Realme P4s 5G ભારતમાં લાઇનઅપનો સાતમો મોડલ તરીકે લોન્ચ થઈ શકે છે
Photo Credit: Realme
Realme P4s Lite 5G 8.4mm જાડું છે
Realme ટૂંક સમયમાં તેની P4 સિરીઝમાં વધુ એક નવા સ્માર્ટફોનનો સમાવેશ કરી શકે છે . અહેવાલો મુજબ કંપની ભારતમાં Realme P4s 5G લોન્ચ કરવાની તૈયારીમાં છે . હાલમાં P4 લાઇનઅપમાં Realme P4 5G , P4 Pro 5G , P4x 5G , P4 Power 5G અને P4 Lite 5G સહિતના મોડેલ્સ ઉપલબ્ધ છે . હવે આ સિરીઝમાં સાતમો મોડેલ તરીકે Realme P4s 5G એન્ટ્રી લઈ શકે છે . આ ફોન બ્રાઉન અને ગ્રીન જેવા બે નવા કલર વિકલ્પોમાં રજૂ થઈ શકે છે . આ ઉપરાંત તેમાં 7,000mAhની મોટી બેટરી અને 15W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે .
ટિપસ્ટર અભિષેક યાદવે X પર શેર કરેલી માહિતી અનુસાર , Realme P4s 5G જૂન મહિનામાં લોન્ચ થઈ શકે છે . આ હેન્ડસેટ મોડેલ નંબર RMX5125 સાથે આવવાની શક્યતા છે . સાથે જ આ ફોન બ્રાઉન અને ગ્રીન જેવા બે નવા કલર વિકલ્પોમાં રજૂ થઈ શકે છે , જોકે તેમના ઓફિશિયલ માર્કેટિંગ નામ જાહેર કરવામાં આવ્યો નથી .
EXCLUSIVE: realme P4s 5G (RMX5125) is launching next month in India.
— Abhishek Yadav (@yabhishekhd) May 26, 2026
It will be available in 6GB, 8GB, and 12GB RAM variants, with 128GB and 256GB storage options.
The smartphone will launch in two colour options: Green and Brown. pic.twitter.com/wlNXlSWUol
નવા લિક્સ મુજબ , Realme P4s 5G નું બેઝ મોડેલ 6GB RAM અને 128GB સ્ટોરેજ સાથે આવશે . કંપની 8GB + 128GB અને 8GB + 256GB જેવા વિકલ્પો પણ રજૂ કરી શકે છે . આ ઉપરાંત ટોપ વેરિઅન્ટમાં 12GB RAM અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ મળવાની સંભાવના છે . જોકે આ Realme તરફથી હજુ સુધી ફોનના લોન્ચ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી , તેથી હાલ માટે આ માહિતીને લીક તરીકે જ જોવામાં આવી રહી છે .
Realme P4s Lite 5G આ સિરીઝનો છેલ્લો લોન્ચ થયેલો સ્માર્ટફોન હતો . તેને ભારતમાં માર્ચ મહિનામાં રૂપિયા 12,999ની શરૂઆતની કિંમતે રજૂ કરવામાં આવ્યો હતો . આ ફોનમાં 6.8 ઇંચ HD + LCD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જે 144Hz રિફ્રેશ રેટ અને 900nits પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે .
Realme P4s Lite 5G માં Media Tek Dimensity 6300 પ્રોસેસર , 6GB સુધી LPDDR4x RAM અને 128GB સુધી UFS 2.2 સ્ટોરેજ આપવામાં આવ્યું છે . આ ઉપરાંત તેમાં 7,000mAhની મોટી બેટરી અને 15W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે . હવે જોવાનું રહેશે કે Realme P4s 5G કંપનીના મિડ - રેન્જ સ્માર્ટફોન કેટલો અસર કરી શકે છે ?
જાહેરાત
જાહેરાત
Honor Magic 9 Said to Launch With Snapdragon 8 Elite Gen 5 Chip, 8,000mAh Battery
Apple Reportedly Working on Android-Like Theft Detection Lock Feature for iPhone