Realme 16 5G માં ફ્લિપ્કાર્ટની માઈક્રોસાઇટને લાઈવ કરવામાં આવ્યું છે
Photo Credit: Flipkart/ Realme
Realme 16 5G માં પીલ શેપનું કેમેરા મોડયુલ છે .
Realme ટૂંક જ સમયમાં ભારતીય બજારમાં તેનું નવું સ્માર્ટફોન Realme 16 5G લોન્ચ કરવા જઈ રહ્યો છે . કંપનીએ આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે , જેના કારણે ટેક યુઝર્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે . આની સાથે જ ફ્લિપકાર્ટ પર આ ફોન માટે માઈક્રોસાઇટ પણ લાઈવ કરવામાં આવી છે , જેમાં ડિઝાઇન અને મુખ્ય ફીચર્સની ઝલક આપવામાં આવી છે . આ ફોન પાવરફુલ બેટરી , સ્લિમ ડિઝાઇન અને નવા સોફ્ટવેર સાથે આવશે . Realme 16 5Gમાં Media Tek Dimensity 6400 ટર્બો પ્રોસેસર આપવામાં આવ્યો છે જેમાં 12GB સુધી RAM અને 256GB સુધી સ્ટોરેજ મળશે . Realme 16 5G માં ફ્લિપ્કાર્ટની માઈક્રોસાઇટને લાઈવ કરવામાં આવ્યું છે
મોટી બેટરી અને પાવરફુલ પરફોર્મન્સ :
આ સ્માર્ટફોનમાં 7000mAh ની મોટી બેટરી આપવામાં આવશે , જે 60W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે . તેમાં AI સ્માર્ટ ચાર્જિંગ અને AI પાવર સેવિંગ જેવા ફીચર્સ પણ મળશે . કંપનીના દાવા મુજબ , ફોન એક જ ચાર્જ પર લાંબા સમય સુધી WhatsApp , Instagram , YouTube અને મ્યુઝિક પ્લેબેક માટે ઉપયોગી છે .
સોફ્ટવેર અને અપડેટ્સ :
Realme 16 5G Android 16 પરના Realme UI 7.0 પર કામ કરશે . કંપનીએ આ ફોન માટે 3 વર્ષ સુધી OS અપડેટ અને 4 વર્ષ સુધી સિક્યુરિટી અપડેટ આપવાની ખાતરી આપી છે .
ડિસ્પ્લે અને ડિઝાઇન :
આ ફોનમાં 6.57 ઇંચનો ડિસ્પ્લે મળશે , જેમાં 4,200 nits સુધીની પીક બ્રાઇટનેસ અને 3,000Hz ટચ સેમ્પલિંગ રેટ મળશે . સાથે જ 2,160Hz PWM ડીમીંગ અને 1.07 બિલિયન કલર્સનો સપોર્ટ પણ મળશે . આ ફોન Air Black અને Air White કલરમાં આવશે અને તેનો ડિઝાઇન પાતળો અને હળવો રહેશે .
આ હેન્ડસેટ IP69 રેટિંગ સાથે આવશે , એટલે કે ધૂળ અને પાણી સામે મજબૂત બને છે . આગળ વધુમાં તેમાં એરફ્લો વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ આપવામાં આવશે , જે આ ફોનને ગરમ થવાથી બચાવશે .
કેમેરા :
. કેમેરા સેટઅપમાં 50MP નો મુખ્ય કેમેરા અને 2MP મોનોક્રોમ લેન્સ આપવામાં આવશે .
જાહેરાત
જાહેરાત