Realme 16 સિરીઝમાં નવો ઉમેરો : Realme 16 x 5G લોન્ચ નજીક 

Realme  16 x 5G ભારતમાં 6GB સુધીની રેમ અને 256 GB સુધીના ઓનબોર્ડ સ્ટોરેજ સાથે લોન્ચ થશે 

Realme 16 સિરીઝમાં નવો ઉમેરો : Realme 16 x 5G લોન્ચ નજીક 

Photo Credit: Gadgets 360

Realme  16 5G માં ગોળી આકારનું રિયર કેમેરા આપેલ છે .

હાઇલાઇટ્સ
  • , Realme 16 x 5G મોડેલ નંબર RMX5270 સાથે ભારતમાં
  • સ્ટોરેજ ઓપ્શન તરીકે 4GB + 128GB , 6GB + 128GB અને 6GB + 256GB વેરિઅન્ટસ
  • Realme 15 x 5G નો અપગ્રેડેડ વર્ઝન બની શકે
જાહેરાત

Realme 16 5G આ મહિનાની શરૂઆતમાં ભારતમાં લોન્ચ થયો હતો અને તે Realme 16 Pro 5G  તથા Realme 16 Pro+ 5G સાથે કંપનીની નવી સિરીઝનો ભાગ છે . હવે આ લાઇનઅપમાં વધુ એક મોડેલ ઉમેરાવાની શક્યતા છે . લીક્સ મુજબ , કંપની ટૂંક સમયમાં Realme 16 x  5G લોન્ચ કરવાની તૈયારી  માં છે , જે બે કલર ઓપ્શન અને ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટમાં આવી શકે છે . આ સ્માર્ટફોન ગયા વર્ષના Realme 15 x  5G નો આગળનો વેરિઅન્ટ હોવાની શક્યતા છે .

લોન્ચ અને વેરિઅન્ટ 

ટિપસ્ટર અભિષેક યાદવ અનુસાર , Realme 16 x  5G  મોડેલ નંબર RMX5270 સાથે ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે . જોકે ચોક્કસ તારીખ જાહેર કરી નથી  , પરંતુ તેનો ડેબ્યુ નજીક હોવાનું માનવામાં આવે છે . આ ફોનમાં એડયુરન્સ બ્રાઉન અને ગ્લોરી વ્હાઈટ કલરમાં ઉપલબ્ધ થઈ શકે છે . સ્ટોરેજ ઓપ્શન તરીકે 4GB + 128GB , 6GB + 128GB અને 6GB + 256GB વેરિઅન્ટસ મળવાની સંભાવના છે .

અન્ય વિગતો 

હાલમાં Realme 16 x  5G  વિશે વધારે સ્પષ્ટ માહિતી બહાર આવી નથી , પરંતુ આવનારા દિવસોમાં તેની કિંમત , સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ વિશે વધુ વિગતો  જાહેર થવાની અપેક્ષા છે . આ ફોન Realme 16 સિરીઝમાં નવો છે , જેમાં પહેલાથી જ Realme 16 Pro +  5G,  Realme 16 Pro  5G અને Realme 16 5G સામેલ છે .

Realme 15 x 5G

નવા અહેવાલ મુજબ  Realme 16 x  5G   ગયા વર્ષના  Realme 15 x  5G  નો અપગ્રેડેડ વર્ઝન બની શકે છે . Realme 15 x  5G  ઓક્ટોબર 2025 માં ભારતમાં  લોન્ચ થયો હતો , જેની શરૂઆતની કિંમત રૂપિયા 16,999 હતી  . તેમાં 6.8 ઇંચ HD + ડિસ્પ્લે , 144Hz રિફ્રેશ રેટ અને 1,200 nits પીક બ્રાઇટનેસ  આપવામાં આવ્યા હતા .

પરફોર્મન્સ માટે , તેમાં Media Tek Dimensity 6300 ચિપસેટ , 8GB સુધી RAM અને 256GB સ્ટોરેજ સપોર્ટ આપવામાં આવ્યો હતો . કેમેરા માટે તેમાં 50MP  મુખ્ય સેન્સર સાથે ડયુઅલ રિયર કેમેરા સેટઅપ છે સાથે જ 7,000mAh બેટરી અને 60W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ તેને લાંબા સમય સુધી  ઉપયોગ માટે  યોગ્ય  બનાવે છે .

કુલ મળીને Realme 16 x 5G કંપનીની સિરીઝમાં એક મહત્વપૂર્ણ અપગ્રેડ બની શકે છે , જે મિડ - રેન્જ સેગમેન્ટમાં નવા ફીચર્સ સાથે ગ્રાહકોને આકર્ષિત કરી શકે છે .



 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »