8000mAh બેટરી અને 50MP Sony કેમેરા સાથે આવશે Realme 16T 5G

 Realme 16T 5Gમાં 144Hz રિફ્રેશ રેટ અને 2,100 nits સુધીની પીક બ્રાઇટનેસ ડિસ્પ્લે હોઈ શકે 

8000mAh બેટરી અને 50MP Sony કેમેરા સાથે આવશે Realme 16T 5G

Photo Credit: Realme

 Realme 16T 5G IP69 Pro ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ રેટિંગ મળેલ છે .

હાઇલાઇટ્સ
  • 22 મેના રોજ ભારતમાં લોન્ચ થનારો Realme 16T 5G
  • ફોનમાં 50MP Sony IMX852 કેમેરા , AI આધારિત ફોટોગ્રાફી ફીચર્સ
  • સ્માર્ટફોનમાં AI Portrait Glow ફીચર આપવામાં આવશે
જાહેરાત

22 મેના રોજ ભારતમાં લોન્ચ થનારો Realme 16T 5Gના કેમેરા સ્પેસિફિકેશન લોન્ચ પહેલા જ જાહેર થઈ ગયા છે . કંપનીએ સ્માર્ટફોનના કેમેરા ફીચર્સ સાથે   ડિસ્પ્લે , બેટરી અને ડ્યુરેબિલીટી જેવી મહત્વપૂર્ણ જાણકારી પણ આપી છે . Realme 16 સિરીઝમાં જોડાનાર આ ફોન Flipkart , Realme India ની વેબસાઈટ  અને ઓફલાઈન સ્ટોર્સ દ્રારા વેચાણ માટે ઉપલબ્ધ થશે . લોન્ચ ઇવેન્ટ દરમિયાન તેની કિંમત અને સ્પેસિફિકેશન્સ પણ જાહેર થવાની સંભાવના છે  .  કંપનીના જણાવ્યા મુજબ , Realme 16T 5Gમાં f /1.8 એપર્ચર અને ઓટોફોકસ સપોર્ટ સાથે 50MP Sony IMX 852 પ્રાઈમરી કેમેરા આપવામાં આવશે .  આ કેમેરા સાથે Realme નું  LumaColor IMAGE એન્જિન મળશે , જે AI આધારિત ઇમેજ પ્રોસેસિંગ દ્રારા સ્કિન ટન , ટેક્સ્ચર અને ડાયનામિક રેન્જને વધુ    સારી બનાવશે . ફોન RAW HDR પ્રોસેસિંગ અને કસ્ટમ વ્હાઇટ બેલેન્સ ટ્યુનિંગ પણ સપોર્ટ કરશે .

સ્માર્ટફોનમાં AI Portrait Glow ફીચર આપવામાં આવશે , જે ઓછી લાઈટ કે બેકલાઈટમાં પણ ફેસની લાઇટિંગને એડજસ્ટ કરી દેશે .  સાથે જ  Flash, Rim Light , Natural Light અને  Studio Light  જેવા પોટ્રેટ ઇફેક્ટ્સ પણ ઉપલબ્ધ રહેશે . Realme 16T 5Gમાં Rear Selfie Mirror ફીચર પણ મળશે , જેથી યુઝર્સ મુખ્ય કેમેરાથી સેલ્ફી લેતી વખતે પોતાનું પ્રિવ્યુ જોઈ શકશે .                                                

AI આધારિત નવા ટુલ્સ પણ આ ફોનમાં આપવામાં આવશે . તેમાં Popout Collage , AI StyleMe , AI Profile Portrait, AI Football star, AI Light Me અને  AI Instant Clip જેવા ફીચર્સનો સમાવેશ થાય છે . AI Instant Clip ફીચર માત્ર 10 સેકેન્ડમાં ફોટા  અને વિડિયોઝમાંથી ટૂંકા વિડીયો તૈયાર કરી શકશે . 

ડિસ્પ્લેની વાત કરીએ તો આ ફોનમાં 144Hz રિફ્રેશ રેટ અને 2,100 nits સુધીની પીક બ્રાઇટનેસ સાથેનું સ્ક્રીન મળશે . તે 400 ટકા Ultra Volume મોડને પણ સપોર્ટ કરશે  .  ડ્યુરેબિલિટીની વાત કરીએ તો આ ફોનને IP69 Pro રેટિંગ મળ્યું છે , જે તેને ધૂળઅને પાણી સામે રક્ષા આપે છે .સાથે જ તેમાં મિલિટરી - ગ્રેડ શોક રેઝિસ્ટન્સ સર્ટિફિકેશન  પણ આપવામાં આવ્યું છે .

આ ફોનમાં 8,000mAhની મોટી બેટરી મળશે , જે 45W ફાસ્ટ ચાર્જિંગ   , બાયપાસ ચાર્જિંગ અને વાયર્ડ રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરશે . Geekbench લિસ્ટિંગ મુજબ ,  Realme 16T 5G માં Media Tek Dimensity  6300 ચિપસેટ મળી શકે છે . સ્માર્ટફોન ઓછામાં ઓછા 8GB RAM અને Android 16 સાથે લોન્ચ થવાની સંભાવના છે . આ ફોન Starlight Black , Starlight Blue અને Starlight Red કલર વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. મેમરી ચિપ્સની અછત વચ્ચે અનેક સ્માર્ટફોન બ્રાન્ડ્સે વધારી કિંમતો 
  2. 8000mAh બેટરી અને 50MP Sony કેમેરા સાથે આવશે Realme 16T 5G
  3. એમેઝોન MX પ્લેયર પર સ્ટ્રીમ થઈ રહી છે ' વિમલ ખન્ના '
  4. OpenAIનું નવું AI ઇમેજ ટૂલ ભારતમાં સૌથી લોકપ્રિય , અનેક ટ્રેન્ડ્સ વાયરલ 
  5. OnePlus  Nord CE 6 Lite ભારતમાં લોન્ચ  :  સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ જાહેર 
  6. Android 5.0 યુઝર્સ માટે ઝટકો : WhatsApp હવે નહીં ચાલે જૂના ડિવાઈસ 
  7. જાપાની - કોરિયન સહયોગથી બનેલી ' હ્યુમન વેપર ' માં જોવા મળશે ડાર્ક હોરર અને જબરદસ્ત એક્શન 
  8. સમાજને પ્રેરણા આપતી " નુક્કડ નાટક " હવે નેટફ્લિક્સ પર 
  9. Poco C81 Pro વૈશ્વિક બજારોમાં રજૂ : કિંમત $99થી શરૂ 
  10. Spotify ફિટનેસ ક્ષેત્રમાં પ્રવેશ્યું , Peloton સાથે પાર્ટનરશિપની જાહેરાત 
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »