ફ્લિપકાર્ટ પર Realme P4 Power 5G પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે
Photo Credit: Realme
Realme P4 Power 5Gમાં 6.8 ઇંચની 1.5K AMOLED HyperGlow 4D કર્વ્ડ ડિસ્પ્લે મળે છે .
જો તમે એવો સ્માર્ટફોન શોધી રહ્યા છો જેની બેટરી આખો દિવસ જે તેનાથી પણ વધુ ચાલે , તો Realme P4 Power 5G તમારા માટે સારો વિકલ્પ બની શકે છે . આ ફોનમાં 10,001mAhની મોટી બેટરી આપવામાં આવી છે , જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . હાલમાં આ ફોન ફ્લિપકાર્ટ પર ડિસ્કાઉન્ટ સાથે વેચાઈ રહ્યો છે . આ ઉપરાંત તમારો જૂનો ફોન એક્સચેન્જ કરીને તમે વધુ બચત પણ કરી શકો છો. ચાલો જાણીએ Realme P4 Power 5Gની કિંમત અને સ્પેસિફિકેશન્સ .
Realme P4 Power 5Gનું 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ Flipkart પર રૂપિયા 27,999માં ઉપલબ્ધ છે . જો તમે Canara Bank ના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો , તો તમને રૂપિયા 1,500 નું ડિસ્કાઉન્ટ પણ મળશે . ત્યારબાદ તેની અસરકારક કિંમત રૂપિયા 26,499 થઈ જાય છે . આ ઉપરાંત જૂનો ફોન એક્સચેન્જ કરવા પર રૂપિયા 20,950 સુધીની વધારાની છૂટ મળી શકે છે . જોકે એક્સચેન્જ કિંમત તમારા ફોનના મોડેલ અને તેની હાલની સ્થિતિ પર આધાર રાખે છે .
Realme P4 Power 5Gમાં 6.8 ઇંચની 1.5K AMOLED કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 144Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે . ડિસ્પ્લેની સુરક્ષા માટે Corning Gorilla Glass આપવામાં આવ્યો છે .
આ સ્માર્ટફોન MediaTek Dimensity 7400 Ultra પ્રોસેસર પર કામ કરે છે અને Android આધારિત Realme UI 7.0 પર ચાલે છે . તેમાં ઘણા AI ફીચર્સ આપવામાં આવ્યા છે . ફોન લાંબા સમય સુધી ઠંડો રહે તે માટે AirFlow VC કુલિંગ સિસ્ટમ અને મોટો ગ્રાફાઈટ એરિયા પણ આપવામાં આવ્યો છે .
ફોટોગ્રાફી માટે ફોનમાં 50MPનો મુખ્ય કેમેરા OIS સપોર્ટ સાથે અને 8MPનો અલ્ટ્રા - વાઈડ કેમેરા છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 16MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .
ફોનની સૌથી મોટી ખાસિયત તેની 10,001mAhની બેટરી છે , જે 80W ફાસ્ટ ચાર્જિંગ , 27W રિવર્સ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે . તેથી તમે બીજા ડિવાઈસથી પણ ફોનને ચાર્જ કરી શકો છો .
જાહેરાત
જાહેરાત
Amazon Great Freedom Sale: Start Date, HDFC Bank Discount, and What to Expect
Redmi Note 17, Note 17 Pro, Note 17 Pro Max European Prices Reportedly Leak Ahead of Launch