Redmi A7 Pro 5G Unisoc પ્રોસેસર અને 32MP કેમેરા સાથે બજેટ કિંમતે લોન્ચ

Redmi A7 Pro 5G ચાર વર્ષ સુધી Android અપડેટ્સ અને છ વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ આપે છે

Redmi A7  Pro 5G Unisoc પ્રોસેસર અને 32MP કેમેરા સાથે બજેટ કિંમતે લોન્ચ

Photo Credit: Redmi

Redmi A7 Pro 5G માં 32 મેગાપિક્સલનો ડયુઅલ રિયર કેમેરા છે

હાઇલાઇટ્સ
  • Redmi A7 Pro 5G સોમવારે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો
  • 15 એપ્રિલથી Flipkart અને Xiaomi ના ઓફિશિયલ ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી શકાય
  • સ્માર્ટફોન બ્લેક , મિસ્ટ બ્લુ અને સનસેટ ઓરેન્જ જેવા આકર્ષક કલર ઓપ્શનમાં
જાહેરાત

Redmi A7  Pro 5G સોમવારે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે . પસંદગીના બજારોમાં તેની શરૂઆત થયા પછી લગભગ બે અઠવાડિયામાં જ આ સ્માર્ટફોન  ભારતીય માર્કેટમાં રજૂ થયો છે . આ ડિવાઈસમાં 6.9 ઇંચની HD + LCD ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે . પ્રદર્શન માટે તેમાં ઓક્ટા  કોર Unisoc ચિપસેટ આપવામાં આવ્યું છે , જે  4GB RAM સાથે જોડાયેલ છે. આ ફોન Android 16 આધારિત HyperOS 3 પર ચાલે છે .  કેમેરામાં જોઈએ તો, 32 મેગાપિક્સલનો ડયુઅલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે .

Redmi A7  Pro 5G ભારતમાં કિંમત અને ઉપલબ્ધતા 
Redmi A7  Pro 5G ની ભારતમાં શરૂઆતની કિંમત રૂપિયા 11,499 છે , જેમાં 4GB RAM અને 64GB સ્ટોરેજ મળે છે . વધુ સ્ટોરેજ જોતા યુઝર્સ માટે 128GB વેરિઅન્ટ  પણ ઉપલબ્ધ છે , જેની કિંમત રૂપિયા 12,499 રાખવામાં આવી છે .

આ સ્માર્ટફોન બ્લેક , મિસ્ટ બ્લુ અને સનસેટ ઓરેન્જ જેવા આકર્ષક કલર ઓપ્શનમાં મળશે . તેને 15 એપ્રિલથી Flipkart અને Xiaomi ના ઓફિશિયલ ઓનલાઇન  સ્ટોર પરથી ખરીદી શકાય છે .

Redmi A7  Pro 5G સ્પેસિફિકેશન્સ 
Redmi A7  Pro 5G ડયુઅલ સિમ સપોર્ટ સાથે આવે છે અને Android 16 આધારિત HyperOS 3 પર કાર્ય કરે છે . કંપની આ ડિવાઈસ માટે ચાર વર્ષ સુધી Android અપડેટ્સ અને છ વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ આપવાની યોજના ધરાવે છે  .

ડિસ્પ્લેની વાત કરીએ તો , તેમાં 6.9 ઇંચ HD + LCD સ્ક્રીન છે જે 120Hz રિફ્રેશ રેટ , 800 nits પીક બ્રાઇટનેસ અને TUV લો બ્લુ લાઈટ સર્ટિફિકેશન સાથે આવે  છે . 

પ્રોસેસિંગ માટે તેમાં 6nm આધારિત Unisoc T8300 ઓક્ટા કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે , સાથે 4GB LPDDRx RAM અને 128GB સુધી UFS 2.2 સ્ટોરેજ  મળે છે , જેને માઈક્રોએસડી કાર્ડ દ્રારા 2TB સુધી વધારી શકાય છે . આ હેન્ડસેટમાં Gemini અને Google Circle to Search જેવી AI ફીચર્સ પણ આપવામાં  આવી છે .

કેમેરા સેટઅપમાં 32MP પ્રાથમિક સેન્સર (f /2.0 અપર્ચર ) અને એક સેકન્ડરી સેન્સર સાથે ડયુઅલ રિયર કેમેરા યુનિટ છે . સેલ્ફી અને વિડીયો કોલ માટે  8MP  ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . 

કનેક્ટિવિટી માટે તેમાં 5G, 4G LTE, Wi-Fi 5, Bluetooth 5.4 , GPS, GLONASS, Galileo, USB OTG અને USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે . આની સાથે IP52 રેટિંગ દ્રારા ધૂળ અને પાણીના છાંટાથી સુરક્ષા મળે છે .

આ ફોનમાં બેટરીની 6,300mAh ક્ષમતા સાથે 15W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે . આ ઉપરાંત , ફોન રિવર્સ વાયર્ડ ચાર્જિંગ ફીચર પણ સપોર્ટ કરે છે , જે અન્ય ડિવાઈસને ચાર્જ કરવા ઉપયોગી બની શકે છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »