Realme 16T માં 50MP Sony કેમેરા , AI ફીચર્સ અને IP69 રેટિંગનો સપોર્ટ

Realme 16T માં Media Tek Dimensity 6300 ચિપસેટ , 8GB RAM અને 256GB સુધીની UFS 2.2 સ્ટોરેજ મળે છે

Realme 16T માં 50MP Sony કેમેરા , AI ફીચર્સ અને IP69 રેટિંગનો સપોર્ટ

Photo Credit: Gadgets 360

Realme 16T ધૂળ અને પાણીથી રક્ષણ માટે IP69 Pro રેટિંગ મળેલ છે

હાઇલાઇટ્સ
  • સ્માર્ટફોનમાં 6.8 ઇંચની LCD ડિસ્પ્લે
  • Realme 16T Android 16 આધારિત Realme UI 7 પર ચાલે
  • Realme 16T માં 8000mAh બેટરી આપવામાં આવી
જાહેરાત


Realme એ ભારતમાં Realme Buds Air 8 Pro અને Realme Watch S5 સાથે નવો Realme 16T સ્માર્ટફોન લોન્ચ કર્યો છે . આ સ્માર્ટફોનમાં 6.8 ઇંચની LCD  ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 144Hz રિફ્રેશ રેટ , 1200 nits સુધીની બ્રાઇટનેસ અને 90.4 ટકા સ્ક્રીન - ટુ - બોડી રેશિયો સપોર્ટ કરે છે . આ ફોનમાં Media Tek Dimensity  6300 પ્રોસેસરથી સંચાલિત છે અને  45W ફાસ્ટ ચાર્જિંગ સાથે 8000mAh બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે . તેમાં 8GB સુધી LPDDR4X RAM તથા 256GB સુધી UFS 2.2 સ્ટોરેજ આપવામાં આવ્યું છે  .

Realme 16T ભારતમાં કિંમત :

ભારતમાં Realme 16T ની શરૂઆતની કિંમત રૂપિયા 29,999 રાખવામા આવી છે . આ સ્માર્ટફોન સ્ટારલાઈટ બ્લેક , સ્ટારલાઈટ બ્લુ અને સ્ટારલાઈટ રેડ  કલરમાં ઉપલબ્ધ છે  . તેની પ્રથમ સેલ 27 મેથી શરૂ થશે , જયારે પ્રી - બુકિંગ 26 મે સુધી ખુલ્લી રહેશે .
 

Realme 16T ફીચર્સ :

Realme 16T Android 16 આધારિત Realme UI 7 પર ચાલે છે અને તેમાં સ્પ્લિટ - સ્ક્રીન , ફ્લોટિંગ વિન્ડોઝ , સ્ક્રીન રેકોર્ડિંગ અને OPPO share જેવી સુવિધાઓ  આપવામાં આવી છે . ફોટોગ્રાફી માટે તેમાં 50 મેગાપિક્સલનો Sony IMX852 પ્રાઈમરી કેમેરા અને 2 - મેગાપિક્સલનો મોનોક્રોમ સેન્સર આપવામાં  આવ્યો છે . ફોન AI આધારિત LumaColor IMAGE એન્જિન સાથે આવે છે , જે સ્કિન ટોન અને ડાયનેમિક રેન્જને વધુ સારી બનાવે છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .

સારા અને બેસ્ટ ઓડિયો અનુભવ માટે Realme 16T માં 1115 અલ્ટ્રા - લિનિયર સ્પીકર અને 400 ટકા અલ્ટ્રા વોલ્યુમ મોડનો સપોર્ટ કરે છે . સાથે જ  તેમાં Hi - Res Audio અને LDAC , aptX HD તથા LHDC 5.0 જેવા ઓડિયો કોડેક્સનો સપોર્ટ પણ મળે છે . કનેક્ટિવિટી માટે ફોનમાં 5G , Bluetooth 5.3 , GPS , GLONASS , IPv6 , QZSS અને અનેક સેટેલાઇટ સિસ્ટમનો સમાવેશ થાય છે . 

આ ફોન IP69 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ સાથે આવે છે અને તેમાં મિલિટરી - ગ્રેડ શોક પ્રોટેક્શન આપવામાં આવ્યું છે . 

Realme 16T માં 8000mAh બેટરી આપવામાં આવી છે , જે 45W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ , બાયપાસ ચાર્જિંગ અને રિવર્સ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ કરે છે અને એક જ  ચાર્જ પર ત્રણ દિવસ સુધી ચાલે છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
  2. Wi-Fi રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી શું ખરેખર ફાયદો થાય છે ?
  3. Realme 16T 5G ખરીદવાની સારી તક , 8,000mAh બેટરીવાળો ફોન હવે સસ્તો
  4. Motorola Edge 60 Pro ખરીદવાની તક , 50MP કેમેરા અને 6000mAh બેટરી સાથે મળી રહી છે ખાસ ડીલ
  5. WhatsApp નું યુઝરનેમ ફીચર પસંદગીના યુઝર્સ માટે શરૂ , પ્રાઇવસી થશે વધુ મજબૂત
  6. વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી
  7. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
  8. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  9. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  10. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »