મોટી ડિસ્પ્લે અને લાંબી બેટરી સાથે Realme C100 5G , C100i ટૂંક જ સમયમાં આવશે .

Realme C100i અને Realme C100 5G બંનેમાં 7,000mAhની બેટરી છે

મોટી ડિસ્પ્લે અને લાંબી બેટરી સાથે Realme C100 5G , C100i  ટૂંક જ સમયમાં આવશે .

Photo Credit: Realme

Realme C100 5G એ બ્લુમિંગ પર્પલ અને સ્પ્રાઉટિંગ ગ્રીન કલરમાં ઉપલબ્ધ રહેશે .

હાઇલાઇટ્સ
  • Realme C100 5G માં મેટ ફિનિશ સાથે સ્લિમ અને પ્રીમિયમ ડિઝાઇન
  • બંને ફોનની 6.8ઇંચની મોટી LCD ડિસ્પ્લે , 7,000mAhની બેટરી અને IP64 રેટિંગ
  • બંને ફોનમાં વોટરડ્રોપ નોચ , સાઈડ બટન્સ અને USB Type-C
જાહેરાત


એપ્રિલના પહેલા અઠવાડિયામાં થાઈલેન્ડમાં Realme તેની નવી C સિરીઝના બે સ્માર્ટફોન Realme C100 5G અને  Realme C100i લોન્ચ કરવાની તૈયારીમાં છે . આ બંને ફોનની બેટરી લાઈફ પણ લાંબી છે અને રોજિંદા ઉપયોગ માટે સરળ અને સારો પરફોર્મન્સ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે . આ બંને ફોનમાં   6.8 ઇંચની મોટી LCD ડિસ્પ્લે , 7,000mAh ની બેટરી અને IP64 રેટિંગ જેવી સુવિધાઓ જોવા મળી છે . આ ઉપરાંત આ ફોન Android 16 ના  Realme UI સાથે આ ફોન નવા સોફ્ટવેરનું અનુભવ પણ આપે છે .

લોન્ચ તારીખ  અને કિંમત :
નવા રિપોર્ટ્સ મુજબ , આ બંને સ્માર્ટફોન 3 એપ્રિલે થાઈલેન્ડમાં લોન્ચ થઇ શકે છે . આ બંને ફોનની કિંમત વિશે હજુ કોઈ પણ સત્તાવાર જાહેરાત કંપની તરફથી થઈ નથી , પરંતુ  Realme C100i એ સસ્તા વિકલ્પ તરીકે આવી શકે છે . લીક મુજબ ,  Realme C100i  5G નો 4GB +128GB વેરિઅન્ટ લગભગ THB 7,000 ( લગભગ 20,100 રૂપિયા ) અને 6GB +128GB મોડેલની કિંમત 7,500 (લગભગ 21,500 રૂપિયા ) ની આસપાસ હોઈ શકે છે .

ડિઝાઇન :
 Realme C100 5G માં મેટ ફિનિશ સાથે સ્લિમ અને પ્રીમિયમ ડિઝાઇન જોવા મળે છે . આ ફોન તમને બ્લુમિંગ પર્પલ અને સ્પ્રાઉટિંગ ગ્રીન જેવા કલર વિકલ્પમાં મળી રહેશે . જયારે  Realme C100i  ની ડિઝાઇન સરળ અને ગ્લોસી છે . આ ફોન ડોન પર્પલ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થઇ શકે છે .  આ બંને ફોનમાં  વોટરડ્રોપ નોચ , સાઈડ બટન્સ અને USB Type-C સાથે 3.5mm હેડફોન જેક મળશે .
 

realme C100 5g c100i iphonedroid inline realme c100 5g c100i

Realme C100 5G and Realme C100i leaked ahead of launch
Photo Credit: iphone-droid.net

ડિસ્પ્લે અને પરફોર્મન્સ :
 Realme C100 5G માં 6.8 ઈંચનું HD +ડિસ્પ્લે સાથે 144Hz રિફ્રેશ રેટ અને 900nits બ્રાઇટનેસ મળી શકે છે . જયારે  Realme C100i માં સમાન સાઈઝની સ્ક્રીન હશે , પરંતુ 120Hz રિફ્રેશ રેટ સાથે , પ્રોસેસર તરીકે C100 5G માં Media Tek Dimensity 6300 ચિપસેટ મળી શકે છે . જે દરરોજના કામ માટે ઉપયોગી છે .

કેમેરા અને બેટરી :
હવે વાત કરીએ કેમેરાની તો આ  Realme C100 5G માં 50MP નો પ્રાઈમરી કેમેરા અને 5MP સેલ્ફી કેમેરા મળી શકે છે .  Realme C100i માં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ આપમાં આવશે . આ બંને સ્માર્ટફોનમાં 7,000mAh બેટરી હશે , જેમાં C100i 15W ચાર્જિંગ સપોર્ટ આપશે જયારે  C100 5G 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે .

અન્ય સુવિધાઓ :
 Realme C100 5G માં મિલિટરી ગ્રેડ પ્રોટેકશન અને 360 ડિગ્રી ડ્રોપ સેફટી મળશે , જયારે  Realme C100i માં ArmorShell પ્રોટેક્શન , MIL-STD 810H સર્ટિફિકેશન અને Wet Hand Touch સપોર્ટ મળશે . આ બંને ફોનમાં ધૂળ અને પાણીથી બચાવ માટે IP64 રેટિંગ પણ મળ્યું છે .

આ બંને ફોન  Realme C100i અને  Realme C100 5G યુઝર્સ માટે સારા વિકલ્પ સાબિત થાય છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »