Xiaomi લાવી રહ્યું છે Redmi K90 Max , 165Hz ડિસ્પ્લે અને ફ્લેગશિપ પરફોર્મન્સ

Redmi K90 Max માં ગેમિંગ દરમિયાન થતી ગરમીને કંટ્રોલ કરવા માટે AI આધારિત સિમ્યુલેશનનો ઉપયોગ થયો છે

Xiaomi લાવી રહ્યું છે Redmi K90 Max , 165Hz ડિસ્પ્લે અને ફ્લેગશિપ પરફોર્મન્સ

Photo Credit: Weibo/@LuWeibing

Redmi K90 Max એ K90 અને K90 Pro Max માં જોડાશે .

હાઇલાઇટ્સ
  • K90 Max ને ગેમિંગ પાવરહાઉસ તરીકે ટીઝ કરવામાં આવ્યો
  • ફોનમાં 18.1mm કદનો મોટો ફેન આપવામાં આવ્યો
  • આ કૂલિંગ સિસ્ટમ AI આધારિત સીમ્યુલેશનથી તૈયાર કરવામાં આવી
જાહેરાત

Xiaomi એ તેના નવા ગેમિંગ સ્માર્ટફોન Redmi K90 Max ના લોન્ચને લઈને સત્તાવાર જાહેરાત કરી છે . આ સ્માર્ટફોન એપ્રિલ મહિનાના અંત સુધીમાં રજૂ થવાનો છે અને લોન્ચ  પેહલા જ તેની કેટલીક વિગતો સામે આવી છે . કંપનીના પ્રમુખ Lu Weibing દ્રારા Weibo પર શેર કરાયેલી માહિતી મુજબ , આ ડિવાઇસમાં હાઈ  એન્ડ ગેમિંગ અનુભવ આપવા માટે ખાસ ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે , Redmi K90 Maxમાં ઉપર ડાબી બાજુ ડયુઅલ રિયર કેમેરા સેટઅપ અને જમણી બાજુ કુલિંગ ફેન જોવા મળે છે . આ મોડલ Redmi K90 Ultra સાથે પણ આવી શકે છે . 

Redmi K90 Max ગેમિંગ પાવરહાઉસ:

Redmi K90 Max ને ગેમિંગ પાવરહાઉસ તરીકે ટીઝ કરવામાં આવ્યો છે , જેમાં પહેલી વખત એર-કૂલિંગ સિસ્ટમ આપવામાં આવી છે . આ સિસ્ટમ લાંબા સમય સુધી  ગેમિંગ દરમિયાન ફોનનું તાપમાન નિયંત્રિત રાખવામાં મદદ કરે છે . કંપનીના જણાવ્યા અનુસાર , આ કુલિંગ ટેક્નોલોજી માત્રને માત્ર 100 સેકેન્ડમાં  ડિવાઈસનું તાપમાન 10 ડિગ્રી ઘટાડવામાં સક્ષમ છે .

આ ફોનમાં 18.1mm કદનો મોટો ફેન આપવામાં આવ્યો છે , જે સામાન્ય  ફેન્સ કરતા 6 ટકા મોટો છે અને 1.3 ગણો વધારે એર ઇન્ટેક પૂરો પડે છે . આ સાથે વર્ટિકલ  ઇન્ટેક અને ફોરવર્ડ ટિલ્ટેડ બ્લેડ જેવી ડિઝાઈનનો ઉપયોગ કરવામાં આવ્યો છે . હવા અંદરથી સારી રીતે ફરે અને ડિવાઈસ ઝડપથી ઠંડુ થાય તે માટેના એર ફિન્સ દ્રારા અરફલોને 40 ટકા સુધી સુધારવામાં આવ્યો છે , જેથી ગરમી ઝડપથી બહાર નીકળી શકે .

Xiaomi એ જણાવ્યું છે કે આ કૂલિંગ સિસ્ટમ AI આધારિત સીમ્યુલેશનથી તૈયાર કરવામાં આવી છે , જે થર્મલ મેનેજમેન્ટને વધુ અસરકારક બનાવે છે . સાથે સાથે અવાજ નિયંત્રણ પર  પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે .

આ સ્માર્ટફોનમાં નેક્સ્ટ જનરેશન ફ્લેગશિપ પ્રોસેસર અને ડયુઅલ કોર પરફોર્મન્સ આર્કિટેક્ચર મળશે , જોકે ચોક્કસ ચિપસેટ હજુ જાહેર કરવામાં આવ્યો નથી  . આ ફોનમાં 165Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે સાથે છે . આ ફોન ઈ સ્પોર્ટ્સ ગેમિંગ માટે ખાસ ધ્યાનમાં રાખીને ઓપ્ટિમાઈઝ કરવામાં આવ્યો છે . આ ફોનમાં ટચ  રિસ્પોન્સ , નેટવર્ક પરફોર્મન્સ , ઓડિયો આઉટપુટ અને આંખોની સુરક્ષા જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે .

હવે વાત કરીએ ડિઝાઈનની તો આ ફોન Redmi K90 Maxમાં ઉપર ડાબી બાજુ ડયુઅલ રિયર કેમેરા સેટઅપ અને જમણી બાજુ કુલિંગ ફેન જોવા મળે છે . હવે સત્તાવાર લોન્ચ પહેલા બીજી વધુ વિગતો સામે આવી શકે છે 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »