અનેક સ્ટોરેજ વિકલ્પ સાથે ઉપલબ્ધ છે Realme Narzo 80 Lite 5G.
Photo Credit: Realme
Realme Narzo 80 Lite 5G ક્રિસ્ટલ પર્પલ અને ઓનીક્સ બ્લેક કલર વિકલ્પોમાં આવે છે
સોમવારના રોજ Realme Narzo 80 Lite 5G ભારતમાં થયો લૉન્ચ. ફોનમાં મળી રહેશે MediaTek Dimensity 6300 ચિપસેટ સાથે 6GB સુધીની RAM અને 128GB ઇનબિલ્ટ સ્ટોરેજ. કેમેરાની વાત કરીએ તો તે 32MP મેઈન કેમેરો છે જેમાં MIL-STD-810H મિલિટરી-ગ્રેડ ડ્યુરેબલિટી સર્ટિફિકેશન પણ પ્રોવાઈડ કરાયું છે આ સાથે તેમાં 6,000mAhની બેટરી ક્ષમતા પણ મળી રહેશે.
આ મોડેલ પ્રોટેક્શન માટે ધૂળ તેમજ સ્પ્લેશ પ્રતિકાર ફીચર પ્રદાન કરે છે જે IP64 રેટિંગ સાથે લશ્કરી ગ્રેડ MIL-STD-810H શોક પ્રતિકાર માટેના પ્રમાણ પત્ર સાથે મળી રહેશે એ સાથે અન્ય સુવિધામાં જોવા જઈએ તો તેમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિંટ સેન્સર મળશે જે ફોન માટેની સુરક્ષા પ્રદાન કરશે એ સાથે ફોનના બેટરી વિશે વાત કરીએ તો તે
6,000mAh બેટરી ક્ષમતા ધરાવે છે એ સાથે તે 15W વાયર્ડ અને 5W રિવર્સ વાયર્ડ ચાર્જિંગ સાથે મળી રહેશે.
કેમેરો જોવા જઈએ તો તે એક લમચોરસ રીએ કેમેરા મોડ્યુલમાં જોવા મળશે જે ઓટોફોકસ સપોર્ટ સાથે 32MP નો GC32E2 પ્રાથમિક સેન્સર સાથે આવશે એ સાથે તેમાં LED ફ્લેશ પણ મળી રહેશે. Android 15-આધારિત Realme UI 6.0 સ્કિન સાથે આવશે જે Google Gemini ઇન્ટિગ્રેશન ઓફર કરે છે.
કનેક્ટીવીટીના વિકલ્પોમાં ડ્યુઅલ 5G સિમ, Wi-Fi. બ્લૂટૂથ 5.3, GPS મળી રહેશે ફોનમાં USB ટાઇપ-C પોર્ટનો સમાવેશ થયો છે એ સાથે આ ફોનની જાડાઈ 7.94mm જ્યારે તેનું વજન 197g જેટલું છે. ફોનમાં એડીટિંગ માટેની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે તેમાં AI-બેક્ડ ઇમેજિંગ અને એડિટિંગ મળશે. કલરમાં તે ક્રિસ્ટલ પર્પલ અને ઓનીક્સ બ્લેક કલર વિકલ્પોમાં મળી રહેશે.
Realme Narzo 80 Lite 5G માં ડિસ્પ્લે જોવા જઈએ તો તે 6.67-ઇંચ HD+ (720x1,604 પિક્સેલ્સ), રિફ્રેશ રેટ 120Hzઅને પીક બ્રાઇટનેસ લેવલ 625 nits છે. આ સાથે તેમાં ઓક્ટા-કોર 6nm MediaTek Dimensity 6300 ચિપસેટ મળશે જે જે 6GB સુધીની RAM અને 128GB ઓનબોર્ડ સ્ટોરેજ ધરાવે છે.
દરેક સ્ટોરેજ કેપેસિટી મુજબ કિંમત પણ અલગ અલગ હોય છે તેમ જ ભારતમાં Realme Narzo 80 Lite 5G ની કિંમત 4GB + 128GB અને 6GB + 128GB RAM અને સ્ટોરેજ વેરિઅન્ટ માટે અનુક્રમે રૂ.10,499 અને રૂ.11,499 છે. ગ્રાહકોને પણ ખાસ ઑફર આપવામાં આવી છે જેમાં તેઓ રૂ.700 સુધીની ડિસ્કાઉન્ટ પણ મેળવી શકશે. આ મોડેલ 23 જૂનથી એમેઝોન તેમજ અન્ય વેબસાઈટ પર ખરીદી માટે મળી રહેશે.
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
Xiaomi 18 Worldwide Debut Inches Closer Following First Major Regulatory Move
Google May Soon Give Android Users More Control Over Advanced Protection Features; Suggests APK Teardown