા હશે . સેલ્ફી અને વિડીયો કોલ માટે 20MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . આ ફોન 4K 60fps સુધી વિડીયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે .

આ Pro Max ફોનની બેટરી 9,000mAh છે જયારે Pro મોડેલમાં 6,500mAh બેટરી આપવામાં આવી છે .બંને ફોનમાં 100W ફાસ્ટ ચાર્જિંગ અને 27W રિવર્સ  ચાર્જિંગ સપોર્ટ મળે છે . એક વખતના  ચાર્જમાં 18 દિવસ સુધી સ્ટેન્ડબાય અને લગભગ 30 કલાક વિડીયો પ્લેબેક આપે છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Prime Day Sale શરૂ : બેંક ઓફર અને કેશબેક સાથે આ 5 સ્માર્ટફોન પર મોટી બચત
  2. iPhone 17 Pro ખરીદવાની સુવર્ણ તક ! Flipkart GOAT Saleમાં ભારે ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર
  3. Realme થી Motorola સુધીના ફોન પર જબરદસ્ત ઓફર્સ ,Flipkart GOAT Saleમાં બેંક અને એક્સચેન્જ લાભ
  4. TCL થી Xiaomi સુધી 55 ઇંચ 4K smart TV પર આકર્ષક ડીલ્સ , Prime Day Saleમાં ખરીદવાની તક
  5. Prime Day Sale 2026 : Redmi , Realme , Lava અને iQOO ના ફોન પર જબરદસ્ત ઓફર્સ , 6 જુલાઈ સુધી મળશે લાભ
  6. Aadhaar સેન્ટર જવાની જરૂર નહીં App થી મફતમાં ઈમેઈલ ID લિંક કરવાની સુવિધા શરૂ
  7. રૂપિયા 84,999 માં મળશે Galaxy S25 Ultra , Prime Day Saleમાં iPhone 17 Pro પર પણ ખાસ ઓફર્સ
  8. ઓનલાઈન ફ્રોડની આશંકા વચ્ચે યુઝરનેમ આધારિત ચેટિંગ ફીચર અંગે સરકાર સખત , Meta સહિત અનેક પ્લેટફોર્મ્સ પાસેથી માંગ્યો જવાબ
  9. મોબાઈલ ચલાવવાનો ખર્ચ વધશે ? Jio - Airtel ટૂંક જ સમયમાં વધારી શકે છે પ્રીપેડ પ્લાનના ભાવ
  10. Vivo નો નવો Pad 5c આવ્યો બજારમાં , 2.8K 144Hz ડિસ્પ્લે અને AI ફીચર્સથી સજ્જ ટેબ્લેટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »